Home> Gujarat
Advertisement
Prev
Next

Breaking News: વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને જબરદસ્ત મોટો ફટકો, દિગ્ગજ નેતા પક્ષ સાથે છેડો ફાડશે

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા અને દિગ્ગજ નેતા જયરાજ સિંહ પરમારે આજે એક ટ્વીટ એવું કર્યું કે ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. અત્રે જણાવવાનું કે અગાઉ જયરાજ સિંહ પરમાર કોંગ્રેસ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. ત્યારે તેમના આ સૂચક ટ્વીટથી અનેક વાતો વહેતી થઈ છે. 

Breaking News: વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને જબરદસ્ત મોટો ફટકો, દિગ્ગજ નેતા પક્ષ સાથે છેડો ફાડશે

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા અને દિગ્ગજ નેતા જયરાજ સિંહ પરમારે આજે એક ટ્વીટ એવું કર્યું કે ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. અત્રે જણાવવાનું કે અગાઉ જયરાજ સિંહ પરમાર કોંગ્રેસ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. ત્યારે તેમના આ સૂચક ટ્વીટથી અનેક વાતો વહેતી થઈ છે. એવી પણ માહિતી મળી છે કે તેઓ આવતી કાલે કાર્યકરો જોગ પત્ર લખશે અને ત્યારબાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપશે. 

જયરાજ સિંહ પરમારની સૂચક ટ્વીટ
કોંગ્રેસના નેતા જયરાજ સિંહ પરમારે આજે ટ્વીટ કરીને કહ્યું છે કે આજે મહેસાણા રાજપદથી માતા બહુચરના આશીર્વાદથી...શરૂઆત બહુચરાજીથી... કોને ફિકર છે કે 'કબીલા'નું શું થશે? બધા એ જ વાત પર લડે છે કે 'સરદાર' કોણ હશે". 

ભાજપમાં જોડાશે!
મળતી માહિતી મુજબ જયરાજ સિંહ પરમાર આવતી કાલે કાર્યકરોને સંબોધતો પત્ર લખશે. કાર્યકર જોગ પત્ર લખ્યા બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપશે. સૂત્ર પાસેથી મળેલી માહિતી મુજબ રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. જયરાજસિંહ પરમારની કોંગ્રેસમાંથી વિદાયથી પક્ષને ચોક્કસપણે મોટો ફટકો પડી શકે છે. તેઓ ઘણા સમયથી કોંગ્રેસના નેતૃત્વથી નારાજ જોવા મળી રહ્યા હતા. 

કોંગ્રેસથી નારાજગી
એકબાજુ જ્યાં રાજ્યમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યાં કોંગ્રેસમાં આંતરિક વિખવાદ પણ જોવા મળી રહ્યો છે. એમાં પણ આજે દિગ્ગજ નેતા જયરાજ સિંહ પરમારની એક ટ્વીટના કારણે હવે સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું તેઓ હવે પંજાનો સાથ છોડશે? આ અગાઉ પણ તેમણે કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરી હતી તે જગજાહેર છે. તેમણે તાજેતરમાં જ એક ટ્વીટ કરીને કોંગ્રેસના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યો હતો. 

હાલમાં જ તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષ હંમેશા સંસદસભ્યો અને ધારાસભ્યો કેન્દ્રીત પક્ષ રહ્યો છે. કોંગ્રેસ પક્ષમાં સંગઠનના લોકોને ક્યાંય સ્થાન હોતું જ નથી. પછી સંગઠનનું મહત્વ ક્યાંથી વધે? તે સમયે તેમના આ ટ્વીટને કોંગ્રેસના નેતા મનહર પટેલે પણ સમર્થન આપ્યું હતું. મનહર પટેલે પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે મને ભયંકર ડર લાગી રહ્યો છે કે કઈ એવું ન બને કે ખરા સમયે સાચા કોંગ્રેસી યોદ્ધાઓ ઘરે ન બેસી જાય. બોટાદની જીલ્લા પંચાયતની ચૂંટણીમાં તમામ ફોર્મ રદ થયા કોણ જવાબદાર? તેમ છતાં પક્ષમાં કોઈ ગંભીર  ચર્ચા જ નહીં કોઈ ચિંતન નહી. માનનીય પ્રમુખશ્રી/પ્રભારી સહિતને કાગળ પર ધ્યાન દોર્યું છે. 

વધુ વિગતો માટે જુઓ Video

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More