Home> Gujarat
Advertisement
Prev
Next

તાન્યા મર્ડર કેસનો ચુકાદો : પટેલ પરિવારના ત્રણેય સદસ્યોને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

Tanya abduction murder case : 22 વર્ષના મીત પટેલના માથે દેવુ થઈ ગયુ હતુ, તેથી તેણે પરિવારજનો અને મિત્રોના મદદથી તાન્યાનું અપહરણ રચીને ખંડણી માંગવાનો પ્લાન બનાવ્યો હતો. માસુમ તાન્યાનું અપહરણ કરીને 70 ફુટ ઉંચેથી મહીસાગર નદીમાં ફેંકીને નિર્મમ હત્યા કરાઈ હતી

તાન્યા મર્ડર કેસનો ચુકાદો : પટેલ પરિવારના ત્રણેય સદસ્યોને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
  • નડિયાદના ચકચારી તાન્યા અપહરણ-હત્યા કેસમાં આવ્યો ચુકાદો
  • આરોપી મિત પટેલને નડિયાદ કોર્ટે દોષિત ઠેરવ્યો
  • 2017માં 7 વર્ષની બાળકી તાન્યાનું ખંડણીના ઈરાદે થયું હતું અપહરણ

બુરહાન પઠાણ/ખેડા :2017 માં બનેલ નડિયાદનો ચકચારી માસૂમ તાન્યા અપહરણ અને હત્યા કેસમા આજે નડિયાદ સેશન્સ કોર્ટનો ચુકાદો આવ્યો છે. કોર્ટે આરોપી મિત પટેલને દોષિત ઠેરવ્યો છે. નડિયાદમાં તાન્યા અપહરણ-હત્યા કેસમાં આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ત્રણેય દોષિતોને આજીવન કેદની સજાનું એલાન કરવામાં આવ્યું છે. હત્યારા મિત પટેલ, જીગીશા પટેલ, ધ્રુવ પટેલને આજીવન કેદની સજા થઈ છે. તો ત્રણેય દોષિતો હવે જીવે ત્યાં સુધી જેલમાં ડજ રહેશે. આ ઉપરાંત ચાર લાખ રૂપિયાનું વળતર ચૂકવવા પણ કોર્ટે આદેશ કર્યો છે. ચુકાદા બાદ તાન્યાના દાદીએ ભાવુક થઈને કહ્યું કે, હત્યારાઓનો ફાંસીની સજા થવી જોઈતી હતી. સાત વર્ષની માસૂમ તાન્યાનું તેના પાડોશમાં જ રહેતા પરિવારે અપહરણ કરી હત્યા કરી હતી. આ મામલે નડિયાદ પશ્ચિમ પોલીસે કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપી મીત પટેલના માથે લાખોનું દેવું થઈ જતાં તેણે સમગ્ર કાવતરું રચ્યું હતું. માસુમ તાન્યાનું અપહરણ કરીને 70 ફુટ ઉંચેથી મહીસાગર નદીમાં ફેંકીને નિર્મમ હત્યા કરાઈ હતી. 

18 સપ્ટેમ્બર 2017 ના રોજ માસુમ તાન્યા જ્યારે તેના ઘર પાસે રમી રહી હતી, ત્યારે તેનું અપહરણ કરી બાદમાં હત્યા કરવામાં આવી હતી. તાન્યા તેના દાદી સાથે નડિયાદમાં એકલી રહેતી હતી. તાન્યાના માતપિતા વર્ષોથી લંડનમાં રહેતા હતા. 18 સપ્ટેમ્બર, 2017 ના રોજ રાત્રે 8 વાગ્યાની આસપાસ તાન્યાનું અપહરણ કરવામાં આવ્યુ હતું. સમગ્ર કૌભાંડમાં તાન્યાના પાડોશી મિત પટેલનું સંડોવણી ખૂલી હતી. તેણે 15 દિવસ પહેલા જ તાન્યાના અપહરણનું કાવતરુ રચ્યુ હતું. 22 વર્ષના મીત પટેલના માથે દેવુ થઈ ગયુ હતુ, તેથી તેણે પરિવારજનો અને મિત્રોના મદદથી તાન્યાનું અપહરણ રચીને ખંડણી માંગવાનો પ્લાન બનાવ્યો હતો. 

આ પણ વાંચો : આજે શ્રીકૃષ્ણ-રુકમણીના લગ્ન, માધવપુરવાસીઓ જાનૈયા બનશે, હજારો વર્ષોની પરંપરા પાછળ છે ભવ્ય ઈતિહાસ 

તાન્યાના માતાપિતા લંડનથી રૂપિયા મોકલતા હતા તે વાતની તેને જાણ હતી. તેથી તેણે સમગ્ર ષડયંત્ર રચ્યુ હતું. તેણે બે મિત્રો કૌશલ પટેલ અને અજય વસાવાની સાથે મળીને પ્લાન બનાવ્ય હતો. જેમાં તેના માતા અને ભાઈની સંડોવણી પણ હતી. મીત પટેલે તાન્યાનું અપહરણ કરીને તેને આણંદમાં લઈ ગયો હતો, બાદમાં આઈસ્ક્રીમ ખવડાવ્યા બાદ વાસદ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં તેને ફેંકી દીધી હતી. આ બાદ તે ઘરે આવી ગયો હતો અને સોસાયટીના અન્ય રહીશોની મદદમાં આવીને તાન્યાની શોધખોળનું નાટક પણ રચ્યુ હતું. 

fallbacks

આ પણ વાંચો : બુલેટ ટ્રેનને લઈને મોટા અપડેટ, બસ આ વર્ષથી અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી થઈ જશે 

પોલીસને જાણકારો દ્વારા જ અપહરણ કરાયાની શંકા જતા મીત પટેલનો ભાંડો ફૂટ્યો હતો. તાન્યાના અપહરણ બાદ તેના દાદીએ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં પોલીસે મીત પટેલનો પર્દાફાશ કર્યો હતો. પરંતુ માસુમ તાન્યાને બચાવી શકાઈ ન હતી. મહીસાગર નદીના પટમાંથી ત્રણ દિવસ બાદ તાન્યાની ડીસ્કમ્પોઝ થઈ ગયેલી હાલતમાં લાશ મળી હતી. જેને જોઈને તેના માતાપિતા અને દાદી ડઘાઈ ગયા હતા. આરોપી મીતનો તાન્યાની દાદી રૂપિયા 18 લાખની ખંડણીની માંગવાનો પ્લાન હતો. 

આ ચકચારી કેસમાં 2017 વર્ષમાં આરોપીઓને કડક સજા થાય માટે નડિયાદ જાહેર જનતા દ્વારા ઠેર ઠેર પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. 

આ પણ વાંચો : 

મહેશભાઇ પટેલનો ધવલ સરકારી એન્જિનિયર તો બન્યો પણ લાંચ વગર રહેવાયું નહી, આખરે ACB એ ઝડપી લીધો

VIDEO: ભાજપના પૂર્વ નગરસેવક દ્વારા લગ્નપ્રસંગે ફાયરિંગ કરતાં વિવાદ, કાયદાના લીરેલીરા ઉડ્યા

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More