Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરા બોટકાંડમાં શૌકત પરિવારની બે દીકરી ભોગ બની, સકીનાનો મોત પહેલાનો છેલ્લો VIDEO

Vadodara Boat Tragedy : વડોદરા હરણી તળાવની દુર્ઘટનામાં શૌકત પરિવારની બે દીકરી ભોગ બની.. એકને પાણીમાં મોત મળ્યું, તો બીજી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે

વડોદરા બોટકાંડમાં શૌકત પરિવારની બે દીકરી ભોગ બની, સકીનાનો મોત પહેલાનો છેલ્લો VIDEO

Vadodara News : વડોદરાના હરણી તળાવમાં બોટ દુર્ઘટનામાં 14 લોકોનાં કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. પાણીગેટ વિસ્તારમાં આવેલી સનરાઈઝ સ્કૂલના બાળકો અને શિક્ષકો હરણી તળાવના એડવેન્ચર પાર્કમાં પિકનિક પર ગયા હતા. જ્યાં બાળકોની બોટ ઊંધી પડી જતા આ બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકોનાં મોત નિપજ્યા છે. ત્યારે મોતને ભેટનાર બાળકો અને શિક્ષિકાઓને ઘરમાં માતમ છવાયો છે. ત્યારે મૃતક બાળકી સકીનાનો પોતાના મિત્રા સાથેનો છેલ્લો વીડિયો સામે આવ્યો છે. સકીનાએ પિકનિક પર જતા પહેલા આ વીડિયો બનાવ્યો હતો. આ જોઈ સકીનાના કાકાએ કહ્યું. પરિવારે દીકરી ગુમાવી.

શૌકત પરિવારની બે દીકરી ભોગ બની 
વડોદરામાં હરણી તળાવ બોટ દુર્ધટના અનેક પરિવારોમાં માતમ છવાયો છે. આ બોટ દુર્ઘટનામાં શૌકત પરિવારની બે દીકરીઓ ભોગ બની છે. શૌકત પરિવારની બે દીકરીઓ શકીના શૌકત અને સૂફિયા શૌકત પિકનિક પર ગઈ હતી. જ્યાં બોટ પલટી જતા 9 વર્ષની શકીના શૌકતનું મોત થયું છે. તો 13 વર્ષની સૂફિયાની સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શૌકત પરિવારમાં 2 બહેનો અને એક ભાઈ હતા. દુર્ઘટનામાં દીકરીના મોતથી પરિવાર શોકમગ્ન બન્યો છે. 

બોટકાંડની પહેલી ભૂલ શાળાની છે! બાળકોને પ્રવાસમાં મોકલો તો આ સ્કૂલને આ સવાલો જરૂર કરો

તો બીજી તરફ, હરણીના મોટનાથ તળાવમાં મૃત્યુ પામેલી દીકરીનો જનાજો નીકળ્યો હતો. દીકરીનો જનાતો યાકુતપુરા ગબરૂ પહેલવાનના ખાંચામાંથી નીકળ્યો હતો. યાકુતપુરા મુસ્લિમ પંચના કબ્રસ્તાનમાં દફનવિધિ કરાઈ. 

 

 

કોનું કોનું મોત 
13 વર્ષના મોહંમદ અયાન મહમદ અનીશ ગાંધીનું મોત
10 વર્ષની રોશની સિંધીનું મોત, 15 વર્ષની ઋત્વી શાહનું મોત
10 વર્ષની જહાબીયા મોહંમદ યુનિસ સુબેદારનું મોત
10 વર્ષના વિશ્વ કુમાર નીનામા, રેયાન હારુન ખલીફાનું મોત 
શકિના શેખ, 9 વર્ષની અલિસબા મોહંમદનું મોત
8 વર્ષના મુહાબીયા મોહંમદ માહિર શેખસનું મોત
8 વર્ષની નેન્સી કુમાર વાંચી, આઈ. એમ. અલ્તાફ મનસુરીનું મોત
10 વર્ષના ફારૂક ખલીફાનું મોત
શિક્ષિકાઓ 52 વર્ષની ફાલ્ગુની પટેલ અને 56 વર્ષના છાયાબેન સુરતીનું મોત 

સરકાર કોઈને નહિ છોડે, પણ મોરબીકાંડની જેમ બોટકાંડના આરોપીનું નામ પણ ફરિયાદમાંથી ગાયબ

વડોદરા બોટકાંડમાં સૌથી મોટી ભૂલ : સેવ ઉસળવાળાના ભરોસે છોડી દીધી પાર્કની બોટ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More