Home> Gujarat
Advertisement
Prev
Next

સંસ્કારીનગરી હચમચી જાય તેવા બે કિસ્સા, લાચાર પિતાએ પુત્રની હત્યા કરી પોતે આત્મહત્યા કરી, અને...

Father Suicide : વડોદરામાં રવિવારની સવારમાં બે એવા કિસ્સા સામે આવ્યા જે જાણીને પગ તળેથી જમીન ખસી જાય, એક કિસ્સામાં પિતાએ પુત્રની હત્યા કરીને આત્મહત્યા કરી... પોતાના મોત બાદ પુત્રનું શુ થશે એ ચિંતામાં પુત્રની પણ હત્યા કરી

સંસ્કારીનગરી હચમચી જાય તેવા બે કિસ્સા, લાચાર પિતાએ પુત્રની હત્યા કરી પોતે આત્મહત્યા કરી, અને...

Father Suicide રવિ અગ્રવાલ/વડોદરા : વડોદરામાં ચોંકાવનારા બે બનાવ બન્યા છે. જેમાં એક પિતાએ લાચારીમાં પોતાના પુત્રની હત્યા કરીને પોતે આપઘાત કર્યો છે. તો બીજા કિસ્સામાં ટ્યુશન ક્લાસીસ ચલાવતા વૃદ્ધ શિક્ષકે 13 વર્ષની સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હતા. 

મારા ગયા પછી પુત્રની કાળજી ન લેવાય તે માટે તેને પણ સાથે લઈ જઉં છું
વડોદરામાં પિતાએ પોતાના પુત્રની હત્યા કર્યા બાદ પોતે આપઘાત કર્યો હતો. વડોદરાના બાપોદ ગામના વુડાના મકાનમાં આ અરેરાટીભર્યો બનાવ બન્યો હતો. જેમાં યુવાન પિતાએ 11 વર્ષના પુત્રને ગળે ફાંસો આપી હત્યા કરી છે. બાદમાં પિતાએ પોતે પણ ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પતિએ પત્નીના ત્રાસથી પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે. પતિ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન કરતો હતો, જ્યારે તેમની પત્ની બંગલામાં ઘરકામ કરવા જતી હતી. તેમને લગ્ન જીવનમાં 11 વર્ષનો પુત્ર હતો. ત્યારે પિતાએ લાચાર બનીને પોતાના પુત્રની હત્યા કરી હતી. એટલુ જ નહિ, ગળે ફાંસો ખાતા પૂર્વે પતિ એક ચિઠ્ઠી પણ છોડી હતી. જેમાં લખ્યુ હતું કે, મારા ગયા પછી પુત્રની કાળજી ન લેવાય તે માટે તેને પણ સાથે લઈ જઉં છું. મિત્રોએ મને લોન લઈને પૈસા આપ્યા છે, રીક્ષા વેચી પૈસા કરત કરજો. ઘટના બાદ પિતા અને પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બાપોદ પોલીસે સમગ્ર પ્રકરણ મામલે તપાસ હાથ ધરી છે. 

આ પણ વાંચો : 

કૃષ્ણએ અર્જુનને રથમાંથી ઉતરવાનું કહ્યું અને 1 સેકન્ડમાં રથ ભસ્મ થઈ ગયો

રાજસ્થાનમાં એક મકાન પર આકાશમાંથી જાદુ થયો, કોઈ અદભૂત શક્તિ ફેંકી રહી છે!

 
લંપટ શિક્ષકે રૂમમાં પોતાનું શર્ટ ઉતારી સગીરાને શારીરિક અડપલા કર્યા
તો બીજી તરફ, ટ્યુશન ક્લાસીસ ચલાવતા વૃદ્ધ શિક્ષકના કાળા કરતૂત સામે આવી છે. 13 વર્ષની સગીરા સાથે એક શિક્ષકે શારીરિક અડપલા કર્યા હતા. વારસિયા વિસ્તારના પ્રાર્થના પેટમાં શિક્ષક ટ્યુશન ક્લાસીસ ચલાવે છે. ઉદય ભાલેરાવ નામના 61 વર્ષીય લંપટ શિક્ષકે ધોરણ-6 માં અભ્યાસ કરતી સગીરા સાથે છેડતી કરી હતી. આ બનાવ બે દિવસ અગાઉ બન્યો હતો. ધોરણ છ માં અભ્યાસ કરતી સગીરા ક્લાસીસમાં વહેલી પહોંચતા લંપટ શિક્ષક તેને રૂમમાં અંદર લઈ ગયો હતો. લંપટ શિક્ષકે રૂમમાં પોતાનું શર્ટ ઉતારી સગીરાને શારીરિક અડપલા કર્યા હતા. જેના બાદ ડઘાઈ ગયેલી સગીરા ક્લાસીસ છોડી ઘરે દોડી આવી હતી. તેણે માતા અને દાદીને પોતાની સાથે થયેલી ગેરવર્તણુકની જાણ કરી હતી. ત્યારે સમગ્ર મામલો વારસિયા પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે લંપટ શિક્ષક સામે પોક્સો સહિતની કલમ લગાવી ધરપકડ કરી છે.

આ પણ વાંચો : જોશીમઠના તબાહીની ચેતવણી 47 વર્ષ પહેલા અપાઈ હતી, ધ્યાન આપ્યુ હોત આજે પરિણામ બીજુ હોત
  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More