Home> Gujarat
Advertisement
Prev
Next

મધ્યમ વર્ગમાં જન્મેલા નાના બાળકો માટે ખુશખબર, વાલીઓએ હવે સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી!

હવેથી ગરીબી રેખા નીચે આવતા વાલીઓએ હજારો રૂપિયા ખર્ચીને પોતાના બાળકને ખાનગી પ્લે સેન્ટરમાં મૂકવાની જરૂર નથી, કારણ કે સરકાર દ્વારા બાળકોને ખાનગી પ્લે સેન્ટર જેવું જ ભણતર અને વાતાવરણ મફતમાં મળી રહે તેવી ખાસ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

મધ્યમ વર્ગમાં જન્મેલા નાના બાળકો માટે ખુશખબર, વાલીઓએ હવે સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી!

હાર્દિક દીક્ષિત/વડોદરા: મધ્યમ વર્ગના પરિવારમાં જન્મેલા નાના બાળકો માટે સારા સમાચાર છે. હવેથી ગરીબી રેખા નીચે આવતા વાલીઓએ હજારો રૂપિયા ખર્ચીને પોતાના બાળકને ખાનગી પ્લે સેન્ટરમાં મૂકવાની જરૂર નથી, કારણ કે સરકાર દ્વારા બાળકોને ખાનગી પ્લે સેન્ટર જેવું જ ભણતર અને વાતાવરણ મફતમાં મળી રહે તેવી ખાસ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

'જેમને મળવા ગુજરાતમાં અનેક તલપાપડ છે, 'નીતિન કાકા' એ કહ્યું; મને બાગેશ્વરમાં રસ નથી'

અમીર હોય કે ગરીબ તમામ વર્ગના માતાપિતાનું એક સપનું હોય છે કે તેમનું બાળક ભણી ગણીને મોટો માણસ બને, બાળપણથી જ તેમના બાળકને સારું શિક્ષણ મળે. પોતાની આર્થિક સ્થિતિ આડે આવતા મધ્યમ વર્ગના વાલીઓને પોતાના બાળકોને પાયાનું શિક્ષણ આપવા માટે સારા પ્લે સેન્ટરમાં મૂકવાનું સપનું અધૂરું રહી જતું હતું, ત્યારે હવે આવા વાલીઓએ તેમના નાના ફૂલ જેવા બાળકોના ભણતરને લઈને સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે રાજ્ય સરકારના આદેશથી વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આગામી નવા શૈક્ષણિક સત્રથી 120 જેટલી સ્માર્ટ બાલ વાટિકા શરૂ કરવામાં આવનાર છે. જેની તમામ પ્રકારની તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવામાં આવી છે.

બાગેશ્વર બાબાએ કહ્યું; 'બાળક સરખું થઈ જશે, દવા ફેંકી દો', રાજકોટના પરિવારનો ખુલાસો

ટૂંક સમયમાં રાજ્ય સરકાર નવી શિક્ષણ નીતિનો અમલ કરવા જઈ રહી છે ત્યારે નવી શિક્ષણ નીતિ મુજબ જેમના છ વર્ષ પૂર્ણ થયા હોય તેવા બાળકોને ધોરણ-1 માં પ્રવેશ આપવાનો થાય છે અને જેમના છ વર્ષ પૂર્ણ નથી થયા તેવા બાળકોને બાલમંદિર અને ધોરણ-1 ની વચ્ચે બાલનાટિકા શરૂ કરી છ વર્ષથી નીચેના બાળકોને તેમાં પ્રવેશ આપવાના થાય છે.

ગુજરાતમાં સરકાર બદલાઈ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની છબી ખરડાઈ, જવાબદાર કોણ?

ત્યારે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની સૂચના મળતાની સાથે જ વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પોતાની 120 જેટલી શાળાઓમાં સ્માર્ટ બાલવાટિકાના વર્ગો તૈયાર કરી દેવામાં આવ્યા છે અને આગામી પાંચમી જૂનથી જ્યારે નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે, ત્યારે પાંચથી છ વર્ષની વચ્ચેના બાળકોને બાલવાટિકામાં પ્રવેશ આપવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે.

સોના-ચાંદીના ભાવમાં બુધવારે થઈ ગયો મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત આ સ્માર્ટ બાલ વાટિકાઓમાં એક ખાનગી પ્લે સેન્ટરમાં નાના બાળકોને જે સુવિધા મળે છે તેવી જ સુવિધાઓ ઉપલબ્ધ કરાવામાં આવી છે. અહી સ્માર્ટ ક્લાસ, સ્માર્ટ ટીવી, બાળકો નાનપણથી જ કોમ્પ્યુટરની કરામતથી વાકેફ થાય તેના માટે કોમ્પ્યુટર, તેમજ ગમ્મત સાથે જ્ઞાન મળી શકે તેવા રમકડાં સહિતનું સાહિત્ય ઉપલબ્ધ કરાવામાં આવ્યું છે. જેથી મધ્યમ વર્ગના બાળકોને મફતમાં ક્વોલિટી એજયુકેશન સાથે સારું વાતાવરણ પણ મળી રહેશે.

સૌરાષ્ટ્રવાસીઓ ખાસ વાંચે! શું તમને પણ લીલા મરચાં ખાવાની ટેવ છે? રિસર્ચમાં થયો ખુલાસો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More