Home> Gujarat
Advertisement
Prev
Next

પેટાચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ, પણ એ પહેલા કરજણ બેઠક પર કોંગ્રેસના અગ્રણી ભાજપમાં જોડાયા

પેટાચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ, પણ એ પહેલા કરજણ બેઠક પર કોંગ્રેસના અગ્રણી ભાજપમાં જોડાયા
  • ચૂંટણીના પડઘમ શાંત થતા આજે ઉમેદવારો ઘરે ઘેર જઈને મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવશે.
  • કોવિડના કારણે એક મતદાન મથકમાં 1500 ની જગ્યાએ 1 હજાર મતદારો મતદાન કરશે

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતની 8 બેઠકો પર આવતીકાલે પેટાચૂંટણીનો જંગ ખેલાશે. ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી (byelection) માં આંઠ બેઠકો માટે આવતીકાલે મંગળવારે મતદાન થશે. ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. આજે ઉમેદવારો ડોર ટુ ડોર સર્વે કરી મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવશે. મહત્વની માહિતી એ છે કે, પેટાચૂંટણીના એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આવામા પેટાચૂંટણીના 24 કલાકના મહત્વના અપડેટ્સ પર એક નજર કરીએ.... 

આ પણ વાંચો : દિવાળી પહેલા ભક્તો માટે પાવાગઢ મંદિરથી આવ્યા ખુશીના સમાચાર 

8 બેઠકોની મહત્વની માહિતી.... 

  • પેટાચૂંટણીમાં કુલ 18 લાખ 75 હજાર 32 મતદારો નોંધાયેલા છે. 
  • જેમાં પુરુષ મતદારો 9 લાખ 69 હજાર 834 અને 
  • મહિલા મતદારો 9 લાખ 5 હજાર 170 મતદારો નોંધાયેલા છે.  
  • 1807 મતદાન સ્થળો માં 3024 મતદાન મથકો મા થશે મતદાન
  • કુલ 81 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ
  • 419 માઈક્રો ઓબ્ઝરવરની નિમણૂક 
  • 900 મતદાન મથકો પરથી વેબકાસ્ટિંગ થશે
  • 8 જનરલ ઓબ્ઝરવર અને 8 ખર્ચ ઓબ્ઝરવરની નિમણૂંક 

આ પણ વાંચો : અચાનક તમારો ફોન પાણીમાં પડે તો...? શું કરવું તેના કરતા શું ન કરવુ તે જાણવા જેવુ છે  

કોરોના પછી ગુજરાતમાં પ્રથમ ચૂંટણી, ખાસ ધ્યાન રખ્યું 
કોરોના આવ્યા બાદ ગુજરાતની આ પ્રથમ ચૂંટણી છે. આવામાં સંક્રણણ ન ફેલાય તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ છે. કોવિડના કારણે એક મતદાન મથકમાં 1500 ની જગ્યાએ 1 હજાર મતદારો મતદાન કરશે. કોવિડના કારણે 3400 થર્મલ ગન, 41 હજાર N95 માસ્ક, 82 હજાર ડિસ્પોઝેબલ માસ્ક, 41 હજાર ફેસ શિલ્ડ, 41 હજાર હેન્ડ રબર ગ્લોવસ તથા મતદારો માટે 21 લાખ પોલિથીન ગ્લોવ્ઝની ખરીદી કરવામાં આવી છે. તો માસ્ક વગરના મતદારો માટે 3 લાખ માસ્ક પોલિંગ સ્ટાફને અપાશે. કોવિડ 19 પોઝિટિવ અને શંકાસ્પદ મતદારો માટે 8 હજાર PPE કીટ ઉપલબ્ધ થશે. 

પેટાચૂંટણી પહેલા કરજણમાં કોંગ્રેસને મોટો ફટકો
કરજણ વિધાનસભા પેટાચૂંટણીના મતદાન પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના અગ્રણી અને બરોડા ડેરીના પૂર્વ ડિરેક્ટર જગદીશ પટેલ ચૂંટણીના ગણતરીના કલાકો પહેલા ભાજપમાં જોડાયા છે. જગદીશ પટેલ શિનોર એપીએમસીના પૂર્વ ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે. તેઓએ મંત્રી જયદ્રથસિંહ પરમાર, સાંસદ મનસુખ વસાવા અને પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો છે. જગદીશ પટેલે પણ પેટાચૂંટણીમાં કોંગ્રેસમાંથી ટિકીટ માંગી હતી, ટિકિટ ન મળતા નારાજ જગદીશ પટેલે ચૂંટણી પહેલા ભાજપની વાટ પકડી છે. 

તો બીજી તરફ, સવારથી જ ચૂંટણી પંચ દ્વારા તમામ બેઠકો પર મશીનરીથી લઈને અન્ય સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે. ઈવીએમ અને વીવીપેટ રવાના કરી દેવાયા છે. મોરબી માળિયાની પેટાચૂંટણી માટે મશીનરી રવાના કરાઈ છે. મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પોલિટેકનીક કોલેજેથી ઇવીએમ અને વીવીપેટ રવાના કરાયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More