Home> Gujarat
Advertisement
Prev
Next

GUJARAT CORONA UPDATE: ગુજરાતમાં કોરોના નબળો પડ્યો, આજે માત્ર 128 કેસ અને 1નું મોત નોંધાયું, રિકવરી રેટ વધ્યો

એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 1250 એક્ટિવ કેસ છે. જે પૈકી 12 નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે 1238 નાગરિકો સ્ટેબલ છે. 12,10,850 નાગરિકો સ્ટેબલ થઇ ચુક્યાં છે. 10934 નાગરિકોનાં અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યાં છે.

GUJARAT CORONA UPDATE: ગુજરાતમાં કોરોના નબળો પડ્યો, આજે માત્ર 128 કેસ અને 1નું મોત નોંધાયું, રિકવરી રેટ વધ્યો

ઝી ન્યૂઝ/ગાંધીનગર: રાજ્યમાં આજે કોરોનાના નવા 128 કેસ સામે આવ્યા હતા. તો બીજી તરફ 305 દર્દીઓ રિકવર પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ 12,10,850 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાથી સાજા થવાનો દર પણ સુધરીને 99.00 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે રસીના કુલ 98,958 ડોઝ આપવામાં આવ્યા હતા. 

એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 1250 એક્ટિવ કેસ છે. જે પૈકી 12 નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે 1238 નાગરિકો સ્ટેબલ છે. 12,10,850 નાગરિકો સ્ટેબલ થઇ ચુક્યાં છે. 10934 નાગરિકોનાં અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે. જેમાં એક મોત સુરતમાં થયું છે. 

રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 18-45 વર્ષના નાગરિકો પૈકી 8462 ને રસીનો પ્રથમ જ્યારે 31654 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 1897 ને પ્રથમ જ્યારે 41931 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15214 ને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. આ પ્રકારે કુલ 98,958 કુલ ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,31,93,784 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More