Home> Gujarat
Advertisement
Prev
Next

યુવકે યુવતીનું બેરહમીથી ગળું કાપી નાખ્યું, બાથરૂમમાં પૂરી દીધી, પછી ઘરને તાળું મારી ભાગી ગયો...

ઉમરેઠની કાછિયાપોળમાં ગઈકાલે જ યુવક- યુવતી રહેવા આવ્યા છે, પરંતુ બન્ને વચ્ચે બપોરના સમયે અણબનાવ થતા યુવકે યુવતીના ગળે છરી ચલાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. ગળામાં ઘા મારી બાથરૂમમાં પૂરી દીધી અને યુવક મકાનને બહારથી તાળું મારી જતો રહ્યો હતો.

યુવકે યુવતીનું બેરહમીથી ગળું કાપી નાખ્યું, બાથરૂમમાં પૂરી દીધી, પછી ઘરને તાળું મારી ભાગી ગયો...

નડિયાદ:  સુરતમાં બનેલી ગ્રીષ્માકાંડની ઘટનામાંથી ટાઢક મળી નથી, ત્યાં ઉમરેઢમાં યુવતીની હત્યાના પ્રયાસની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવતીનું ગળું કાપી હત્યાનો પ્રયાસ કરાતા ચકચાર મચી જવા પામી છે. જ્યારે યુવતીનું ગળું કાપી બાથરૂમમાં પૂરી દેવામાં આવી હતી. ગળું કાપીને ઘરને તાળું મારી યુવક ભાગી ગયો હતો. યુવતીએ બૂમો પાડતાં સ્થાનિકોએ દરવાજો ખોલ્યો હતો. દરવાજો ખોલતાં યુવતી બાથરૂમમાં ઘાયલ અવસ્થામાં મળી આવી હતી.

બાપ રે...કોંગ્રેસના આ 'વ્યાજખોર' નેતાએ 3.78 કરોડ સામે 9.95 કરોડ વસૂલ્યાનો આરોપ

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે ઉમરેઠની કાછિયાપોળમાં ગઈકાલે જ યુવક- યુવતી રહેવા આવ્યા છે, પરંતુ બન્ને વચ્ચે બપોરના સમયે અણબનાવ થતા યુવકે યુવતીના ગળે છરી ચલાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. ગળામાં ઘા મારી બાથરૂમમાં પૂરી દીધી અને યુવક મકાનને બહારથી તાળું મારી જતો રહ્યો હતો. જોકે, યુવતીએ બૂમો પાડતાં આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી. ત્યારબાદ ઉમરેઠ પોલીસને આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી.

G20 મીટની ગુજરાતમાં શરૂઆત: ગાંધીનગર પહોંચ્યા ડેલીગેટ, ક્યાં ક્યાં કરશે મુલાકાત?

મકાન માલિકને આ અંગે જાણ કરવામાં આવી હતી. જેથી મકાન ખોલતાં જ બાથરૂમમાં ઘાયલ યુવતી ઢળી પડેલી હતી, જ્યાં પોળના રહીશોએ 108ને જાણ કરાતા સરકારી હોસ્પિટલ ખસેડાઈ હતી. યુવતીને ગળાના ભાગે ગંભીર ઈજા થતાં નડિયાદ સિવિલમાં ખસેડાઈ હોવાની માહિતી મળી છે. આ અંગે ઉમરેઠ પોલીસે ઘટના સ્થળની મુલાકાત લઈ આ અજાણ્યા યુવક યુવતી ક્યાંનાં છે તેની તપાસ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી આરંભી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More