Home> Gujarat
Advertisement
Prev
Next

Vadodara માં ચૂંટણી પંચનો છબરડો, એવા બે વ્યક્તિઓનો ચૂંટણી કામગીરીનો ઓર્ડર કાઢ્યો કે, ચારેબાજુ ચર્ચા

વડોદરામાં ચૂંટણી પંચનો એક છબરડો સામે આવતા ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો છે. 6 મહિના પહેલા મૃત્યું થયેલા શિક્ષકને ચૂંટણી કામગીરીનો ઓર્ડર કાઢતા ચારેબાજુ હસીના પાત્ર બનવું પડ્યું છે અને આ કિસ્સા વિશે ચારેબાજુ વાતો વહેતી થઈ છે.

Vadodara માં ચૂંટણી પંચનો છબરડો, એવા બે વ્યક્તિઓનો ચૂંટણી કામગીરીનો ઓર્ડર કાઢ્યો કે, ચારેબાજુ ચર્ચા

રવિ અગ્રવાલ/વડોદરા: રાજ્યમાં ટૂંક સમયમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી આવી રહી છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અધિકારીઓને તેમના કામને લઈને ઓર્ડર અપાઈ રહ્યા છે. પરંતુ હાલ એક એવી ઘટના સામે આવી છે જેને સાંભળીને કદાચ તમને વિશ્વાસ નહીં થાય. પરંતુ આ હકીકત છે. 

વડોદરામાં ચૂંટણી પંચનો એક છબરડો સામે આવતા ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો છે. 6 મહિના પહેલા મૃત્યું થયેલા શિક્ષકને ચૂંટણી કામગીરીનો ઓર્ડર કાઢતા ચારેબાજુ હસીના પાત્ર બનવું પડ્યું છે અને આ કિસ્સા વિશે ચારેબાજુ વાતો વહેતી થઈ છે. એટલું જ નહીં, શિક્ષણ સમિતિના નવનિયુક્ત ભાજપ સભ્યને પણ કામગીરીનો ઓર્ડર મળ્યો છે. જેમને ગ્રામ પંચાયતની વડોદરા તાલુકાની ચૂંટણીની કામગીરી સોંપવામાં આવી છે. આ સિવાય આજે ચૂંટણી તાલીમમાં હાજર થવા ફરમાન પણ આપવામાં આવ્યું છે. હવે એક મૃત્યું પામેલો વ્યક્તિ અને ભાજપનો સભ્ય ચૂંટણીની તાલીમ કેવી રીતે લઈ શકે? આ સિવાય અનેક પ્રશ્નો ચૂંટણી પંચને કરવામાં આવી રહ્યા છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, વડોદરામાં ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓને ઓપ આપવામાં આવી રહ્યો છે. આજે ચૂંટણી કામગીરીની તાલીમ રાખવામાં આવી છે. ત્યારે ચૂંટણી પંચે બે એવા વ્યક્તિઓ માટે ઓર્ડર કાઢ્યો છે જે ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો છે. ચૂંટણી પંચે આજે ચૂંટણી કામગીરીની તાલીમમાં 6 મહિના પહેલાં મૃત્યુ પામેલા શિક્ષક અને શિક્ષણ સમિતિના નવનિયુક્ત ભાજપ સભ્યનો ચૂંટણી કામગીરીનો ઓર્ડર કાઢ્યો છે. જી હા, તમને વિશ્વાસ નહીં આવે પણ આ હકીકત છે. જેમાં એક મૃતક શિક્ષકને ચૂંટણીપંચે ચૂંટણીની કામગીરી સોંપી દીધી છે. ગ્રામ પંચાયતની ચૂંટણીની કામગીરી માટે ઓર્ડર અપાયા છે.

હવે 6 મહિના પહેલાં મૃત્યુ પામેલા શિક્ષકના નામે ઓર્ડર નીકળતા ચકચાર મચી જવા પામ્યું છે. એટલું જ નહીં, શિક્ષણ સમિતિના નવનિયુક્ત ભાજપ સભ્યને પણ કામગીરીનો ઓર્ડર આપ્યો છે. ચૂંટણી પંચનો મોટો છબરડો સામે આવતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More