Home> Gujarat
Advertisement
Prev
Next

રાતોરાત ફેમસ થયેલા કમાનો આજે જન્મદિવસ : કીર્તિદાનને ડાયરામાં મળેલુ આ ‘ફૂલ’ જિંદગીનો પહેલો વિદેશ શો કરશે

Kirtidan Gadhvi With Kamabhai : ગુજરાત આખુ હાલ કમાને ઓળખતું થઈ ગયું છે તે માટેનો શ્રેય જાય છે લોક કલાકાર કીર્તિદાન ગઢવીને.. કલાકાર કીર્તિદાન ગઢવીએ કમાને ફેમસ બનાવી દીધો છે.. આજે કમાભાઈના જન્મદિવસ પર જાણો તેમની સાથે જોડાયેલી ખાસ વાત

રાતોરાત ફેમસ થયેલા કમાનો આજે જન્મદિવસ : કીર્તિદાનને ડાયરામાં મળેલુ આ ‘ફૂલ’ જિંદગીનો પહેલો વિદેશ શો કરશે

Kamabhai Viral : ગુજરાતના જાણીતા લોકગાયક અને લોક કલાકાર કીર્તિદાન ગઢવીના ડાયરામાં ડાન્સ કરીને ફેમસ થઈ ગયેલા કમાની દરેક વાત જાણવામા લોકોને રસ હોય છે. સૌરાષ્ટ્રનો કમાભાઈ આજે ગુજરાતની એક સેલિબ્રિટી બની ગયો છે. સેલિબ્રિટીની જેમ તેની આગળ પણ ભીડ જામી જતી હોય છે. ત્યારે દિવ્યાંગ કમાની પોપ્યુલારિટી દિવસેને દિવસે વધી રહી છે. આવામાં કમાભાઈ તેના જિંદગીનો પહેલો વિદેશ શો કરવા જઈ રહ્યાં છે. રવિવારે મોડી રાતે અમદાવાદ ઍરપોર્ટ પર પહોંચતા કીર્તિદાન ગઢવી અને કમાભાઈને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. લોકો કમાભાઈ સાથે સેલ્ફી લેવા પડાપડી કરતા જોવા મળ્યા હતા. ખાસ વાત તો છે કે, ડાયરામાં ફેમસ થયેલા કમાનો આજે સોમવારે જન્મદિવસ છે. ત્યારે કમાની આ સેલિબ્રિટી સફર વિશે જાણીએ. 

કેવી રીતે પોપ્યુલર બન્યો કમો
સુરેન્દ્રનગર જિલ્લાના કોઠારીયા ગામનો દિવ્યાંગ કમો આજે ફેમસ થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં આવતા જ લાખો લોકો કમાના ફેન બની ગયા છે. કમાને જોવા તો લોકોની ભીડ ઉમટે છે. કમાના ઠાઠ જોઈને તો સૌ કોઈ ચોંકી જાય છે. ત્યારે તમને થશે કે આ કમાભાઈ અચાનક આટલા ટ્રેન્ડમાં કેવી રીતે આવ્યા.

