Home> Gujarat
Advertisement
Prev
Next

NEET ની પરીક્ષા સારી ન જતા વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત, માસુમ દીકરીના મોતથી પરિવારમાં માતમ છવાયો

Student Suicide : ડોક્ટર બનવાના ખ્વાબ જોઈ રહેલી વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી NEET પરીક્ષા સારી ન જતા વડોદરાની વિદ્યાર્થીનીના આપઘાતથી પરિવાર આઘાતમાં

NEET ની પરીક્ષા સારી ન જતા વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત, માસુમ દીકરીના મોતથી પરિવારમાં માતમ છવાયો

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં નીટની પરીક્ષામાં ઓછા માર્કસ આવશે તેવા ભયને કારણે એક વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે. 17 વર્ષીય વિદ્યાર્થીનીએ રવિવારે નીટની પરીક્ષા આપ્યા બાદ ઘરે આવીને પ્રશ્નપત્ર સોલ્વ કર્યુ હતું. જેથી તેને ડર લાગ્યો હતો કે, તેને MBBSમાં પ્રવેશ નહીં મળે. આ ડરમાં તેણે આપઘાત કર્યો હતો. 

પ્રાપ્ત માહિતી અનુસાર, માંજલપુરમાં ત્રિમૂર્તિ નગરમાં રહેતી 17 વર્ષની વિધાર્થિનીએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. રવિવારે પેપર આપ્યા બાદથી જ વિદ્યાર્થી મૂંઝવણમાં હતી. જેના બાદ સોમવારે તેણે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યુ હતું. વિદ્યાર્થીનીએ નીટની પરીક્ષાનું પેપર આપ્યા બાદ ઘરે આવી પ્રશ્નપત્ર સોલ્વ કર્યું હતું. પ્રશ્નપત્ર સોલ્વ કર્યા બાદ MBBSમાં પ્રવેશ નહીં મળે એવું તેણે મનોમન વિચારી લીધુ હતું. જેના બાદ તેણે આપઘાત કર્યો હતો. તેના પરિવારે આ કારણે આપઘાત કર્યાનું જણાવ્યુ છે. વિદ્યાર્થીની ફોનિક્સ સ્કૂલમાં ભણતી હતી. તેના મોતથી પરિવારમાં માતમ છવાયો છે. 

આ પણ વાંચો : દક્ષિણ ગુજરાતના 2 ફેમસ બીચ લોકો માટે બંધ કરાયા, વરસાદના એલર્ટ બાદ પગલા

રવિવારે યોજાઈ હતી પરીક્ષા
મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે લેવાતી નીટની પરીક્ષા રવિવારે 17 જુલાઈના રોજ શહેરનાં વિવિધ કેન્દ્રો પર યોજાઈ હતી. શહેરમાં 8 સેન્ટર પર પરીક્ષા યોજાઇ હતી, જેમાં 4 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. મોટાભાગનું પેપર એનસીઆરટી આધારિત હતું. તો કેટલાક વિદ્યાર્થીઓને ઝૂઓલોજી અઘરું લાગ્યું હતું. પ્રશ્નપત્રની પેટર્નના કારણે આ વર્ષે ઓવરઓલ માધ્યમથી વિદ્યાર્થીઓને પેપર અઘરું લાગ્યું હતું. સવાલ વાંચી સમજી અને જવાબ આપવાનો હોવાથી સમય માગી લે તેવા વિભાગ વિદ્યાર્થીઓને અઘરા લાગ્યા હતા.

આ પણ વાંચો : કામ લઈને નીકળ્યા છો તો સાચવજો, આજે છે અતિભારે વરસાદની આગાહી, અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો 

વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનુ પ્રમાણ વધ્યું 
વિદ્યાર્થીઓમાં હવે આત્મહત્યાનુ પ્રમાણ વધી રહ્યાં છે. ખાસ કરીને મોબાઈલ ગેમ અને એના વળગળને કારણે અનેક બાળકો-યુવાનોએ જીવ ગુમાવ્યાના ગુજરાત સહિત દેશભરમાં કિસ્સા છે. સહનશક્તિ ઓછી હોવાથી નબળા મનના વિદ્યાર્થીઓ આત્મહત્યા કરવા પ્રેરાય છે. પરીક્ષાના ડરથી દર વર્ષે અનેક વિદ્યાર્થીઓ આપઘાત કરતા હોય છે. 

આ પણ વાંચો : તહેવારોની સીઝન આવતા પહેલા જ મોંઘવારીનો માર ઝીંકાયો, દૂધ-શાકભાજી બાદ હવે ખાવાનું તેલ પણ મોંઘું થયું

આત્મહત્યાના વિચાર આવે છે તો આટલુ પહેલા કરો 

  • તમારા સંરક્ષણાત્મક નકાબ હટાવી તમે જેટલા ખુદને વધુ સમજી શકો તેટલો તમારા જીવનનો અર્થ તમને વધુ સમજાશે.
  • તમારા જીવનની પરિસ્થિતિઓમાં તમે જેટલા વધુ વિકલ્પો જોઈ શકશો, તેટલો વધુ જીવનનો અર્થ તમને સ્પષ્ટ થશે/સમજાશે.
  • તમારા જીવનનો સાચો અર્થ એવી પરિસ્થિતિઓમાંથી તમને મળશે, જ્યાં તમારી જગ્યા સહેલાઈથી કોઈ લઈ શકતું નથી.
  • જ્યાં તમારી પાસે વિકલ્પો છે અને પસંદગીની સ્વતંત્રતા છે ત્યાં તમે જવાબદારીપૂર્વક પસંદગી કરો (જ્યાં સંજોગો અનિવાર્ય, અપરિવર્તનશીલ હોય ત્યાં જવાબદારી ન લેવાની પસંદગી કરો) તો તમારા જીવનનો અર્થ તમે વધુ સારી રીતે શોધી શકશો.
  • જ્યારે તમે તમારા અહમને ઓળંગીને તમારા સ્વની મર્યાદાઓની પેલે પાર જઈ પસંદગી કરો છો ત્યારે તમને જીવનનો અર્થ મળે છે. અને છતાં આ સહેલું નથી. વિક્ટર ફ્રેન્કલની સલાહ આ રહી તમારું જીવન શું માગે છે તે ધ્યાનથી સાંભળો, અંતરાત્માનો અવાજ સાંભળો, વિચારો ધીરજ રાખો, જવાબદારી લેતા રહો, એક દિવસ જીવનનો અર્થ તમને જરૂર સમજાશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More