Home> Gujarat
Advertisement
Prev
Next

કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતા ખળભળાટ 

કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની એક ઓડિયો ક્લિપ વાયરલ થતા ખળભળાટ મચ્યો છે. ખાંભાના કોઈ સ્થાનિક કાર્યકર સાથેના આ ટેલિફોનિક સંવાદમાં રૂપાલા આઈએએસ અધિકારીઓને કોસતા સંભળાઈ રહ્યાં છે. 

કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતા ખળભળાટ 

અમદાવાદ: કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની એક ઓડિયો ક્લિપ વાયરલ થતા ખળભળાટ મચ્યો છે. ખાંભાના કોઈ સ્થાનિક કાર્યકર સાથેના આ ટેલિફોનિક સંવાદમાં રૂપાલા આઈએએસ અધિકારીઓને કોસતા સંભળાઈ રહ્યાં છે. ઝી 24 કલાક જો કે આ વીડિયો ક્લિપની કોઈ પુષ્ટિ કરતું નથી. વાયરલ થયેલી આ  ક્લિપમાં તેઓ કહી રહ્યાં છે કે ગુજરાતમાં હાલ આઈએએસ અધિકારીઓનું રાજ ચાલે છે. 

કોરોના: રાજકોટવાસીઓ માટે અત્યંત મહત્વના સમાચાર, ખાસ જાણો નહીં તો પસ્તાશો

કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની આ વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં તેઓ કહી રહ્યાં છે કે ગુજરાતમાં આઈએએસ, આઈપીએસ અધિકારીઓ સરકાર ચલાવી રહ્યાં છે. ઓફિસરોમાં કોઈ અક્કલ નથી. અમરેલીમાં હાલ કોરોનાના એક પણ  કેસ નથી અને અન્ય જિલ્લાઓમાંથી લોકોને અમરેલીમાં લાવવામાં આવી રહ્યાં છે ત્યારે આ ઘટનાને રોકવા માટે કોઈ સ્થાનિક કાર્યકરે રૂપાલાને ફોન કર્યો હોવાનું કહેવાય છે. 

વધુ વિગતો માટે જુઓ video

વાયરલ ઓડિયો ક્લિપમાં રૂપાલાએ ખાંભા ભાજપના કાર્યકરને કહ્યું કે તમે કલેક્ટરને કહો કે જો ચેપ ફેલાશે તો તમે જવાબદાર રહેશો. વાયરલ ક્લિપથી ખળભળાટ મચી ગયો છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More