Home> Gujarat
Advertisement
Prev
Next

બનાસકાંઠામાં બારે મેઘ ખાંગા! પાલનપુર-અંબાજી હાઇ-વે પાણીમાં ડૂબ્યો, કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું

Weather Forecast: બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રિથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના પાલનપુર, દાંતીવાડા, ડીસા, વડગામ, અમીરગઢ, કાંકરેજ, ભાભર, ધાનેરા, વાવ, થરાદના અનેક વિસ્તારોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠામાં પણ ધોધમાર વરસાદ વરસાદ વરસ્યો છે. જેના પગલે ડીસાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદથી અનેક વિસ્તારોમાં નુકસાન થવા પામ્યું છે. 

બનાસકાંઠામાં બારે મેઘ ખાંગા! પાલનપુર-અંબાજી હાઇ-વે પાણીમાં ડૂબ્યો, કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું

Gujarat Weather Forecast: અલકેશ રાવ/બનાસકાંઠા: ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રિથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના પાલનપુર, દાંતીવાડા, ડીસા, વડગામ, અમીરગઢ, કાંકરેજ, ભાભર, ધાનેરા, વાવ, થરાદના અનેક વિસ્તારોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. 

ભારત રેકોર્ડ આઠમી વખત એશિયા કપમાં ચેમ્પિયન, ફાઈનલમાં શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું

લાંબા સમયના વિરામ બાદ વરસાદ શરૂ થતાં મુરઝાઈ રહેલા પાકને જીવતદાન મળતાં ધરતીપુત્રોમાં ભારે ખુશી છવાઈ છે તો બીજી તરફ પાલનપુરમાં પડેલા સામાન્ય વરસાદમાં જ પાલનપુર -અંબાજી હાઇવે ઉપર ધનિયાણા ચોકડી નજીક મુખ્ય માર્ગ ઉપર એક ફૂટ જેટલા પાણી ભરાઈ જતા પાલનપુરથી દાંતા, અંબાજી અને વડગામ જતા તેમજ અંબાજીથી પાલનપુર તરફ આવતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. 

દાહોદમાં મૂશળધાર વરસાદ, બે દિવસ રેડ એલર્ટ જાહેર કરતા શાળા-કોલેજોમાં રજા જાહેર

સામાન્ય વરસાદમાં જ હાઇવે ઉપર અવારનવાર પાણી ભરાઈ જતા હોવાથી અનેક રજૂઆતો બાદ પણ પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા ન કરતાં વાહનચાલકોમાં રોષ છે તો બીજી બાજુ લાંબા સમય બાદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા લોકો અને ખેડૂતોમાં ખુશી પ્રસરી છે. બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, જેના કારણે પાલનપુર -અંબાજી હાઇવે પર પાણી ભરાયા છે. બીજી બાજુ ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્ર, અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ તૂટી પડ્યો છે. જેને કારણે અનેક ડેમ ઓવરફ્લો થયા છે. તો અનેક વિસ્તારો ડૂબાણમાં આવ્યા છે. આ કારણે લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. 

વ્યાસ બેટમાં ફસાયેલા 11 લોકોના જીવ તાળવે ચોંટ્યા, હેલિકોપ્ટરને હાલ મળી રહ્યું નથી..

અરવલ્લીમાં સાર્વત્રિક વરસાદ
અરવલ્લી જિલ્લામાં ખુબ લાંબા વિરામ બાદ ફરી વરસાદે ધમાકેદાર બેટિંગ કર્યું. જેમાં બાયડ અને ધનસુરામાં 5 થી 6 ઈંચ જેટલો વરસાદ ખાબક્તા ચારેકોર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. તો રસ્તાઓ પરથી પણ પૂરની જેમ પાણી વહેતાં જોવા મળ્યાં હતાં. મોડાસા શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભિલોડામાં 2 ઈંચ અને મેઘરજમાં અઢી ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આમ જિલ્લામાં સાર્વત્રિક સારો વરસાદ સારો પડ્યો છે.

આભ ફાટ્યું! ઉકાઈ ડેમનું રૌદ્ર સ્વરૂપ જોઈને થથરી જશો, તાપી અને સુરતના લોકોને સાવચેત

સાબરકાંઠામાં જળબંબાકાર
સાબરકાંઠા જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતી સર્જાઈ છે. સાબરકાંઠાના નેશનલ હાઇવે નંબર 8 પર પાણી ભરાયાં છે. દિલ્લી-મુંબઈને જોડતા નેશનલ હાઇવે 8 પર પાણી ભારયા છે. હિમતનગરના મોતીપુરા, જીન વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયાં છે. હિંમતનગર અને ઇડર હાઇવે પરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ઢીંચણ સુધી ભરાયેલા પાણીમાં રાહદારી અને વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

આ તો માત્ર ટ્રેલર જ છે, ભાદરવામા આખી ફિલ્મ તો બાકી છે, આ આગાહી સાંભળી રૂવાડા ઉભા થશે

નોંધનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં બે થી ત્રણ દિવસ વરસાદની આગાહી આપવામાં આવેલી છે જેમાં ગઈકાલથી દિવસ ભરની ભારે ઉકળાટ બાદ સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ હતી. ઓગસ્ટ મહિનો કોરો નીકળતા ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા હતા. 

નર્મદાના પાણીથી ચાણોદમાં ભયાવહ સ્થિતિ, ગામમાં હોડીઓ આવી ચઢી, ઘરના એક માળ પાણીમાં

જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદના આંકડા જોઈએ તો વાવ 19 મિમિ, થરાદ 29 મિમિ, ધાનેરા 44 મિમિ, દાંતીવાડા 32 મિમિ, અમીરગઢ 62 મિમિ, દાંતા 61 મિમિ, વડગામ 48 મિમિ, પાલનપુર 20 મિમિ, ડીસા 18 મિમિ, દિયોદર 22 મિમિ, ભાભર 29 મિમિ, કાંકરેજ 11 મિમિ, લાખણી 34 મિમિ, સુઇગામ 23 મિમિ વરસાદ નોંધાયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More