Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં કુલ 38 કોરોના પોઝિટિવ કેસ, મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન કરવા સરકારની અપીલ

આરોગ્ય મંત્રી જયંતિ રવીએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા ગુજરાતમાં કોરોનાના નવા પોઝિટિવ કેસનો આંકડો જાહેર કર્યો છે. બુધવારના અપડેટ મુજબ, ગુજરાતમાં કોરોના પોઝિટિવના દર્દીનો આંકડો 38 કેસ પર પહોંચ્યો છે. જેમાં અમદાવાદમાં 14, સુરતમાં 7, રાજકોટમાં 3, વડોદરામાં 7, ગાંધીનગરમાં 6 અને કચ્છમાં 1 કેસ છે. 

ગુજરાતમાં કુલ 38 કોરોના પોઝિટિવ કેસ, મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન કરવા સરકારની અપીલ

ઝી મીડિયા/બ્યૂરો :આરોગ્ય મંત્રી જયંતિ રવીએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા ગુજરાતમાં કોરોનાના નવા પોઝિટિવ કેસનો આંકડો જાહેર કર્યો છે. બુધવારના અપડેટ મુજબ, ગુજરાતમાં કોરોના પોઝિટિવના દર્દીનો આંકડો 38 કેસ પર પહોંચ્યો છે. જેમાં અમદાવાદમાં 14, સુરતમાં 7, રાજકોટમાં 3, વડોદરામાં 7, ગાંધીનગરમાં 6 અને કચ્છમાં 1 કેસ છે. ગઈકાલે રાજ્યમાં પાંચ કેસ આવ્યા હતા. જેમાં દૂબઈ ટ્રાવેલ હિસ્ટ્રીનો એક કેસ હતો, અને એક લોકલ ટ્રાન્સમિશનનો કેસ હતો. જ્યારે નવા ત્રણ કેસમાં એક કેસ અમદાવાદની મહિલાનો દૂબઈ ટ્રાવેલ હિસ્ટ્રીનો છે, અન્ય બે સુરત અને વડોદરાના લોકલ ટ્રાન્સમિશનના છે.

નવરાત્રિના પહેલા દિવસે આવ્યા ખુશખબર, અમેરિકામાં તૈયાર થઈ Corona virusની દવા 

કોરોનાના આજના અપડેટ

  • 211 ક્વોરેન્ટાઈન સુવિધા હાલ ગુજરાત સરકાર પાસે છે. 
  • 20,688 ક્વોરેન્ટાઈનમાં છે. 
  • 430 સરકારી ક્વોરેન્ટાઈનમાં છે. 
  • 20220 હોમ ક્વોરેન્ટાઈનમાં છે.
  • 38 લોકો પ્રાઈવેટ ફેસેલિટીમાં છે. 
  • ક્વોરેન્ટાઈનો ભંગ કરનારા 147 લોકો સામે એફઆઈઆર દાખલ કરાઈ છે. 
  • સવાર સુધી 1 કરોડ 7 લાખ લોકોનો સરવે પૂરો કરાયો છે 

લોકો મુખ્યમંત્રી રાહત ફંડમાં સહાય કરે 
તેમણે કહ્યું કે, લોકડાઉન બાદ રાતથી ગુજરાતભરના અનેક લોકોના સહકાર મળ્યો છે. ફંડ માટે દાન આપવા અનેક લોકોએ તૈયારી બતાવી છે. અમે અપીલ કરીએ છીએ કે, ઉદાર હાથે આર્થિક સહાય કરો. મુખ્યમંત્રી રાહત ફંડ (કોરોના) માટે કોન્ટ્રીબ્યૂટ કરશો. 21 દિવસનું લોકડાઉન કર્યું છે. આ લોકડાઉનનો હેતુ કોવિડ-19ને ફેલાવવાની શક્તિ તોડવાની છે. જેટલું સોશિયલ ડિસ્ટન્સીંગ રાખીશું, તે માટે લોકડાઉનની વ્યવસ્થા કરી છે. હેલ્થ ડિપાર્ટમેન્ટ સરવેની કામગીરી કરે. 

ભારત કરતા પણ કોરોના વાયરસની કામગીરી માટે આ દેશના થયા છે સૌથી વધુ વખાણ

ચૈત્રી નવરાત્રિનો ઉપવાસ ભૂખ્યા પેટે ન કરવાની સલાહ
આરોગ્ય સચિવે જણાવ્યું કે, કોરોટાઈનનો ભંગ થયો છે તેવા 147 વ્યક્તિઓ સામે ફરિયાદ કરાઇ છે. ગુજરાતમાં 1 કરોડ 7 લાખનો સરવે પૂરો કરવામાં આવ્યો છે. કેટલાક લોકોનું ટેલિફોનિક સર્વે પણ કરવામાં આવ્યો છે. હેલ્પલાઇન નંબર 104માં ૧૫૦૦૦થી વધુ કોલ દરરોજ મળે છે. ૨૦૦થી વધુ વ્યક્તિઓને હેલ્પ લાઇનમાં કામે લગાડયા છે. સરકારી હોસ્પિટલમાં વેન્ટિલેટર 609 છે અને ખાનગી હોસ્પિટલ પાસે 1500 જેટલા વેન્ટિલેટર છે. 104 હેલ્પલાઇન નંબર પર ફોન કરતા પોતાના વિસ્તારમાં કઈ જગ્યાએ ચાલી રહી છે તેની જાણકારી દર્દીઓને મળશે. ચૈત્રી નવરાત્રી ઉપવાસ કરવાની વાત હોય છે પણ ભૂખ્યા પેટે ન જવાય એ વધારે સારું એવું નિષ્ણાતોનું માનવું છે તેવુ પણ તેમણે જણાવ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More