Home> Gujarat
Advertisement
Prev
Next

ઉત્તરાયણમાં અકસ્માતો વધ્યા, 108 ઈમરજન્સી સેવાને રાજ્યભરમાંથી 3,830 કોલ આવ્યા

આજે રાજ્યમાં વાસી ઉત્તરાયણ  (uttarayan) ઉજવાઈ રહી છે. આજે પણ પતંગરસિયાઓ માટે પવન તો સાનુકૂળ કરે છે, પણ ગઇકાલની સરખામણીમાં આજે અગાશીમાં પતંગરસિયાઓની સંખ્યા ઓછી  છે. પરંતુ ઉત્તરાયણના દોઢ દિવસની ઉજવણીમાં જ અત્યાર સુધી અનેક અકસ્માતો (accident) બની ચૂકી છે. ઉત્તરાયણના દિવસે 108 ઇમરજન્સી સેવા માટે રાજ્યભરમાંથી 3,830 કોલ આવ્યા હતા. સમગ્ર રાજ્યમાંથી 245 કોલ દોરી વાગવાથી ઇજાગ્રસ્ત થતા ઇમરજન્સી સારવાર માટે 108 ની સેવા માટે કોલ આવ્યા છે. જોકે, ગત વર્ષ કરતા આ વર્ષે ઇમરજન્સી સેવા માટે આવેલા કોલમાં વધારો થયો છે. વર્ષ 2021ની ઉત્તરાયણ પર 3,359 કોલ આવ્યા હતા. 

ઉત્તરાયણમાં અકસ્માતો વધ્યા, 108 ઈમરજન્સી સેવાને રાજ્યભરમાંથી 3,830 કોલ આવ્યા

અતુલ તિવારી/અમદાવાદ :આજે રાજ્યમાં વાસી ઉત્તરાયણ  (uttarayan) ઉજવાઈ રહી છે. આજે પણ પતંગરસિયાઓ માટે પવન તો સાનુકૂળ કરે છે, પણ ગઇકાલની સરખામણીમાં આજે અગાશીમાં પતંગરસિયાઓની સંખ્યા ઓછી  છે. પરંતુ ઉત્તરાયણના દોઢ દિવસની ઉજવણીમાં જ અત્યાર સુધી અનેક અકસ્માતો (accident) બની ચૂકી છે. ઉત્તરાયણના દિવસે 108 ઇમરજન્સી સેવા માટે રાજ્યભરમાંથી 3,830 કોલ આવ્યા હતા. સમગ્ર રાજ્યમાંથી 245 કોલ દોરી વાગવાથી ઇજાગ્રસ્ત થતા ઇમરજન્સી સારવાર માટે 108 ની સેવા માટે કોલ આવ્યા છે. જોકે, ગત વર્ષ કરતા આ વર્ષે ઇમરજન્સી સેવા માટે આવેલા કોલમાં વધારો થયો છે. વર્ષ 2021ની ઉત્તરાયણ પર 3,359 કોલ આવ્યા હતા. 

પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થવાના 245 કોલમાંથી સૌથી વધુ અમદાવાદમાં નોંધાયા છે.

  • અમદાવાદમા 75
  • રાજકોટમાં 28
  • વડોદરા અને સુરતમાં 27-27 કોલ 

ઉત્તરાયણના દિવસે 108 ઇમરજન્સી સેવા માટે રાજ્યભરમાંથી 3,830 કોલ આવ્યા છે. સમગ્ર રાજ્યમાંથી 245 કોલ દોરી વાગવાથી ઇજાગ્રસ્ત થતા ઇમરજન્સી સારવાર માટે 108 ની સેવા માટે કોલ આવ્યા હતા. જોકે, ગત વર્ષ કરતા આ વર્ષે ઇમરજન્સી સેવા માટે આવેલા કોલમાં વધારો થયો છે. વર્ષ 2021ની ઉત્તરાયણ પર 3,359 કોલ આવ્યા હતા. પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થવાના 245 કોલમાંથી સૌથી વધુ અમદાવાદમાં 75, રાજકોટમાં 28, વડોદરા અને સુરતમાં 27 - 27 કોલ આવ્યા છે. જેમાં ગળા, હાથ-પગ અથવા શરીરના અન્ય ભાગમાં દોરી વાગતા તાત્કાલિક સારવારની જરૂરિયાત ઉભી થાય છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં હાલ અનેક દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. દોરી વાગવાને કારણે એક યુવકના હાથની નસ કપાઈ છે. ઈજાગ્રસ્ત યુવકના મામાએ આ વિશે કહ્યું કે તેમનો ભાણિયો બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો એ સમયે દોરીથી બચવા હાથ નાખતા નસ કપાઈ ગઈ છે. 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક એને સારવાર હેઠળ સિવિલ લાવવામાં આવ્યો જે રીતે દોરી વાગી છે, નસ કપાઈ છે, એ જોતાં 108 ના કર્મચારીઓ પણ કહી રહ્યા હતા કે આવી ઇજા ચાઈનીઝ દોરી વાગવાથી જ થતી હોય છે. ઈજાગ્રસ્ત યુવકના મામાએ પતંગરસીયાઓને અપીલ કરી કે ચાઈનીઝ દોરીનો વપરાશ ના કરે અને વેપારીઓને પણ વિનંતી કરી કે થોડો વધુ નફો કમાવવા માટે ચાઈનીઝ દોરીનું વેચાણ ના કરે.

ઉત્તરાયણ પર્વ પર 108 ઇમરજન્સી માં મળેલા કોલ 

  • 108 ઇમરજન્સી હેલ્પ લાઈન પર 3830 કોલ નોંધાયા
  •  3830 માંથી 3359માં કામગીરી કરાઈ
  • 3359 માંથી 245 કોલ દોરી વાગવાના નોંધાયા

ઉત્તરાયણ પર્વની ઉજવણીનો માહોલ
 વચ્ચે અનેક અકસ્માતો બન્યા છે. ઉજવણી દરમીયાન દોરી વાગવાની ઘટનાઓ સામે આવી છે. તો બીજી તરફ અમદાવાદમાં ઉત્તરાયણના દિવસે એનિમલ માટેની કરુણા અભિયાન હેલ્પલાઇનમાં 1372 ઉપર કોલ નોંધાયા છે. જેમાં 1372માં પશુને લગતા, 804 અને પક્ષીને લાગતા 568 કોલ નોંધાયા છે. પાંજરાપોળ સંસ્થામાં 350 પક્ષીને દોરી વાગેલી હાલતમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યારે અત્યાર સુધી વાસી ઉતરાયણે 80 કોલ એટેન્ડ કરાયા છે. 350 માંથી 20 ટકા પક્ષી ગંભીર ઘાયલ થયાના કોલ આવ્યા છે. 350માં સૌથી વધુ કબૂતર બાદમાં મોર સહિતના પક્ષીઓ ઘાયલ થયા છે. ઉત્તરાયણ પર્વે ફાયર બ્રિગેડને પણ પક્ષી બચાવવાના કોલ મળ્યા છે. 1 થી 14 જાન્યુઆરી સુધી 178 ઉપર કોલ ફાયર બ્રિગેડે અટેન્ડ કર્યા છે અને જુદા જુદા ઝોનમાંથી 178 પક્ષીને બચાવ્યા  છે. હજી પણ કોલ વધવાની શક્યતાઓ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More