Home> Gujarat
Advertisement
Prev
Next

અરબ સાગરમાં મોટી હલચલ થશે તેવી અંબાલાલની આગાહી, 29 થી 31 ડિસેમ્બરમાં ગુજરાતમાં દેખાશે મોટી અસર

Gujarat Weather Forecast : રાજ્યના ખેડૂતો માટે નવા વર્ષમાં માઠા સમાચાર... 1થી 5 જાન્યુઆરી સુધીમાં માવઠું થવાની અંબાલાલ પટેલની આગાહી... સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની શક્યતા... 

અરબ સાગરમાં મોટી હલચલ થશે તેવી અંબાલાલની આગાહી, 29 થી 31 ડિસેમ્બરમાં ગુજરાતમાં દેખાશે મોટી અસર

Ambalal Patel Monsoon Prediction ગાંધીનગર : 2023નો અંત અને 2024 ની શરૂઆત કમોસમી વરસાદ સાથે થવાની છે. કારણ કે, અરબ સાગરમાં ફરીથી મોટી હલચલ થવાની છે. આજથી અરબ સાગરમાં તોફાન મચશે. જેની મોટી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, આજથી ત્રણ દિવસ અરબ સાગરમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે. જેનાથી ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ આવશે. 

8 જાન્યુઆરીએ મુંબઈ પહોંચશે વરસાદી સિસ્ટમ 
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 29-30-31 ડિસેમ્બરે અરબસાગરમાં સિસ્ટમ બની રહી છે. જેથી આ સિસ્ટમ આગામી 6-7-8 જાન્યુઆરી સુધી મહારાષ્ટ્ર, મુંબઈ સુધી પહોંચતા વરસાદની શક્યતા છે. સિસ્ટમના ભેજના કારણે દક્ષિણ ગુજરાત અનર દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા છે. 29 થી 30 ડિસેમ્બરમાં વેસટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવતા બંગાળાના ઉપસાગરમા હલચલ થવાની શક્યતા છે. 

બોસને કારણે નોકરી છોડવી પડી તો એમની આબરૂના ધજાગરા ઉડાડ્યા, હનીટ્રેપનો જબરદસ્ત છે કેસ

વરસાદની ક્યાં ક્યાં આગાહી
આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં વરસાદ લાવશે. આ સિસ્ટમના કારણે કારણે બંગળના ઉપસાગરનો ભેજ પૂર્વીય રાજસ્થાન સુધી આવવાની શક્યતા છે. જેના કારણે પૂર્વ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે. જાન્યુઆરી 1 થી 5 દરમિયાનમાં મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠાની શક્યતા છે. ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓમાં પણ હવામાન પલટાઈ શકે છે. કચ્છ સહીત બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વાતાવરણ પલટાઈ શકે છે. 5 જાન્યુઆરી સુધીમાં દેશના 70% ભાગમાં પલટો આવવાની શક્યતા છે. 

આ તારીખથી ઠંડીનો ચમકારો વધશે
અંબાલાલ પટેલે જણાવ્યું કે, હાલ તો ઠંડી નહિ આવે, પરંતું આગામી 10-11 જાન્યુઆરીમાં ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતા છે. તો સાથે જ પતંગના રસિકો માટે સારા સમાચાર એ છે કે, આ વર્ષે ઉત્તરાયણ ઉપર સાનુકૂળ વાતાવરણ રહેશે. ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે. તેથી લોકો સરળતાથી પતંગોત્સવ માણી શકે છે. 

26 માંથી 26 સીટ જીતવા ભાજપ ભલે ધમપછાડા કરે પણ આ 2 એક થયા તો નાક કપાશે, ભાજપને છે ડર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More