Home> Gujarat
Advertisement
Prev
Next

GUJARAT CORONA UPDATE: રક્ષાબંધન પર્વે ગુજરાતમાં કોરોનાનો ડર ઓસર્યો, પરંતુ મૃત્યુઆંક વધ્યો! જાણો આજના કુલ કેસ

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 4997 એક્ટિવ કેસ છે. જેમાંથી 12 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 4985 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,47,846 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે.

GUJARAT CORONA UPDATE: રક્ષાબંધન પર્વે ગુજરાતમાં કોરોનાનો ડર ઓસર્યો, પરંતુ મૃત્યુઆંક વધ્યો! જાણો આજના કુલ કેસ

ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં વધઘટ જોવા મળી રહી છે. હાલ પણ રાજ્યમાં કોરોનાના કેસ 552 નોંધાયા છે. સાવચેતી નહીં રાખો તો હજુ આ અંકડો વધી પણ શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 552 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 874 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે બે દર્દીનું મોત થયા છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ 98.74 ટકા થઈ ગયો છે.

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 4997 એક્ટિવ કેસ છે. જેમાંથી 12 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 4985 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,47,846 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,987 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 183 કેસ નોંધાયા છે, જ્યારે એકનું મોત થયા છે. વડોદરા કોર્પોરેશન 62, રાજકોટ કોર્પોરેશન 55, સુરત કોર્પોરેશન 32, વડોદરા 26, સુરત 19, કચ્છ 18, આણંદ 13, મહેસાણા 11, નવસારી 11, ગાંધીનગર કોર્પોરેશન 10 એમ કુલ 552 કેસ નોંધાયા છે.

જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 77,677 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 251 ને રસીનો પ્રથમ અને 952 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 103 ને રસીનો પ્રથમ અને 149 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 6919 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 85 ને રસીનો પ્રથમ અને 563 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 77,677 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,93,86,764 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More