ગુજરાતમાં ચોમાસાની બે સિસ્ટમ એક્ટિવ થઈ : આગામી 3 કલાકમાં તૂટી પડશે ભારે પડશે

કમાનો ડાન્સ સૌનું દિલ જીતી લે છે 
ગુજરાત આખુ હાલ કમાને ઓળખતું થઈ ગયું છે તે માટેનો શ્રેય જાય છે લોક કલાકાર કીર્તિદાન ગઢવીને. કલાકાર કીર્તિદાન ગઢવીએ કમાને ફેમસ બનાવી દીધો છે. આજે તે કમાથી લઈને કમાભાઈ બની ગયો છે. આજથી થોડા મહિના પહેલાં કોઠારિયામાં શ્રી રામ રોટી આશ્રમ અને ગૌશાળામાં કીર્તિદાન ગઢવીનો ડાયરો યોજાયો હતો. જેમાં કમાએ એક ગીત પર ડાન્સ કર્યો હતો અને તે ડાન્સને યૂટ્યુબ પર શેર કરવામાં આવ્યો. જે બાદ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. જે બાજ કમો લોક કલાકાર કીર્તિદાન ગઢવી સાથે અનેક કાર્યક્રમોમાં જોવા મળ્યો. માયાભાઈ આહિર, જીગ્નેશ કવિરાજ સહિતના કલાકારોના કાર્યક્રમમાં હાજરી આપીને લોકોનું દિલ જીતી લીધું. દિવ્યાંગ કમો આટલો ફેમસ થઈ જતાં તેને ખૂબ જ ખુશી થઈ રહી છે. હાલ તે યૂટ્યૂબમાં ખુબ ફેમસ છે અને લોકગીતોની રમઝટમાં કમાનો ડાન્સ પણ સૌને પસંદ આવે છે.

હુ મેટ્રિકમાં ત્રણવાર નાપાસ થયો છુ... આવુ કહી મોરારીબાપુએ વિદ્યાર્થીઓને આપી એક સલાહ

 

મેં જે બાળકને પ્રેમ કર્યો, તેને આજે આખી દુનિયા પ્રેમ કરે છે 
લોકકલાકાર કીર્તિદાન ગઢવીએ કમા વિશે જણાવ્યું કે, પહેલો એવો દિવ્યાંગ બાળક હશે, જે પોતાના વતનથી દૂર, પોતાના દેશથી બહાર શો કરસે. મેં જે બાળકને પ્રેમ કર્યો, તેને આજે આખી દુનિયા પ્રેમ કરે છે. કમો આજે દુનિયામાં દિવ્યાંગ બાળકો માટે ઉદાહરણરૂપ બન્યો છે. જે પરિવારોમાં દિવ્યાંગ બાળકો છે તેને સોસાયટી પ્રેમ કરતી થઈ છે. તેનો પરિવાર પ્રેમ કરતો થયો. આજે કમાનો જન્મદિવસ છે, અને તેનો આ જન્મદિવસ તે દૂબઈમાં ઉજવશે તેનો મને આનંદ છે. કમા પર ભગવાનની દયા છે. ને સંગીત લોકોને પ્રિય છે. કમાને લોકો પાસેથી વિશેષ પ્રેમ મળ્યો છે. કમા એ લોભ, મોહથી દૂર છે. 

જીમ ટ્રેનરે જીમમાં બે સંતાનોની માતાને પ્રેમજાળમાં ફસાવી, પત્નીની સાથે ઘરમાં રાખી

ડાયરામાં મને એક ફુલ મળ્યું 
કીર્તિદાન ગઢવીએ કહ્યું કે, ડાયરામાં મને એક વર્ષ પહેલા એવુ ફૂલ મળ્યુ, જેનુ નામ છે કમો. કમાને ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઝાલાવાડ નહિ, પરંતુ આજે આખી દુનિયા ઓળખે છે. ગણેશ ચતુર્થીમાં મારાથી કહેવાયુ હતું કે, કમા એક દિવસ તને વિદેશ લઈ જવાનું છે. સંજોગોથી આ દિવસ આવી ગયો છે. ગુપ્ત નવરાત્રિ ચાલે છે. આજે કમાનો જન્મદિવસ છે. મારું કહેવુ છે કે, જે પરિવારમાં દિવ્યાંગ બાળકો છે તેને પ્રેમ કરો. કમો મારી સાથે ચાલે તેનો મને વિશેષ આનંદ છે. 

પહેલીવાર વિદેશ સફરે જઈરહેલા કમાભાઈએ કહ્યું કે, કીર્તિભાઈ જોડે જાઉ છું, ત્યા જઈને ભજન કરીશું. 

મહેસાણા : વતનમાં દર્શન કરવા જતી દંપતીને અકસ્માતમાં કાળ ભરખી ગયો, ડ્રાઈવરનું પણ મોત

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More