Home> Gujarat
Advertisement
Prev
Next

ઇ-મેઇલ મારફતે લાખોની છેતરપિંડી કરનાર નાઇઝિરિયન ગેંન્ગના વધુ બે ઝડપાયા

ઈમેલ મારફતે ઈન્ક્મટેક્ષ રિફંડ આપવાની લાલચ આપી ભારતીય નાગરિકો સાથે કરોડોની ઠગાઈ કરનારી આંતરરાષ્ટ્રીય ગેંગ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડેલી ગેંગના વધુ બે નાઈઝિરિયન નાગરિકની સાયબર ક્રાઇમ બ્રાંચે મુંબઈથી ઝડપી પાડી નાઈઝિરિયન સરકારને જાણ કરી છે. ઉલ્લેખનીય છે કે, આ ગુનાનો ભેદ પ્રથમ વખત ભારતમાં અમદાવાદ સાયબર ક્રાઇમએ શોધી કાઢી ભારતના 70 ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.

ઇ-મેઇલ મારફતે લાખોની છેતરપિંડી કરનાર નાઇઝિરિયન ગેંન્ગના વધુ બે ઝડપાયા

ઉદય રંજન/અમદાવાદ: ઈમેલ મારફતે ઈન્ક્મટેક્ષ રિફંડ આપવાની લાલચ આપી ભારતીય નાગરિકો સાથે કરોડોની ઠગાઈ કરનારી આંતરરાષ્ટ્રીય ગેંગ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડેલી ગેંગના વધુ બે નાઈઝિરિયન નાગરિકની સાયબર ક્રાઇમ બ્રાંચે મુંબઈથી ઝડપી પાડી નાઈઝિરિયન સરકારને જાણ કરી છે. ઉલ્લેખનીય છે કે, આ ગુનાનો ભેદ પ્રથમ વખત ભારતમાં અમદાવાદ સાયબર ક્રાઇમએ શોધી કાઢી ભારતના 70 ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. 

પોલીસ ગિરફ્તમાં આવેલા નાઇઝીરીયન આરોપીઓના નામ છે. ઇફેન્ચી અમેચી અને ચીકા ગોડવિન બંને આરોપીઓની સાયબર ક્રાઇમ બ્રાંચે મુંબઈમાંથી ઝડપી પાડયા છે. બે દિવસ અગાઉ પણ પોલીસે મુંબઈમાંથી જ ત્રણ નાઈઝિરિયન સહિત સાત આરોપીઓની ધરપકડ કરી હતી. આ બંને આરોપીઓ પણ મુખ્ય આરોપી જે હાલ નાઇઝીરીયામાં છે. જેનું નામ ચાલ્સ છે તેના સાથે સીધા સંપર્કમાં હતા. ભારતીયો સાથે ઠગાઈ કરીને પૈસા નાઝીરીયા મોકલાવતા હતા.

રાજકોટ: હાઇ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ, એક યુવતિ સહિત ચારની ધરપકડ

આ તમામ નાઇઝીરીયાના આરોપીઓ સ્ટુડન્ટ વિઝા અને બિઝનેશ વિઝા પર ભારત આવે છે. અને ત્યાર બાદ સમય પૂરો થયા બાદ નાઇઝીરીયાથી ફેક પાસપોર્ટ અને વિઝા મંગાવી ભારતમાં રહીને ભારતીઓના પૈસા નાઇઝીરીયા પહોંચાડવાનું કામ કરતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સાયબર ક્રાઇમ બ્રાંચે નાઇઝીરીયા સુધી તપાસ શરુ કરી છે.  નાઇઝીરીયાની સરકારને લેખિતમાં જાણ કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, હજુ એક નાઈઝિરિયન ભારતમાં ફરાર ફરી રહ્યો છે. જેને શોધવા માટે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 

રાજ્ય સરકારને મહત્વનો નિર્ણય, ‘શાળામાં ભણાવતા શિક્ષક ટ્યુશન નહિ કરાવી શકે’

આરોપીઓ કઈ રીતે ગુનો આચરતા હતા ?
આરોપીઓ ગ્રાહકના ઈમેલ આઈડી પર એક ઈમેલ મોકલતા હતા. જેમાં ઇન્કમટેક્ષ રિફંડ મોકલવાનો મેસેજ મોકલતા હતા. સાથે જે એક લિંક આપેલી હોય જેમાં ક્લિક કરતા એક ઓનલાઇન ફોર્મ ખુલતું જેમાં સબમિટ કરતા એક TMOBILE નામની એક એપ્લિકેશનની લિંક આવતી હતી. જેના પર ક્લિક કરતા જ મોબાઈલ હેક થઇ હતી હતી. ત્યારબાદ નાઈઝિરિયન ગેંગ તમામ આઈડી પાસવર્ડ અને દસ્તવેજ ચોરી લઈ બેંકમાંથી ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરી લેતા અને અંતમાં બિટકોઈનના વોલેટમાં તમામ પૈસા ટ્રાન્સફર કરી લઈને નાઇઝીરીયામાં અથવા અન્ય દેશમાં પૈસા રોકડા કરી લેતા હતા. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More