Home> Gujarat
Advertisement
Prev
Next

જિંદગી મરણ વચ્ચે ઝોલા ખાતા ગુજરાતી યુવકનું અમેરિકામાં મોત, 46 દિવસ પહેલા થયું હતું ફાયરિંગ

નડિયાદના ઉજાસ મેનગર નામના યુવક ઉપર અમેરિકાના નોર્થ કોરોલિના સ્ટેટમાં 46 દિવસ પહેલા ફાયરિંગ થયું હતું. ઉજાસને પેટના ભાગે ગોળી વાગતા હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો હતો. સારવારના અંતે ગઈકાલે ઉજાસનું મોત થયું હતું. 

જિંદગી મરણ વચ્ચે ઝોલા ખાતા ગુજરાતી યુવકનું અમેરિકામાં મોત, 46 દિવસ પહેલા થયું હતું ફાયરિંગ

ઝી બ્યુરો/ખેડા: અમેરિકામાં ગુજરાતીને ટાર્ગેટ બનાવવાના સમાચાર અવારનવાર પ્રકાશિત થતા હોય છે. ત્યારે થોડા દિવસ પહેલા અમેરિકામાં ગુજરાતી યુવાન પર ફાયરિંગની ઘટના બની હતી. નડિયાદના ઉજાસ મેનગર નામના યુવાન પર લૂંટના ઈરાદે હુમલો કરાયો હતો. ખેડાના યુવક પર ગોળીબાર થતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો, ત્યારબાદ યુવકને અમેરિકાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. પરંતુ 46 દિવસ સુધી જિંદગી મોત વચ્ચે ઝોલા ખાતા યુવકનું મોત થયું છે. જેને લઈ પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા.

શું બની હતી સમગ્ર ઘટના?
અમેરિકાની ધરતી પર ભારતીયોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે અમેરિકાના નોર્થ કોરોલિના સ્ટેટમાં 46 દિવસ પહેલા નડિયાદના ઉજાસ મેનગર નામના યુવક ઉપર અમેરિકાના નોર્થ કોરોલીના સ્ટેટમાં હુમલો થયો હતો. લૂંટના ઇરાદે અજાણ્યા વ્યક્તિએ ગ્રીન બોરો સિટીમાં રહેતા ઉજાસ ઉપર ગોળીબાર કર્યો હતો. ઉજાસ પોતાના ઘરની પાસે જ કારમાંથી બહાર નીકળ્યો તે જ વખતે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. ગ્રીન બોરો સિટીમાં ઉજાસના ઘરની બહાર જ અજાણ્યા વ્યક્તિએ લૂંટના ઇરાદે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. 

ઉજાસને લોહીલૂહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો
આ હુમલામાં ઉજાસના પેટના ભાગે ગોળી વાગતા હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો હતો. લૂંટારાએ કરેલા હુમલા બાદ ઉજાસને લોહીલૂહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘાયલ ઉજાસની હોસ્પિટલમાં આઇસીયુમાં સારવાર ચાલી રહી હતી. જ્યાં ડોક્ટરોએ તાત્કાલિક તેના પર સર્જરી કરી હતી. જોકે, ઉજાસને થયેલી ઈજા ખૂબ જ ગંભીર હોવાના કારણે તેની હાલત નાજુક હતી.

આ ઘટનાથી પરિવાર શોકમાં ગરકાવ
ઉજાસનો પરિવાર ઘણા સમયથી અમેરિકામાં સ્થાયી થયો હતો. ઉજાસ વોલ્વો ટ્રક કંપનીમાં પ્રોડક્ટ મેનેજર તરીકે નોકરી કરતો હતો. ત્યારે ઉજાસ પર થયેલી આ ઘટનાથી તેનો પરિવારમાં શોકમાં ગરકાવ હતો. તો બીજી તરફ અમેરિકા પોલીસ લૂંટારુંઓને શોધવા કામગીરી કરી રહી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More