Home> Gujarat
Advertisement
Prev
Next

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકી આપનાર પકડાયો : મજા લેવા યુવકે કર્યું કારસ્તાન

Blow Up Narendr Modi Stadium Threat : ભારત પાકિસ્તાનની મેચને લઈને અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી
 

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકી આપનાર પકડાયો : મજા લેવા યુવકે કર્યું કારસ્તાન

India Pakistan Match : વર્લ્ડકપની ભારત-પાકિસ્તાનની મેચને લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી મળી હતી. ત્યારે મોદી સ્ટેડિયમ ઉડાવવાની ધમકી આપનાર ઝડપાયો છે. માત્ર મજા લેવા મૂળ MP ના વીડિયો બ્લોગરે સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ વીડિયો બ્લોગર હાલ રાજકોટમાં રહે છે. રાજકોટમાં રહેતા કરણ મોવીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, આવનારા દિવસમાં અમદાવાદ ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની છે, ત્યારે અલગ અલગ ધમકીઓ મળી હતી. જે પૈકીની એક ધમકી ઈમેલ મારફતે પણ મળી હતી. જે ઈમેલમાં નરેદ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકી ભર્યો ઈમેલ મળતાની સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં લાગી હતી. ત્યારે બુધવારની વહેલી સવારે ધમકી ભરેલ ઈમેલ કરનાર શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કારણ મોવી નામના શખ્સની રાજકોટથી ધરપકડ કરી છે. પ્રાથમિક વિગતો સામે આવી છે કે માટે ટીખળ માટે કરણ મોવીએ ધમકી ભરેલ ઈમેલ કર્યો હતો.

નરેદ્ર મોદી સ્ટેડિયમને ઉડાડી દેવાનો મામલે મુંબઈ પોલીસને એક ધમકીભર્યો મેઈલ મળ્યો હતો. જેની સાથે અન્ય એક ઇમેલ પણ પોલીસને આવ્યો હતો. પોલીસને ઈમેલ મારફતે સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકી મળી હતી. ત્યારે ધમકી આપનાર આરોપી રાજકોટથી પકડાયો છે. મૂળ મધ્યપ્રદેશના અને હાલ રાજકોટમાં રહેતા વીડિયો બ્લોગર કરણ મોવીએ માત્ર તિખળ માટે આ ધમકી આપી હતી. આરોપીની પત્ની ભાગી જતા તેણે આ પ્રકારનો મેઈલ કર્યાનો ખુલાસો કર્યો. રાજકોટના રેહતા યુવકની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. 

મહત્વનું છે કે, 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ પ્રોફાઈલ મેચ રમાવાની છે. આ પહેલા અમદાવાદમાં રમાનારી મેચ મામલે ધમકી પણ મળી ચુકી છે. જેથી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ મામલે મળેલી બેઠક બાદ હર્ષ સંઘવીએ કહ્યું કે, આ મેચ જોવા માટે અનેક રાજ્યોમાંથી દર્શકો આવશે. જેમને કોઈ તકલીફ ન પડે તેવી વ્યવસ્થા થઈ છે. મેદાનની આસપાસ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

ભારત - પાકિસ્તાન મેચને લઈ અમદાવાદ સુરક્ષા છાવણીમાં ફેરવાશે. ગત રોજ મુંબઈ પોલીસને એક ધમકીભર્યો મેલ મળ્યો હતો, જેમાં પીએમ મોદીને જાનથી મારી નાંખવાની અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવવાની ધમકી મળી હતી. આ ધમકી વચ્ચે ભારત પાકિસ્તાનની મેચ રમાવાની છે. જેથી ડરનો માહોલ છે. 14મી ઓક્ટોબરના રોજ અમદાવાદમાં અર્ધલશ્કરીદળ ખડકાશે. અમદાવાદના સંવેદનશીલ વિસ્તારોમાં અર્ધલશ્કરીદળ તૈનાત રહેશે. 

ભયાનક આગાહી : ફરી એક વાવાઝોડું આવશે, આ દિવસથી ગુજરાતનું વાતાવરણ રાતોરાત બલાશે

મોરબી દુર્ઘટના માટે જયસુખ પટેલ જવાબદાર : SIT રિપોર્ટમાં થયા આવા અસંખ્ય મસમોટા ખુલાસા

ભયાનક આગાહી : ફરી એક વાવાઝોડું આવશે, આ દિવસથી ગુજરાતનું વાતાવરણ રાતોરાત બલાશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More