Home> Gujarat
Advertisement
Prev
Next

તાપણું કરવાની આદત હોય તો ચેતી જજો, પાટણમાં બે લોકો ગંભીર રીતે દાઝ્યા

Patan News : ઠંડીથી બચવા લોકો તાપણાંનો સહારો લેતા હોય છે, પરંતુ આવુ કરવું જોખમી કહેવાય છે... તાપણું કરવા જતા પાટણના રાધનપુરમાં બે લોકો ગંભીર રીતે દાઝ્યા છે 
 

તાપણું કરવાની આદત હોય તો ચેતી જજો, પાટણમાં બે લોકો ગંભીર રીતે દાઝ્યા

Coldwave Alert પ્રેમલ ત્રિવેદી/પાટણ: ઠંડીથી બચવા તાપણું કરતા લોકો માટે લાલબતી સમાન કિસ્સો બન્યો છે. ઉત્તર ગુજરાતના રાધનપુરમાં તાપણું કરતા સમયે બે લોકો ગંભીર રીતે દાઝ્યાનો બનાવ બન્યો છે. નેશનલ હાઇવેની કામગીરી કરતા પ્લાન્ટ પર બે ઈસમો તાપણું કરતા સમયે દાઝ્યા હતા. તાપણું કરતા સમયે બંનેએ આગમાં કોઈ પદાર્થ નાખવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતં. જેથી તાપણું કરી રહેલ બે ઈસમો આગની લપેટમાં આવ્યા હતા. બંનેને રાધનપુર રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ હતી. ત્યાર બાદ વધુ સારવાર અર્થે મહેસાણા ખાતે રિફર કરાયા છે.

રાજ્યમાં કાતિલ ઠંડીનો કહેર યથાવત છે. આજે હવામાન વિભાગના લેટેસ્ટ આંકડા અનુસાર, નલિયામાં સૌથી ઓછું 2.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ડીસામાં 7.8 ડિગ્રી, પોરબંદરમાં 8.6 ડિગ્રી, ભૂજમાં 8.7 ડિગ્રી, રાજકોટમાં 9.4 ડિગ્રી અને અમદાવાદમાં 9.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. શિયાળામાં દરેક લોકો ઠંડીથી બચવા માટે તાપણું કરે છે અને ઠંડીથી આંશિક રાહત મેળવે છે. પરંતું શું તમે જાણો છો આ તાપણું કરવાથી સ્વાસ્થયને કેટલું નુકસાન થાય છે. જો તમે નથી જાણતા તો તમારે જાણવું જરૂરી છે આ ગંભીર બિમારી વિશે.

તાપણું કરતા સમયે આ બાબતનું ખાસ ધ્યાનમાં રાખો
જો તમે ઠંડીથી બચવા તાપણું કરો છો તો તેનાથી પૂરતું અંતર રાખો. બીજા રૂમમાં સ્ટવ અથવા હીટર રાખવાનું ટાળો. આનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.

લોકો તાપણું કરીને શિયાળામાં આંશિક રાહત મેળવે છે..તાપણા પાસે બેસવાની એટલી મજા આવે છે કે ઉઠવાનું મન થતું નથી. હાથ-પગને તાપણામાં શેકવાથી શરીર ઠંડા પવનના પ્રકોપથી બચી જાય છે, પરંતુ આમ કરવું તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. વધુ પડતી ગરમીને કારણે થોડું નુકસાન થઈ શકે છે.

1) લોહીની કમી
આગમાંથી નીકળતા ધુમાડાથી કાર્બન ડાયોક્સાઇડનું સ્તર વધે છે, જેથી ઓક્સિજનનું સ્તર ઘટી જાય છે. આનાથી શરીરમાં લાલ રક્તકણોની સંખ્યા ઘટી શકે છે.

2) ત્વચાની સમસ્યાઓ
વધુ પડતું તાપણું કરવાથી ત્વચાને પણ અસર થઈ શકે છે. ત્વચામાં શુષ્કતા આવી શકે છે. ખરજવું અને સોરાયસીસ જેવા રોગોથી પીડિત દર્દીઓએ આગમાં તાપવાનું ટાળવું જોઈએ.

3) શ્વાસની સમસ્યા
જો તમે વધુ ગરમી માટે રૂમમાં હીટર રાખો છો, તો તે શ્વસનતંત્રને અસર કરી શકે છે અને શ્વસન સંબંધી રોગોનું કારણ બની શકે છે. વધારે ગરમીથી ઓક્સિજનનું સ્તર ઘટે છે અને તે શ્વાસને અસર કરે છે.

4) આંખને નુકસાન
આંખોને નુકસાન થઈ શકે છે. આગમાંથી નીકળતો ધુમાડો આંખો માટે હાનિકારક છે. તેનાથી આંખોની રોશની પર ખરાબ અસર પડી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More