Home> Gujarat
Advertisement
Prev
Next

અલકાયદાની ધમકી બાદ અમદાવાદની રથયાત્રામાં સુરક્ષામાં કરાયો વધારો, 3000 સુરક્ષાકર્મીઓનો સુરક્ષાઘેરો

અમદાવાદમાં કોરોના બાદ ભગવાન જગન્નાથજીની નગરચર્યા શ્રદ્ધાળુઓના દર્શન માટે નીકળશે. બીજી તરફ આતંકી હુમલાની દહેશત અને અલ કાયદા આતંકી સંગઠન દ્વારા રાજ્યમાં ફિદાઈન હુમલા કરવાની ધમકી આપ્યા બાદ હવે અમદાવાદની રથયાત્રામાં પણ સુરક્ષામાં વઘારો કરવામાં આવ્યો છે. જેને પગલે રથયાત્રામાં આ વખતે સુરક્ષામાં ખાસ કરીને અખાડા,ટ્રક, રથ અને દરેક મુવીંગ વસ્તુ પર GPS ટ્રેકિંગ સિસ્ટમ લગાવવામાં આવશે.

અલકાયદાની ધમકી બાદ અમદાવાદની રથયાત્રામાં સુરક્ષામાં કરાયો વધારો, 3000 સુરક્ષાકર્મીઓનો સુરક્ષાઘેરો

મૌલિક ધામેચા /અમદાવાદ: અમદાવાદમાં કોરોના બાદ ભગવાન જગન્નાથજીની નગરચર્યા શ્રદ્ધાળુઓના દર્શન માટે નીકળશે. બીજી તરફ આતંકી હુમલાની દહેશત અને અલ કાયદા આતંકી સંગઠન દ્વારા રાજ્યમાં ફિદાઈન હુમલા કરવાની ધમકી આપ્યા બાદ હવે અમદાવાદની રથયાત્રામાં પણ સુરક્ષામાં વઘારો કરવામાં આવ્યો છે. જેને પગલે રથયાત્રામાં આ વખતે સુરક્ષામાં ખાસ કરીને અખાડા,ટ્રક, રથ અને દરેક મુવીંગ વસ્તુ પર GPS ટ્રેકિંગ સિસ્ટમ લગાવવામાં આવશે.

આ રથયાત્રા માં પ્રથમ વખત આકાશી ડ્રોન સર્વેલન્સ વધારો કરી જેટપેક ડ્રોન ઉડાડવા વિચારણા થઈ રહી છે. આ જેટપેક ડ્રોનમાં ટ્રેઈન્ડ વ્યક્તિ ડ્રોન સાથે ઉડશે જે રથયાત્રા માર્ગ પર હવાઈ નિરિક્ષણ કરી શકે. દર વર્ષે રથયાત્રામાં મુવિંગ બંધોબસ્તની જવાબદારી અમદાવાદ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવે છે. ત્યારે પ્રથમ વખત હાઈ ટેકનોલોજી નો ઉપયોગ રથયાત્રા દરમ્યાન કરવામાં આવશે તેવું મનાય છે.

ગૌણ સેવા પસંદગી મંડળ આવ્યું હરકતમાં, 8 ઉમેદવારોની નિયુક્તિ પ્રક્રિયા પર લગાવી રોક

ક્રાઇમ બ્રાન્ચના  ડીસીપી ચૈતન્ય માંડલીકના જણાવ્યા અનુસાર ધમકીના કારણે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. દરેક પાસાનો વિચાર કર્યા બાદ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ વખતે ખાસ જમીન અને આકાશ માંથી સુરક્ષા વ્યવસ્થા કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. એક હજારથી વધુ કૅમેરા અને CCTV સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે. આ વખતે અખાડા રથ ટ્રક વગે GPSથી કનેક્ટ થશે. 

ખાસ પોલીસ દ્વારા તર્કસ એપ્લીકેશનમાં  પોલીસ કર્મીઓ જે સ્થળે ઉભા છે તેની આસપાસ કોઈ હિસ્ટ્રીશીટર અસામાજિક તત્વો કે કોઈ ગુનામાં સંડોવાયેલા લોકો નજીકમાં હશે તો તેની જાણ એપ્લિકેશનમાં થઈ જશે તે સમયે જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો સ્થળ પર હાજર પોલીસને તાત્કાલિક કોનો સંપર્ક કરી એલર્ટ જશે સામાન્ય કોન્સ્ટેબલ હોય કે આઇપીએસ અધિકારી દરેકને એક સ્થળ ફાળવવામાં આવશે જેની જગ્યાથી મૂવમેન્ટ તેમના ઉપરી અધિકારીને મળશે. તો બહારથી બંદોબસ્તમાં આવનાર અધિકારીઓને પણ તમામ માહિતીઓ મળી રહે અને સાથે જ જે-તે વિસ્તારના આરોપી, શાંતિ સમિતિના સભ્યોનો ડેટા આ એપ્લિકેશનમાં ફિટ કરવામાં આવ્યો છે.તો ઇમરજન્સી વખતે સંપર્ક સાધવા બાબતની માહિતીઓ પણ તર્કશ એપ્લિકેશનથી મળી રહે તે માટે આ એપ્લિકેશનનો ઉપયોગ કરાશે.

ઇ-કોમર્સ માધ્યમથી ડ્રગ્સની હેરાફેરી, રાજ્યમાં મામલતદારથી માંડીને મેડિકલ સ્ટુડન્ટ સહિત 300 ગ્રાહકો

રાજ્યમાં થોડા સમય પહેલા રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં બનેલી હિંસાની ઘટના બાદ અષાઢી બીજે અમદાવાદમાં નિકળનારી રથયાત્રાને લઈને શહેર પોલીસે ખાસ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. સાથે જ બંદોબસ્તમાં જોડાયેલા 3000 સુરક્ષાકર્મીઓનો સુરક્ષાઘેરો તૂટે નહીં માટે GPS સિસ્ટમનો ઉપયોગ કરાશે. અને શાંતિથી અને સુચારુ રૂપે રથયાત્રા સંપન્ન થાય તે માટે તમામ બાબતો પર ધ્યાન રાખી પોલીસ હ્યુમન વર્કથી માંડી ટેકનોલોજી સુધીનું પ્લાનિંગ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More