Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરામાં લવ જેહાદનો કિસ્સો, વિધર્મી યુવકે યુવતીનું અપહરણ કરી હોટલમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ

વડોદરાના નાગરવાડામાં રહેતા કુખ્યાત અને ગુનાહિત ભૂતકાળ ધરાવતા ફૈઝલ ઘાંચીએ સોશીયલ મીડીયામાં હિન્દુ યુવતી સાથે મિત્રતા કેળવી. 6 મહિના સુધી યુવતી સાથે મિત્રતા રાખી વિધર્મી ફૈઝલે યુવતી પર નજર બગાડી. ફૈઝલે તેના મિત્ર ફિરોઝ વ્હોરા સાથે મળી યુવતીનું તેના ઘરેથી અપહરણ કર્યું

વડોદરામાં લવ જેહાદનો કિસ્સો, વિધર્મી યુવકે યુવતીનું અપહરણ કરી હોટલમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ

રવિ અગ્રવાલ/વડોદરા: વિધર્મી યુવકે તેના મિત્ર સાથે મળી યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચરતાં હડકંપ મચી જવા પામ્યો છે. યુવતીની મોટી બહેને પોલીસ સ્ટેશનમાં બે વિધર્મી યુવકો સામે ફરિયાદ નોંધાવી છે.

વડોદરાના નાગરવાડામાં રહેતા કુખ્યાત અને ગુનાહિત ભૂતકાળ ધરાવતા ફૈઝલ ઘાંચીએ સોશીયલ મીડીયામાં હિન્દુ યુવતી સાથે મિત્રતા કેળવી. 6 મહિના સુધી યુવતી સાથે મિત્રતા રાખી વિધર્મી ફૈઝલે યુવતી પર નજર બગાડી. ફૈઝલે તેના મિત્ર ફિરોઝ વ્હોરા સાથે મળી યુવતીનું તેના ઘરેથી અપહરણ કર્યું, પીડિતા યુવતીને વિધર્મી ફૈઝલ અલકાપુરીની હોટલમાં લઈ ગયો ત્યાં તેની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. પીડિતા યુવતીએ તેના પરિવારને સમગ્ર ઘટનાની જાણ કરતા પીડિતાની મોટી બહેને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં વિધર્મી આરોપી ફૈઝલ ઘાંચી અને ફિરોઝ વ્હોરા સાથે અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો:

યુવાઓ માટે સારા સમાચાર! ગુજરાત પોલીસ ભરતી 2023ને લઈને મોટા સમાચાર

કુદરતની કરામત કહો કે ગ્લોબલ વોર્મિગ! કડકડતી ઠંડીમાં કેસુડો ખીલતા આશ્ચર્ય

છોટાઉદેપુરના આ યુવકને દિલથી સલામ! ખેતી કરવા અનોખો સસ્તો રસ્તો શોધ્યો!

 

આરોપી વિધર્મી ફૈઝલ ઘાંચી ગુનાહિત ભૂતકાળ ધરાવે છે, તેની સામે અગાઉ લૂંટ, મારામારી, એટ્રોસીટી સહિત વિવિધ 7 જેટલા ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા છે, જ્યારે ફિરોઝ વ્હોરા સામે પણ લૂંટનો એક ગુનો નોંધાયેલો છે. સયાજીગંજ પોલીસે બંને આરોપી ફૈઝલ અને ફિરોઝની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

આ પણ વાંચો:

ગુજરાતમાં મહિલાઓ નથી સલામત, દર મહિને 45 મહિલાઓ પર બળાત્કાર

કેરીના રસિકો માટે ખુશખબર : આફૂસ અને કેસર ભરપૂર આવશે, ડિસેમ્બરે આપ્યા આ સંકેત

ગુજરાત કેબિનેટમાં ધો. 6થી 8 વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત,આ યોજના મજૂરોનું પેટ ઠારશે

મહત્વની વાત છે કે પોલીસે હાલમાં આરોપી ફૈઝલે ક્યાં ઇરાદાથી પીડિતા યુવતીને ફંસાવી, અન્ય કોઈ યુવતીને ફંસાવી છે કે કેમ, સાથે યુવતીને ફસાવવા પાછળ તેનો શું ઈરાદો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે, સાથે જ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની પણ તજવીજ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More