Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરા અકસ્માતમાં માર્યા ગયેલા પાંચ લોકોની રાજુલામાં એકસાથે અંતિમયાત્રા નીકળી

વડોદરા અકસ્માતમાં માર્યા ગયેલા પાંચ લોકોની રાજુલામાં એકસાથે અંતિમયાત્રા નીકળી
  • વડોદરા નજીક બનેલ ગઈકાલના અકસ્માતમા 11 ના મોત નિપજ્યા હતા. જેમાં રાજુલા તાલુકાના 5 લોકોના મોત નિપજ્યા છે.
  • એકસાથે પાંચ લોકોની નીકળેલી અંતિમ યાત્રાથી સમગ્ર પંથકમા શોકમય વાતાવરણ જોવા મળ્યું હતું

કેતન બગડા/અમરેલી :સુરતીઓ ગઈકાલનો ગોઝારો બુધવાર ક્યારેય ભૂલી નહિ શકે. પાવાગઢ દર્શને જતા સુરતના કેટલાક પરિવારોને વડોદરા પાસે અકસ્માત (accident) નડ્યો હતો. મોડી રાત્રે 3 વાગ્યે વાઘોડિયા ચોકડી પર આઈસર ટેમ્પો અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં સુરતના 11 લોકોના મોત નિપજ્યા હતા. આ તમામ લોકો મૂળ અમરેલી અને ભાવનગરના વિવિધ ગામના વતની છે, જેમના પરિવારો સુરતમાં સ્થાયી થયા હતા. ત્યારે અકસ્માત (Vadodara accident) માં મૃત્યુ પામેલા લોકોને અંતિમ સંસ્કાર માટે વતન લઈ જવાયા હતા. મૃતકોને એમ્બ્યુલન્સથી વતનમાં લઈ જવાયા હતા. ત્યારે આજે રાજુલા તાલુકામાં પાંચ લોકોની અંતિમ યાત્રામાં આખુ ગામ હિબકે ચઢ્યું હતું. 

સુરતના આહીર પરિવારને પાવાગઢ દર્શન પહેલા મળ્યુ મોત, હોસ્પિટલમાં લાશોની લાઈન પડી

ગામમાં એકસાથે પાંચ લોકોની અંતિમ યાત્રા નીકળી 
વડોદરા નજીક બનેલ ગઈકાલના અકસ્માતમા 11 ના મોત નિપજ્યા હતા. જેમાં રાજુલા તાલુકાના 5 લોકોના મોત નિપજ્યા છે. જેમાં ગોવિંદડી ગામના 3 લોકો અને ખાખબાઈ ગામના 2 લોકોના મોત નિપજ્યા હતા. ત્યારે આ તમામ પાંચ લોકોની અંતિમ યાત્રા આજે સવારે નીકળી હતી. તેમની અંતમ યાત્રામા આખુ ગામ જોડાયું હતો. તો સાથે જ આસપાસના ગામના લોકો જોડાયા હતા. એકસાથે પાંચ લોકોની નીકળેલી અંતિમ યાત્રાથી સમગ્ર પંથકમા શોકમય વાતાવરણ જોવા મળ્યું હતું. 

પીએમ મોદીએ વડોદરા અકસ્માતમાં મૃત્યુ પામેલા 11 લોકો માટે દુ:ખ વ્યક્ત કર્યું

ગામમાં ગમગીન માહોલ 
ગઈકાલના અકસ્માતમાં મૃત્યુ પામેલા દયાબેન જીંજળા (નાની ખેરાડી), દક્ષાબેન કલસરિયા (ખાખબાઈ), આરતીબેન જિંજાળા (નાની ખેરાડી), પ્રિન્સ કલસરિયા (ખાખબાઈ) અને સુરેશભાઈ જીંજાળા (નાની ખેરાડી) ની આજે અંતિમ યાત્રા નીકળી હતી. આહીર સમાજના પાંચેય મૃતકોની એકસાથે અંતિમ વિધિ કરાઈ હતી. એકસાથે પાંચ લોકોના અંતિમ યાત્રાથી પરિવાર પર આભ તૂટી પડ્યુ હતું. 

પાવાગઢ દર્શને જઈ રહેલા યાત્રીઓની ગાડીને વડોદરામાં ગંભીર અકસ્માત, 11 ના મોત

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More