Home> Gujarat
Advertisement
Prev
Next

ભુજમાં દીવાલ ધરાશાયી થતાં બે બાળકોના મોત, એક બાળક ઈજાગ્રસ્ત


કચ્છના ભુજમાં ભારે પવનને કારણે એક દીવાલ ધરાશાયી થઈ હતી. આ દરમિયાન ત્યાં રમી રહેલા બે બાળકો તેમાં દટાયા હતા. દીવાલ ધરાશાયી થવાને કારણે બંને બાળકોના મોત થયા છે. 

ભુજમાં દીવાલ ધરાશાયી થતાં બે બાળકોના મોત, એક બાળક ઈજાગ્રસ્ત

રાજેન્દ્ર ઠક્કર, કચ્છઃ રાજ્યમાં બિપરજોય વાવાઝોડાનો ખતરો છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં મોટા પાયે વાવાઝોડું ત્રાટકી શકે છે. આ વચ્ચે ભુજમાં દીવાલ ધરાશાયી થતાં બે બાળકોના મોત થયા છે, જ્યારે એક બાળકને ઈજા પહોંચી છે. લખુરાઈ ચાર રસ્તા પર દીવાલ પડતા બે બાળકોના મોત થયા છે. બાળકો રમી રહ્યાં હતા ત્યારે અચાનક દીવાલ ધરાશાયી થઈ હતી. ભારે પવનને કારણે દીવાલ ધરાશાયી થઈ હોવાનું સામે આવ્યું છે. 

બે બાળકોએ ગુમાવ્યા જીવ
પ્રાપ્ત વિગત અનુસાર ભુજના લખુરાઈ ચાર રસ્તા પર બાળકો રમી રહ્યાં હતા આ દરમિયાન અચાનક દીવાલ ધરાશાયી થઈ હતી. દીવાલ નીચે દબાવાને કારણે બે બાળકોના મોત થયા છે. જ્યારે એક બાળકને ઈજા થઈ છે. બાળકોના પરિવારજનોએ કહ્યું કે ભારે પવનને કારણે દીવાલ ધરાશાયી થઈ છે. બંને બાળકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે જીકે જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

રાજકોટ જિલ્લામાં ઝાડ પડતા મહિલાનું મૃત્યુ
રાજ્યમાં સંભવિત વાવાઝોડાને કારણે સમગ્ર રાજ્યમાં ભારે પવન અને કેટલીક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં ભારે પવનને કારણે એક વૃક્ષ ધરાશાયી થયું હતું. આ વૃક્ષ રસ્તા પરથી પસાર થઈ રહેલાં એક બાઈક સવાર દંપત્તિ પર પડ્યું હતું. જેના કારણે મહિલાનું મોત થયું હતું. 

વાવાઝોડાના તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More