Home> Gujarat
Advertisement
Prev
Next

સેલ્ફી ભારે પડી: નવસાડીના ખાપરીયા વિસ્તારમાં બે મિત્રો કેનાલમાં ડૂબ્યા

સેલ્ફી લેવા જતા બે યુવાનો નર્મદા નદીની મુખ્ય કેનાલમાં ડૂબ્યા હોવાના અહેવાલ મળ્યા હતા. નસવાડીના ખાપરિયા પાસે સેલ્ફી લેવા માટે ગયેલા બે યુવાનો નર્મદા કેનાલમાં પડ્યા હતા. કેનાલના ઢાળ ઉપર ઉભા રહીને સેલ્ફી લેતા વખતે બેલેન્સ ન રહેતા કેનાલમાં પડ્યા હતા. 
 

સેલ્ફી ભારે પડી: નવસાડીના ખાપરીયા વિસ્તારમાં બે મિત્રો કેનાલમાં ડૂબ્યા

જમીલ પઠાણ/છોટાઉદેપુર: સેલ્ફી લેવા જતા બે યુવાનો નર્મદા નદીની મુખ્ય કેનાલમાં ડૂબ્યા હોવાના અહેવાલ મળ્યા હતા. નસવાડીના ખાપરિયા પાસે સેલ્ફી લેવા માટે ગયેલા બે યુવાનો નર્મદા કેનાલમાં પડ્યા હતા. કેનાલના ઢાળ ઉપર ઉભા રહીને સેલ્ફી લેતા વખતે બેલેન્સ ન રહેતા કેનાલમાં પડ્યા હતા. 

છોટાઉદેપુર વિસ્તારના નસવાડીના ખાપરિયા વિસ્તારમાં રહેતા અદનાન અલ્તાફ મેમણ અને અમન ઇસ્માઇલ મેમણ નામના બે યુવકો નર્મદાની કેનાલમાં સેલ્ફી લેવા જતા બેલેન્સ બગડ્યું હતું અને એક યુવાન નર્મદા કેનાલમાં ડૂબ્યો હતો. એક મિત્રને બચાવા જતા બીજો મિત્ર પણ કેનાલમાં પડ્યો હતો.

સુરત કસ્ટોડિયલ ડેથ કેસ: ફરાર પીએસઆઈ ચિરાગ ચૌધરી અને કોન્સ્ટેબલ હરેશની ધરપકડ

બંન્ને યુવાનો કેનાલમાં ડૂબી જતા આજુબાજુના ગામના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા બંન્ને યુવાનોની શોધખોળ શરૂ કરી છે. નર્મદા કેનાલમાં ડૂબેલા બન્ને યુવકોની ઓળખાણ કરવાની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે. બંન્ને યુવાનો બાઇક લઇને આવ્યા હતા. તે બંન્ને બાઇક કેનાલ પર પડી છે. પોલીસે બાઇકના આધારે બંન્ને યુવાનોની ઓળખાણ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More