Home> Gujarat
Advertisement
Prev
Next

આજથી અંબાજીમાં શરૂ થશે સદાવ્રત, દર વર્ષે 20 લાખ શ્રદ્ધાળુઓ કરે છે ભોજન પ્રસાદ ગ્રહણ

આ ઐતિહાસિક વ્યવસ્થા આજથી 14 જૂને સૌ પ્રથમ 11 કુંવારી કન્યાઓ ને જમાડી સદાવ્રતનો શુભારંભ કરાશે. જેના માટેની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

આજથી અંબાજીમાં શરૂ થશે સદાવ્રત, દર વર્ષે 20 લાખ શ્રદ્ધાળુઓ કરે છે ભોજન પ્રસાદ ગ્રહણ

પરખ અગ્રવાલ, અંબાજી: યાત્રાધામ અંબાજી (Ambaji) માં અંબાજી મંદિર (Ambaji Temple) દેવસ્થાન ટ્રસ્ટ એક ઐતિહાસિક નિર્ણય લઈ વર્ષોથી ચાલતી અંબિકા ભોજનાલય (Ambika Bhojanalay) માં આજથી 14 જૂનથી તમામ યાત્રિકો ને નિઃશુલ્ક ભોજન આપવા સદાવ્રત શરૂ કરી રહ્યું છે. મંદિર ટ્રસ્ટ આ ભોજનાલયમાં દર વર્ષે 18 થી 20 લાખ શ્રદ્ધાળુઓને ટોકન દરે ભોજન પ્રસાદ પીરસતું હતું. 

મંદિર ટ્રસ્ટે રૂપિયા બે ના ટોકન દરે ભરપેટ ભોજન આપવાની આ વ્યવસ્થા શરૂ કરી હતી. જે આજની ભારે મોંઘવારીને કપરાકાળમાં પણ માત્ર રૂપિયા 16ના રાહત દરે ભરપેટ ભોજન યાત્રિકોને જમાડ્યું છે ને હવે જય જલિયાણ ફાઉન્ડેશન (jaliyan foundation) ના સહયોગથી માઇભક્તોને કોઈ પણ જાતના ચાર્જ લીધા વગર નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા શરૂ કરવા જઈ રહ્યું છે. જેની તમામ વ્યવસ્થાઓ સજ્જ કરી દેવામાં આવી છે. 

ફોઈના બેસણામાં આવેલા અંકલેશ્વરના પરિવારને નડ્યો અકસ્માત, 2 બાળકો સહિત 3ના મોત

હાલ તબક્કે આ ભોજનાલયમાં બે ટાઈમ સવાર સાંજ સવારે 10 થી 3.30 સુધી અને સાંજે 6 થી રાત્રીના 10 વાગ્યા સુધી ભક્તોને વિનામૂલ્યે ભરપેટ ભોજન પ્રસાદ જમાડવામાં આવશે. આ ભોજનાલયમાં બે વિશાળ હોલમાં યાત્રિકોને જમવાની વ્યવસ્થા કરાઈ છે.

જેમાં 400 યાત્રિકો એકસાથે જમી શકે છે. પણ કોરોના ગાઇડલાઇનને લઈ સોશિયલ ડિસ્ટન્સ (Social distancing) જળવાઈ રહે તે માટે 50 ટકા લોકોને બેસાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જે જોતા એક સમયની ભોજન વ્યવસ્થામાં 3500 જેટલા ભક્તો ભોજનનો લાભ લઈ શકશે.

પહેલી વેવ કરતાં બીજી વેવમાં અમદાવાદમાં વધ્યા 16 ગણા કેસ, ત્રીજી વેવમાં કરવી પડશે આવી તૈયારીઓ

ભોજનમાં સવારે રોટલી શાક દાળભાતને પાપડ તો સાંજે કઢી ખીચડી ભાખરી શાકને ફરસાણ પીરસવામાં આવશે. સાથે જ રવિવાર અને પૂનમે મિસ્ટાનનો પ્રસાદ પણ અપાશે. જેના માટે ખાસ કરીને યાત્રિકોના ઘસારાને પહોંચી વળવા ભોજન બનાવા માટેના ઓટોમેટિક સાધનો પણ તૈયાર કરવામાં આવ્યા છે.

જેમ વીરપુર (Virpur) ના જલારામ મંદિર (Jalaram Temple) એ સદાય સદાવ્રત ચાલે છે. તે રીતે હવે યાત્રાધામ અંબાજી (Ambaji) માં પણ જલારામના ભક્ત એવા જય જલિયાણ ફાઉન્ડેશન (jaliyan foundation)  દ્વારા સંચાલન કરાશે. આ ઐતિહાસિક વ્યવસ્થા આજથી 14 જૂને સૌ પ્રથમ 11 કુંવારી કન્યાઓ ને જમાડી સદાવ્રતનો શુભારંભ કરાશે. જેના માટેની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More