Home> Gujarat
Advertisement
Prev
Next

જયોર્જિયામાં ભણતી વડોદરાની યુવતીએ રહસ્યમય સંજોગોમાં જીવન ટૂંકાવ્યું, પરિજનોમાં શોકની કાલિમા

વડોદરામાં રહેતા પ્રિન્સી ક્રિશ્ચન નામની યુવતી જ્યોર્જિયામાં એમબીબીએસનો અભ્યાસ કરતી હતી. પ્રિન્સી કિશ્વન હાલ વેકેશન હોય વડોદરા નતાશા પાર્ક સોસાયટીમાં પોતાના ઘરે આવી હતી. પરંતુ કોઈ કારણોસર પ્રિન્સી કિશ્વને પોતાના નિવાસ સ્થાને ઘરે પંખા પર દુપટ્ટા વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

જયોર્જિયામાં ભણતી વડોદરાની યુવતીએ રહસ્યમય સંજોગોમાં જીવન ટૂંકાવ્યું, પરિજનોમાં શોકની કાલિમા

ઝી બ્યુરો/વડોદરા: આજકાલ ગુજરાતીઓ વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવાનું ઘેલું લાગ્યું છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં વિદ્યાર્થીઓ સાથે વિદેશમાં અજુગતું બની જાય છે અને જીવ ખોવાનો વારો આવે છે. હાલ વડોદરામાં રહેતી અને જયોર્જિયામાં એબીબીએસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ તેના નિવાસ સ્થાને રહસ્યમય સંજોગોમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. ઘટનાની જાણ થતા ફતેગંજ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે અને કયા સંજોગોમાં જીવન ટૂંકાવ્યું તે શોધી રહી છે.

ગુજરાત સરકાર આપી રહી છે 5000 રૂપિયા, આ ચાર જિલ્લાઓને મળશે આ સહાયનો પહેલા લાભ

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વડોદરામાં રહેતા પ્રિન્સી ક્રિશ્ચન નામની યુવતી જ્યોર્જિયામાં એમબીબીએસનો અભ્યાસ કરતી હતી. પ્રિન્સી કિશ્વન હાલ વેકેશન હોય વડોદરા નતાશા પાર્ક સોસાયટીમાં પોતાના ઘરે આવી હતી. પરંતુ કોઈ કારણોસર પ્રિન્સી કિશ્વને પોતાના નિવાસ સ્થાને ઘરે પંખા પર દુપટ્ટા વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. સુત્રો જણાવી રહ્યા છે કે અભ્યાસના ટેન્શનમાં અંતિમ પગલું ભર્યું હોવાની શક્યતા દર્શાવવામાં આવી છે. જો કે, સમગ્ર મામલો પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. ફતેગંજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શનિ પર પડશે સૂર્યની શુભ દ્રષ્ટિ, આ જાતકોનું ચમકી જશે ભાગ્ય, સફળતા સાથે ધનલાભનો યોગ

આ ઘટના અંગે જાણ થતા પરિવારજનોમાં શોકની કાલિમા છવાઇ ગઇ છે. ઘટના અંગે જાણ થતા ફતેગંજ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને વધુ તજવીજ અર્થે એસએસજી હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ વિભાગમાં મોકલવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રિન્સી ક્રિશ્ચને રહસ્યમય સંજોગોમાં જીવન ટુંકાવતા પરિજનો અને નજીકના વર્તુળમાં ભારે સોપો પડી જવા પામ્યો છે.

સોનાના ભાવમાં ધરખમ ઘટાડો, ભાવ જાણીને તરત લેવા દોડશો...ચાંદી પણ જબરદસ્ત ગગડી

પ્રિન્સીએ અભ્યાસના તણાવમાં આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઇ રહ્યું છે. બીજી તરફ ફતેગંજ પોલીસ મથક દ્વારા આ મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસના અંતે શું માહિતી આવે છે તેના પર સૌની નજર રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More