Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના 3 પ્રસિદ્ધ યાત્રાધામ થ્રી-લેયર્ડ સુરક્ષામાં, આતંકી હુમલાનો ડર

Terror Alert : આતંકી સંગઠન અલકાયદાની હુમલાની ધમકી બાદ ગુજરાતનું તંત્ર એલર્ટ.... દ્વારકા, સોમનાથ અને અંબાજી મંદિરમાં ગોઠવાઈ થ્રી લેયર સુરક્ષા... ભીડભાડવાળી જગ્યાઓ પર ખાસ નજર...
 

ગુજરાતના 3 પ્રસિદ્ધ યાત્રાધામ થ્રી-લેયર્ડ સુરક્ષામાં, આતંકી હુમલાનો ડર

ગાંધીનગર :આતંકવાદી સંગઠન અલકાયદાએ દેશમાં હુમલાની ધમકી આપ્યા બાદ ગુજરાતભરમાં એલર્ટ અપાયું છે. ત્યારે ગુજરાતના પ્રખ્યાત મંદિરોને ટાર્ગેટ ન બનાવાય તે માટે તેની સુરક્ષા વધારી દેવામાં આવી છે. દ્વારકા મંદિર બાદ હવે સોમનાથ મંદિર અને અંબાજી યાત્રાધામમાં સુરક્ષા કર્મચારીઓ વધારી દેવાયા છે. સુરક્ષાને લઈ ત્રણેય મંદિરોમાં SRP, QRT, મંદિર અલાયદા સધન સુરક્ષા સ્ટાફ, GISF તેમજ હોમગાર્ડના જવાનો તૈનાત કરાયા છે. 

અલકાયદા દ્વારા આંતકી હુમલાની ધમકી અપાયા બાદ આઈબીના ઈનપુટ અહેવાલના પગલે ગુજરાત રાજ્યની સરહદો ઉપર સતત એલર્ટ કરાયા બાદ ગુજરાતના મોટા યાત્રધામોમાં પણ સુરક્ષા કડક કરી દેવામાં આવી છે, યાત્રાધામ અંબાજી ગુજરાત નહીં પણ દેશનું પ્રખ્યાત શક્તિપીઠ છે. જ્યાં આ ધમકીના પગલે તમામ સુરક્ષા કર્મીઓને અલર્ટ કરી દેવાયા છે. અંબાજી મંદિરમાં સુરક્ષા કર્મીઓ દ્વારા પ્રવેશતા યાત્રિકોને તપાસ કરી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. અંબાજી મંદિર પરિષરમાં મંદિરની સુરક્ષાને લઈ SRP, QRT મંદિર અલાયદા સધન સુરક્ષા સ્ટાફ, GISF તેમજ હોમગાર્ડના જવાનો હાલ ફરજ બજાવી રહ્યા છે. તેમના તમામ પોઇન્ટ ઉપર અંબાજી પોલીસ દ્વારા સુપરવિઝન કરી એલર્ટ રહેવા તાકીદ કરવામાં આવી છે. 

આ પણ વાંચો : AAP નું નવું સંગઠન જાહેર, ઈશુદાન ગઢવી અને ઈન્દ્રનીલ રાજ્યુગુરુને મોટો હોદ્દો સોંપાયો

અંબાજી મંદિરમાં અત્યાધુનિક હથિયારો સાથે પોલીસ સધન સુરક્ષા કરી રહી છે, ને કોઈ પણ જાત નો અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંપૂર્ણ તકેદારી રાખવા તમામ સ્ટાફૉને સ્ટેન્ડબાય રહી સતર્ક રહેવા કડક સૂચનાઓ કરવામાં આવી છે. એટલું જ નહીં અંબાજી મંદિર પરિષરમાં હાઇ ડેફિનેશન વાળા 100 જેટલા CCTV કેમેરા કાર્યરત કરાયા છે. તેમનું પણ પોલીસ દ્વારા સતર્ક મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. હાલ તબક્કે અંબાજી મંદિર પરિષરમાં કોઈ નવો સ્ટાફ ડિપ્લોય કરાયો નથી, પણ જરૂર પડશે તો વધુ સ્ટાફ પણ તૈનાત કરવામાં આવશે તેવુ મંદિરના સુરક્ષા ઈન્ચાર્જ પીકે લિંબાચીયાએ જણાવ્યું. 

આ પણ વાંચો : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ડાંગની પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ

તો સાથે જ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારો કરાયો છે. રાજ્યમાં ત્રાસવાદી હુમલાની શક્યતાઓને અનુલક્ષીને સોમનાથ મંદિરની સુરક્ષા વધારાઈ છે. સોમનાથ મંદિર સુરક્ષાના વડા નાયબ પોલીસ અધિક્ષક એમ.એમ.પરમારે સુરક્ષામાં ધરખમ વધારો કર્યો છે. સોમનાથ મંદિરની સુરક્ષામાં ડીવાયએસપી પોલીસ ઇન્સ્પેક્ટર પી.એસ.આઇ સહિતના અધિકારીઓ સાથે લોકરક્ષક જીઆરડી અને srp ની બટાલિયન તૈનાત કરાઈ છે. સોમનાથ મંદિર સુરક્ષા માટે સ્પેશ્યલ ડોગ સ્કવોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તૈનાત કરાયા છે. સાથે જ વોચ ટાવર પર સ્નાઇપર ગન સાથે જવાનો તૈનાત કરાયા છે. સોમનાથ મંદિર પરિસરમાં ચકલી પણ ન ફરકી શકે તેટલી સજજડ સુરક્ષા વ્યવસ્થા મૂકાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More