Home> Gujarat
Advertisement
Prev
Next

Unjha Lakshachandi Mahayagya: બે દિવસમાં 9 લાખ શ્રદ્ધાળુઓએ મા ઉમિયાનાં દર્શન કર્યા

ઊંઝામાં(Unjha Lakshachandi Mahayagya) અત્યારે હૈયે હૈયું દબાય તેવી ભીડ દરરોજ જોવા મળી રહી છે. આખો દિવસ દૂર-દૂરથી આવેલા શ્રદ્ધાળુઓ- માંના ભક્તો યજ્ઞશાળાની પરિક્રમા કરતા જોવા મળે છે. વિદ્વાન બ્રાહ્મણોના પવિત્ર મંત્રોચ્ચારથી સમગ્ર દિવસ ગુંજતો રહ્યો હતો તો બીજી તરફ ધર્મસભામાં બે ધર્મગુરુઓએ સંબોધન કર્યું હતું. 

Unjha Lakshachandi Mahayagya: બે દિવસમાં 9 લાખ શ્રદ્ધાળુઓએ મા ઉમિયાનાં દર્શન કર્યા

ઊંઝાઃ ઊંઝામાં(Unjha) જગતજનની મા ઉમિયાના સાનિધ્યમાં ઊજવાઇ રહેલા ઐતિહાસિક 'લક્ષચંડી મહાયજ્ઞ'ના (Lakahachandi Mahayagya) બીજા દિવસે ગુરુવારે રાજ્યભરમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના યજ્ઞના દર્શન કરવા માટે ઊમટી પડ્યા હતા. બીજા દિવસે 4.55 લાખ મળી બે દિવસમાં 9 લાખથી(9 Lac) વધુ લોકોએ મા ઉમા(Ma Umiya) અને યજ્ઞશાળાનાં(Yagyashala) દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો આજે સાડા ત્રણ લાખથી વધુ લોકોએ ભોજન કર્યું હતું. ગુરૂવારે 40 ગ્રામ સોનાનું દાન પ્રાપ્ત થયું હતું. 

ઊંઝામાં(Unjha Lakshachandi Mahayagya) અત્યારે હૈયે હૈયું દબાય તેવી ભીડ દરરોજ જોવા મળી રહી છે. આખો દિવસ દૂર-દૂરથી આવેલા શ્રદ્ધાળુઓ- માંના ભક્તો યજ્ઞશાળાની પરિક્રમા કરતા જોવા મળે છે. વિદ્વાન બ્રાહ્મણોના પવિત્ર મંત્રોચ્ચારથી સમગ્ર દિવસ ગુંજતો રહ્યો હતો તો બીજી તરફ ધર્મસભામાં બે ધર્મગુરુઓએ સંબોધન કર્યું હતું. 

ઉમિયા માતાજીનો દરરોજ શણગાર બદલવામાં આવે છે. આજે શુક્રવારે માતાજીની કૂકડા પર સવારી હતી અને ફુલોથી આંગી સજાવાઈ હતી. ગુરુવારે માતાજીએ હાથી પર સવારી કરી હતી. 

હિંસક ઘટનાને વખોડીએ છીએ, લોકોને શાંતિ જાળવવા અપીલ છેઃ અમિત ચાવડા

કળિયુગમાં ઉપાસના,આરાધના અને સાધનાથી ભગવાનને પામી શકાય
હરદ્વારથી પધારેલા 1008 મહામંડલેશ્વર ડો.ઉમાકાન્તજી મહારાજે ઊંઝાના ઉમિયાધામ ખાતે લક્ષચંડી મહોત્સવના બીજા દિવસે ગુરુવારે સવારે ધર્મસભાને સંબોધતાં જણાવ્યું કે, આપણે શબ્દોમાં મોર્ડન થયા છીએ, પણ સાંસ્કૃતિક રીતે પાછળ રહી ગયા છીએ. કળિયુગમાં પણ મીરાંબાઈ, કબીરજી સહિતના પાત્રો ભગવાનને પામી શક્યા છે, તો આપણે પણ કરી શકીએ છીએ. તેના માટે તેમણે ઉપાસના, સાધના અને આરાધનાનો માર્ગ સમજાવ્યો હતો.

ગુજરાતમાં 3 દિવસ ઈન્ટરનેટ સેવા બંધ રહેવાની ખોટી અફવા ફેલાઈ, અનેક શહેરોમાં 144ની કલમ લાગુ

fallbacks

લક્ષચંડી યાજ્ઞ કરવો નાની વાત નથી, પાટીદાર સમાજે દુનિયાને પ્રેરણા આપી
બપોર બાદ બીજા સેસનમાં સનાતન ધર્મ માટેના દેશોનો પ્રવાસ કરી ચુકેલા કર્ણાટકના શારદાપીઠથી પધારેલા પદ્મ પૂજ્ય વી.આર. ગૌરીશંકરજી મહારાજે તેમના સંબોધનમાં જણાવ્યું કે, સનાતન ધર્મ શરૂઆત કે અંત નથી. તે રિવોલ્વિંગ થયા કરે છે. ધર્મનું રક્ષણ પ્રાર્થના કરવાથી થાય છે. પાટીદાર સમાજ જે લક્ષચંડી યજ્ઞનું આયોજન કર્યું છે, તે કોઈ રાજા-મહારાજા પણ કરી શક્યા નથી. પાટીદાર સમાજે દેશ-દુનિયાને એક નવી દિશા બતાવી છે, તે બદલ સનાતન ધર્મ વતી હું નમન કરી તેમને બિરદાવું છું.

પૂજ્ય મહારાજે વધુમાં કહ્યું કે, "દુર્ગા સપ્તસપ્તિના ત્રણ શ્લોકનું જ પણ દરરોજ પાંચ કે દશ વખત મનન કરવાથી શાશ્વત સુખશાંતિ મળે છે, ત્યારે અહીં ઊંઝા ખાતે એક લાખ પારાયણ કરવામાં આવી રહ્યું છે, તે સનાતન ધર્મમાં નાની ઘટના નથી. આમ કરીને પાટીદાર સમાજ દ્વારા વિશ્વ સમુદાયને મોટી પ્રેરણા આપવામાં આવી છે."

પાટિદાર મહિલાઓ ગરબે ઘુમી
ઊંઝામાં મા ઉમિયાનું નવું સ્થાનક બની રહ્યું છે ત્યારે શુક્રવારે પાટિદાર મહિલાઓએ જુના મંદિર ખાતે ગરબા ગાયા હતા. આ ગરબામાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More