Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં પ્રાથમિક શાળાઓનો સમય બદલાયો! ગાંધીનગરથી છૂટયો મહત્વપૂર્ણ આદેશ

School Timings Changed: શાળાઓનો સમય સવારે 7થી 11 વાગ્યાનો રહેશે. રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીને આ નિર્ણયની જાણ પણ કરવામાં આવી છે. આ સિવાય શિક્ષકોએ હીટવેવ અને તેનાથી બચવાના ઉપાયો વિદ્યાર્થીઓને જણાવવા આદેશ આપ્યો છે.

ગુજરાતમાં પ્રાથમિક શાળાઓનો સમય બદલાયો! ગાંધીનગરથી છૂટયો મહત્વપૂર્ણ આદેશ
Updated: Apr 26, 2024, 02:18 PM IST

Gandhinagar News: રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, જેના કારણે પ્રાથમિક શિક્ષક નિયામકે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જી હા...ગરમીને લઈ પ્રાથમિક શાળાઓના સમયમાં મોટો ફેરફાર કરાયો છે. શાળાઓનો સમય સવારે 7થી 11 વાગ્યાનો રહેશે. રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીને આ નિર્ણયની જાણ પણ કરવામાં આવી છે. આ સિવાય શિક્ષકોએ હીટવેવ અને તેનાથી બચવાના ઉપાયો વિદ્યાર્થીઓને જણાવવા આદેશ આપ્યો છે. શિક્ષકોને કાળઝાળ ગરમીના કારણે ઓપન એર ક્લાસ ન લેવા પણ સૂચના અપાઈ છે. 

fallbacks

શાળાના સમય માટે મોટી સૂચના
ઉનાળામાં ગરમી વધવાના પગલે દરેક જિલ્લા શિક્ષણાધિકારીએ દ્વારા સ્કૂલોને આદેશ કરાયો છે કે, સ્કૂલોએ નક્કી કલાકો કરતાં વધુ સમય શૈક્ષણિક કાર્ય ન કરાવવું. હીટવેવથી રક્ષણ માટેની બાળકોને સમજણ આપવા સૂચના અપાઈ છે. ઉનાળા દરમિયાન કોઈ ઓપન એર વર્ગો હાથ ધરવા નહી. ગરમીની સિઝનમાં શાળાનો સમય સવારે 6 થી 11 સુધીનો રાખવા સુચના અપાઈ છે. 

અગાઉ 7થી 12 વાગ્યાનો સમય હતો
અગાઉ જિલ્લા પ્રાથમિક સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં આ આદેશ કર્યો છે. રાજ્યમાં હિટેવેવને લઈ એક્શન પ્લાન 2024ના પગલે સવારની શાળાઓ માટે આ નિર્ણય કરવામાં છે. ગરમીમાં વધારો થતાં સરકારે હિટવેવ એક્શન પ્લાનને અમલમાં મૂક્યો છે. ગરમીને કારણે બાળકો બિમાર ન થાય માટ સરકારે આગામી મહત્વનાં પગલાં ભર્યાં છે.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે