Home> Gujarat
Advertisement
Prev
Next

દિવાળી પહેલા સૌથી મોટી ભેટ: ગુજરાતના આ શહેરના CNG-PNG ધારકો માટે રાહતના સમાચાર

વડોદરા ગેસ લિમિટેડ કંપનીએ ઘરેલું ગેસના અને CNGના ભાવમાં ઘટાડો કર્યો છે. રાજ્ય સરકારે વેટ ઘટાડતાં વડોદરા કોર્પોરેશને પણ લોકોને મોટી રાહત આપી છે.

દિવાળી પહેલા સૌથી મોટી ભેટ: ગુજરાતના આ શહેરના CNG-PNG ધારકો માટે રાહતના સમાચાર

વડોદરા: ગુજરાત સરકારે વેટમાં મોટો ઘટાડો કરતાં હવે ગેસ કંપની દ્વારા પણ ભાવ ઘટાડા જાહેરાત કરવામાં આવી છે. દિવાળી પહેલા વડોદરાવાસીઓને કોર્પોરેશને મોટી ભેટ આપી છે. વડોદરા ગેસ લિમિટેડ કંપનીએ PNG અને CNGમાં ઘટાડો કર્યો છે. 

વડોદરા ગેસ લિમિટેડ કંપનીએ ઘરેલું ગેસના અને CNGના ભાવમાં ઘટાડો કર્યો છે. રાજ્ય સરકારે વેટ ઘટાડતાં વડોદરા કોર્પોરેશને પણ લોકોને મોટી રાહત આપી છે. ઘરગથ્થુ પાઇપલાઇનથી અપાતા ગેસમાં પ્રતિ યુનિટ દીઠ 4.40 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ગેસનો નવો ભાવ પ્રતિ યુનિટ 46.20 રૂપિયા થયો છે, જે 50.60 રૂપિયા હતો. 

CNGના ભાવમાં 7.40 રૂપિયાનો ઘટાડો કર્યો છે. CNGનો પ્રતિ કિલો નવો ભાવ 77.60 રૂપિયા થયો, જૂનો ભાવ 85 રૂપિયા હતો. આવતીકાલથી ભાવ ઘટાડો અમલમાં મુકાશે. રાજ્ય સરકારે વેટ ઘટાડતા લોકોને આ રાહત આપવામાં આવી છે.

મહત્વનું છે કે, ગુજરાત સરકારે રાજ્યના 38 લાખ LPG ધારકો માટે મહત્વનો નિર્ણય લીધો છે. ઉજ્જવલા યોજના અંતર્ગત રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગને વર્ષમાં 2 ગેસ સિલિન્ડર મફત અપાશે. ગેસ સિલિન્ડર માટેની રકમ સીધી ખાતામાં જ જમા થઇ જશે. ગેસ સિલિન્ડર માટે કુલ 650 કરોડની રાહત અપાશે. તેમજ CNG-PNG વેટમાં 10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

જુઓ આ પણ વીડિયો:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More