Home> Gujarat
Advertisement
Prev
Next

ગાંધીનગરના દરોડા બાદ અમદાવાદ પોલીસ કમિશનર બગડ્યા : એકસાથે 1,472 પોલીસ કર્મીની બદલી

Transfer Order : અમદાવાદ પોલીસ બેડામાં એક ઝાટકે 1,472 કોન્સ્ટેબલની બદલી:સાત દિવસમાં બદલીના સ્થળે હાજર થઈને અમદાવાદ પોલીસ કમિશનર કચેરીએ જાણ કરવાની રહેશે

ગાંધીનગરના દરોડા બાદ અમદાવાદ પોલીસ કમિશનર બગડ્યા : એકસાથે 1,472 પોલીસ કર્મીની બદલી

Ahmedabad Police : વિવિધ કેસમાં બદનામી વ્હોરી લીધા બાદ હવે અમદાવાદ પોલીસમાં બદલીનો ગંજીફો ચિપાયો છે. અમદાવાદ શહેર પોલીસમાં મોટાપાયે બદલી કરવામાં આવી છે. એકસાથે 1472 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. 6 વર્ષથી એક જ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. 7 દિવસમાં તમામને બદલી વાળી જગ્યા પર હાજર થવા આદેશ કર્યો છે. ગાંધીનગરના દરોડા બાદ પોલીસ કમિશ્નરે ગઈકાલે જ એક પરિપત્ર કરી પોલીસ અધિકારીઓને પોતાના વિસ્તારમાં દારૂ અને જુગારની બદીને કાબૂમાં લેવા માટે આદેશ કર્યો હતો. ગાંધીનગરથી એસએમસીના દરોડાના ગણતરીના કલાકોમાં જ પોલીસ કમિશ્નરે સાગમટે પોલીસ કર્મચારીઓની બદલી કરી દઈ તવાઈ બોલાવી છે. 

ચૂંટણી પહેલા મોટું એક્શન
અમદાવાદ પોલીસ કમિશનરે તાત્કાલિક અસરથી શહેરમાં એક જ પોલીસ સ્ટેશનમાં 6 વર્ષ કે તેથી વઘુ સમયથી ફરજ બજાવતા 1,472 કોન્સ્ટેબલની બદલી કરી દીધી છે. શહેર પોલીસ કમિશનરે જી.એસ મલિકે કરેલા હુકમ પ્રમાણે શહેરમાં બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલની બદલી કરાઈ છે. કમિશનરના હુકમ પત્રકમાં એવું પણ કહેવાયું છે કે, સંબંધિત અધિકારીએ કોઈપણ જાતનો ઊલટ પત્રવ્યવહાર કર્યા સિવાય બદલી થયેલા કર્મચારીઓએ સાત દિવસમાં બદલીના સ્થળે હાજર થઈને પોલીસ કમિશનર કચેરીએ જાણ કરવાની રહેશે.

ગુજરાતમાં રિડેવલપમેન્ટ માટે દાદાની સરકારનો મોટો નિર્ણય : મકાન ધારકોને મળી આ રાહત

 

અમદાવાદ પોલીસની છબી છેલ્લા કેટલાક કિસ્સાઓને કારણે ખરડાઈ ગઈ છે. આવામાં લાંબા સમયથી આંતરિક બદલી થઈ રહી ન હતી, જેથી ચૂંટણી પહેલા જ કમિશનર દ્વારા બદલીના આદેશ આપતા પોલીસ બેડામાં ચર્ચા શરૂ થઈ છે. એક સાથે પોલીસ કર્મચારીઓની બદલીને પગલે કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ છે.

જામનગરમાં રાધિકા-અનંતના ભવ્ય પ્રી-વેડિંગની મજા બગાડી શકે છે વરસાદ, આવી છે આગાહી

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More