Home> Gujarat
Advertisement
Prev
Next

સરકારી સ્કૂલથી UPSC ટોપર સુધીની સફર, સંઘર્ષ ભરી છે રાજકોટના વલય વૈદ્યની કહાની

જીપીએસસી (GPSC) અને યુપીએસસી (UPSC) ની પરીક્ષાઓ પાર કરવી કોઈ જંગથી ઓછી નથી હોતી. ગઈકાલે યુપીએસસીનું પરિણામ જાહેર થયું છે. દેશભરમાંથી ક્વોલિફાય થયેલા 761 ઉમેદવારોમાંથી ગુજરાતના 13 ઉમેદવારોએ બાજી મારી છે. જેમાં રાજકોટના વલય વૈદ્યએ ગુજરાતમાં બીજુ સ્થાન અને ઓલ ઈન્ડિયામાં 116 નો રેન્ક મેળવ્યો છે. ત્યારે યુપીએસસી (civil services) ની સફર પાર કરનાર વલય વૈદ્યની અત્યાર સુધીની સફર બહુ જ રસપ્રદ રહી છે. 

સરકારી સ્કૂલથી UPSC ટોપર સુધીની સફર, સંઘર્ષ ભરી છે રાજકોટના વલય વૈદ્યની કહાની

ઝી મીડિયા/બ્યૂરો :જીપીએસસી (GPSC) અને યુપીએસસી (UPSC) ની પરીક્ષાઓ પાર કરવી કોઈ જંગથી ઓછી નથી હોતી. ગઈકાલે યુપીએસસીનું પરિણામ જાહેર થયું છે. દેશભરમાંથી ક્વોલિફાય થયેલા 761 ઉમેદવારોમાંથી ગુજરાતના 13 ઉમેદવારોએ બાજી મારી છે. જેમાં રાજકોટના વલય વૈદ્યએ ગુજરાતમાં બીજુ સ્થાન અને ઓલ ઈન્ડિયામાં 116 નો રેન્ક મેળવ્યો છે. ત્યારે યુપીએસસી (civil services) ની સફર પાર કરનાર વલય વૈદ્યની અત્યાર સુધીની સફર બહુ જ રસપ્રદ રહી છે. 

યુપીએસસી (UPSC results) ક્લિયર કરનાર વલય વૈદ્ય ગુજરાતી મીડિયમમાં ભણ્યા છે, એટલુ જ નહિ તે સરકારી સ્કૂલમાં ભણેલો છે. કોઈ સરકારી સ્કૂલ (government school) નો વિદ્યાર્થી આ રીતે યુપીએસસી ક્લિયર કરે તે ગર્વની વાત છે. વલય વૈદ્યએ વડોદરાની સરકારી સ્કૂલમાંથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવ્યુ હતું. તેના બાદ તેણે ગાંધીગરની અંબાણી કોલેજમાં બી.ટેક ઈન આઈટીસી કર્યું છે. વર્ષ 2016 થી તેણે સિવિલ સર્વિસ પરીક્ષા આપવાની શરૂઆત કરાઈ હતી. વર્ષ 2019 માં તેમણે જીપીએસસીની પરીક્ષા પાસ કરી હતી, જેમાં તેમણએ 21 મો રેન્ક (UPSC topper) મેળવ્યો હતો. જીપીએસસી પાસ કર્યા બાદ પણ તેઓ સતત યુપીએસની તૈયારીઓ કરી રહ્યા હતા. ચોથીવારની ટ્રાયલમાં આખરે તેમની યુપીએસસી ક્લિયર થઈ હતી. 

આ પણ વાંચો : UPSC ટોપર બની અમદાવાદની આયુષી, કોરોનાના ઝપેટમાં આવી તો પણ અભ્યાસ ન છોડ્યો, અને સફળ થઈ

હાલ તેઓ ચમહાલના મોરવાહડફમાં ડેપ્યુટી કલેક્ટર અને SDM તરીકે ફરજ બજાવે છે. પરંતુ તેની સાથે તેઓ રોજ સમય કાઢીને 6 કલાકનો સમય વાંચવા માટે ફાળવતા હતા. જેની આખરે તેમને સફળતા મળી છે. ગુજરાતમાં બીજો રેન્ક આવવાથી તેમના માતાપિતા ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. 

તેમના પિતા 12 વર્ષથી કતારમા નોકરી કરી છે. તેથી હવે વલય વૈદ્ય પિતાને પરત બોલાવી પરિવારની તમામ જવાબદારીઓ ઉપાડી લેવા માંગે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More