Home> Gujarat
Advertisement
Prev
Next

બેફામ દોડતા ડમ્પરિયા, ખટારા અને તમામ ભારે વાહનો પર લાગશે લગામ! ગુજરાતમાં આજથી નવો નિયમ લાગૂ

New Rules For Havy Vehicals: સમગ્ર ગુજરાત રાજ્યમાં આજથી ભારે વાહનો માટેના નિયમોમાં કરી દેવામાં આવ્યો છે ધરખમ ફેરફાર. વધતા અકસ્માતોને રોકવા માટે વધુ કડક કરી દેવામાં આવ્યો છે નવો નિયમ.

બેફામ દોડતા ડમ્પરિયા, ખટારા અને તમામ ભારે વાહનો પર લાગશે લગામ! ગુજરાતમાં આજથી નવો નિયમ લાગૂ

Havy Vehicals Rules Change: છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતમાં ભારે વાહનોને કારણે અકસ્માત અને અકસ્માતમાં મોતનું પ્રમાણ ખુબ વધ્યું છે. ત્યારે સરકાર દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લઈને નવા નિયમો લાગૂ કરી દેવામાં આવ્યાં છે. નવા નિયમો ખુબ કડક બનાવવામાં આવ્યાં છે. બે લગામ બનેલા ભારે વાહનોની રફતાર પર રોક લગાવવા અને અકસ્માતોને અટકાવવા માટે સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. 

નવા નિયમાનુસાર આજથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વાહનોની અવરજવર માટેનો નિયમ બદલાઈ જશે. રાજ્યભરમાં ભારે વાહનો માટે આજથી ઓટોમેટેડ ટેસ્ટિંગ ફરજિયાત રહેશે. ઓટોમેટેડ ટેસ્ટિંગ વિનાના વાહનો રસ્તા પર દોડતા દેખાશે તો એ ગંભીર ગુનો ગણાશે. પીપીપી ધોરણે 39 ઓટોમેટેડ ટેસ્ટિંગ કાર્યરત કરીને ભ્રષ્ટાચારને ડામવા માટે પણ તંત્ર દ્વારા મોટો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. 

ગુજરાત રાજયમાં થતા અકસ્માતોમાં ટ્રક, ડમ્પર બિલ્ડીંગ કન્સ્ટ્રકશનમાં વપરાતું મિકસર સહિતના સાધનો મોટાભાગે રાહદારીઓ અને ટુ- વ્હીલરવાળાને અડફેટે લેતા હોય છે. જેના પરિણામે કેટલીય વખત આ વાહનોની બોડીને લઈને પ્રશ્નો ઉઠયા છે તેવું વાહન વ્યવહાર વિભાગના સુત્રોનું કહેવું છે. સુત્રોએ ત્યાં સુધી કહ્યું કે,બોડી ફિટર્નસમાં ચાલતી અનિયમિતતાને દૂર કરીને ભ્રષ્ટાચારને ડામવા માટે ઓટોમેટેડ બોડી ફિટનેશ સેન્ટર શરૂ કરવામાં આવ્યાં છે. આથી તા. 12 જુનથી રાજયના 39 ફિટનેસ સેન્ટરને મંજૂરી આપવામાં આવી છે અને આ ફિટનેસ સેન્ટર શરૂ કરી દેવામાં આવ્યા છે તેમ સુત્રોનું કહેવું છે. હવે તમામ કોમર્શીયલ વાહનોએ જેવા કે,બસ,લકઝરી બસ,ટેક્સી, ડમ્પર,ટ્રક તમામ ટ્રાન્સપોર્ટ સહિતના વાહનોએ ઓટોમેટેડ ટેસ્ટીંગ ફરજીયાત કરાવવાનું રહેશે.

રીક્ષા,એમ્બ્યુલન્સ,સ્કૂલ બસ,થ્રી વ્હીલર સહિતના વાહનોના ફિટનેસ માટે રાજયમાં વિવિધ 39 ઓટોમેટેડ ફિટનેસ સેન્ટર ખોલવામાં આવ્યા છે. આ સેન્ટરમાં રાજય સ૨કારે આ સેન્ટર પીપીપી ધોરણે ખોલ્યા છે. આ સેન્ટરની યાદી વાહન વ્યવહાર વિભાગના વાહન પોટર્લ પર ઉપલબ્ધ કરાવવાનું વાહન વ્યવહાર વિભાગના સુત્રોએ કહ્યું હતું. અત્યાર સુધી આ વાહનોને ફિટનેસ સર્ટીફિકેટ સંલગ્ન આરટીઓ કચેરીથી જ મળતું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More