Home> Gujarat
Advertisement
Prev
Next

Bharuch: આમોદ નજીક ટ્રક અને બાઇક વચ્ચે થયો અકસ્માત, પિતા-પુત્રએ ગુમાવ્યો જીવ

ઘમણાંદ ગામના રહેવાસી પિતા પુત્ર સહિત પૌત્ર આમ એક જ ઘરના ત્રણ વ્યક્તિઓ કોઈ કામસર બાઈક લઈને અમોદ ખાતે ગયા હતા જે અમોદથી ઘરે પરત ફરતી વેળાએ ગંભીર અકસ્માત સર્જાયો હતો.

Bharuch: આમોદ નજીક ટ્રક અને બાઇક વચ્ચે થયો અકસ્માત, પિતા-પુત્રએ ગુમાવ્યો જીવ

ભરત ચુડાસમા, ભરૂચ: આમોદ (Amod) થી પાંચ કિલોમીટરના અંતરે આવેલ રોંઢ ગામ પાસે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં પિતા પુત્રનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત (Death) નિપજવા પામ્યું હતું. એક જ પરિવારના બે મોભીના મોતથી પરિવાર સહિત ગામમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું. ઘમણાંદ ગામના રહેવાસી પિતા પુત્ર સહિત પૌત્ર આમ એક જ ઘરના ત્રણ વ્યક્તિઓ કોઈ કામસર બાઈક લઈને અમોદ ખાતે ગયા હતા જે અમોદથી ઘરે પરત ફરતી વેળાએ ગંભીર અકસ્માત સર્જાયો હતો.

Gujarat માં ભારે વરસાદની ચેતવણી: હથનુર ડેમના 41 દરવાજા ખોલ્યા, તાપીના આ ગામોમાં એલર્ટ જાહેર

બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઘમણાંદ ગામના એકજ પરિવારના 3 સભ્યો બાઈક ઉપર સવાર થઈ આમોદથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તે વેળાએ રોંઢ ગામ નજીક ટ્રક ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. 

અકસ્માત (Accident) ને પગલે પિતા-પુત્રના ઘટના સ્થળેજ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. તેમજ અન્ય એકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને 108 મારફતે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો. બનાવને પગલે લોક ટોળા પણ ઉમટી પડ્યા હતા. 

Konkan Railway પર ભૂસ્ખલનને કારણે અમદાવાદથી પસાર થતી આ ટ્રેનો થઇ પ્રભાવિત, જુઓ યાદી

તેમજ ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ (Amod Police) નો કાફલો પણ દોડી આવ્યો હતો. પોલીસે મૃતકનો કબજો મેળવી PM અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. એકજ પરિવારના બંને મોભી ગુમાવનાર પરિવાર જનોમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી તેમજ ઘમણાંદ ગામમાં પણ શોકનો માહોલ છવાયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More