Home> Gujarat
Advertisement
Prev
Next

VADODARA: સ્વિટી સાથે ફૂલહાર કર્યાના વર્ષ પછી PI એ અન્ય યુવતી સાથે કર્યા હતા લગ્ન, અનેક ચોંકાવનારા વળાંક

પીઆઇ અજય દેસાઇની પત્ની સ્વિટી પટેલને ગુમ થયાને એક માસથી પણ વધરેનો સમય હજી પણ કોઇ ભાળ મળી નથી. એક માસથી ગુમ પત્નીને શોધવ માટે જાહેરાત પણ આપવામાં આવી ચુકી છે. જો કે હાલ તો પોલીસ તંત્રમાં આ સમગ્ર કેસ ચકચાર જગાવી રહ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, સ્વિટી ગુમ થઇ તેની આગળની જ રાત્રે સ્વિટી અને અજય દેસાઇ વચ્ચે છુટાછેડા આપવા માટે ઝગડો ચાલી રહ્યો હોવાનું સામે આવ્યું છે. 

VADODARA: સ્વિટી સાથે ફૂલહાર કર્યાના વર્ષ પછી PI એ અન્ય યુવતી સાથે કર્યા હતા લગ્ન, અનેક ચોંકાવનારા વળાંક

વડોદરા : પીઆઇ અજય દેસાઇની પત્ની સ્વિટી પટેલને ગુમ થયાને એક માસથી પણ વધરેનો સમય હજી પણ કોઇ ભાળ મળી નથી. એક માસથી ગુમ પત્નીને શોધવ માટે જાહેરાત પણ આપવામાં આવી ચુકી છે. જો કે હાલ તો પોલીસ તંત્રમાં આ સમગ્ર કેસ ચકચાર જગાવી રહ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, સ્વિટી ગુમ થઇ તેની આગળની જ રાત્રે સ્વિટી અને અજય દેસાઇ વચ્ચે છુટાછેડા આપવા માટે ઝગડો ચાલી રહ્યો હોવાનું સામે આવ્યું છે. 
પીઆઇ અજય દેસાઇ અને સ્વિટી વર્ષ 2015માં એકબીજાને મળ્યા હતા. ત્યાર બાદ તેમની વચ્ચે મિત્રતા કેળવાઇ અને આખરે પ્રેમ પાંગર્યો હતો. જેથી તેઓ પહેલા લિવ ઇનમાં રહ્યા હતા અને ત્યાર બાદ 2016 માં સ્વિટી પટેલ સાથે ફુલહાર કર્યા હતા અને 2017 માં અજયે અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. બીજા લગ્ન કરતા જ સ્વિટી પીઆઇને બીજી પત્નીને છુટાછેડા આપી પોતાની સાથે લગ્ન કરવા માટે દબાણ કરવા માંડ્યું હતું. આ કારણે તેણે ઘર છોડીને ભાગવું પડ્યું હતું. 

આ કેસમાં નવો વળાંક પણ આવ્યો છે. અજય અને સ્વિટી પ્રાયોશા સોસાયટીમાં રહેતા હતા. ત્યાના સ્થાનિકોના જણાવ્યા અનુસાર સ્વિટી અંતિમ રાત્રે 9થી 10ના ગાળામાં કાસમાં બેસીને જતા જોઇ હતી. જો કે અજયે પોલીસને રાત્રે 1 વાગ્યાથી સવારે 08.30 વાગ્યા વચ્ચે ગુમ થઇ હોવાનું જણાવ્યું હતું. 

તેવામાં શું સ્વિટી બહાર જઇને ઘરે પરત આવી હતી કે પછી અજય ખોટુ બોલી રહ્યો છે. જો કે હાલ પોલીસે સોસાયટીના સીસીટીવી કબ્જે કર્યા હતા. જો કે સોસાયટી પાસે માત્ર 15 દિવસના જ સીસીટીવી ફૂટેજ હોય છે. મળતી માહિતી અનુસાર પાસપોર્ટ પણ 20 જુને એક્સપાયર્ડ થયો હતો. જેથી તે વિદેશ જાય તેવી શક્યતા નહીવત્ત છે. જો કે હાલ પોલીસ સોસાયટીના પાડોશીઓ અને અન્ય સંબંધીઓની પુછપરછ કરી રહી છે. પીઆઇ દેસાઇની વર્તણુંકનો સીડીએસ ટેસ્ટ કરાવવા બુધવારે ગાંધીનગર એફએસએલ ખાતે લઇ ગયા હતા. સાંજ થતા ટેસ્ટ અધુરો રહ્યો હતો. જેથી આજે ગુરૂવારે ફરી ટેસ્ટ કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More