Home> Gujarat
Advertisement
Prev
Next

સુરત : કારમાં સવાર ચાર યુવકોએ યુવતીની છેડતી કરી, લોકોએ એકને પકડીને મેથીપાક ચખાડ્યો

અમદાવાદ બાદ સુરતમાં એક મહિલાની છેડતીનો મુદ્દો સામે આવ્યો છે. સુરતના રાંદેરના ઉગત રોડ પર આ ઘટના બની હતી. ઉગત રોડ પર મહિલાની છેડતી મુદ્દે હોબાળો થયો હતો. મોપેડ પર જઈ રહેલી મહિલાની કારમાં સવાર ચાર લોકોએ છેડતી કરતા મામલો ગરમાયો હતો. જોકે, સ્થાનિક લોકોએ કારને ઝડપી પાડતા છેડતી કરનારાને પોલીસે પકડી પાડ્યા હતા.યુવકોની કારમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવતા લોકો ચોંકી ઉઠ્યા હતા. કારમાં સવાર ચાર પૈકીના ત્રણ લોકો ભાગી છુટ્યા હતા અને એકને લોકોને પકડીને મેથીપાક આપ્યો હતો. 

સુરત : કારમાં સવાર ચાર યુવકોએ યુવતીની છેડતી કરી, લોકોએ એકને પકડીને મેથીપાક ચખાડ્યો

ચેતન પટેલ/સુરત :અમદાવાદ બાદ સુરતમાં એક મહિલાની છેડતીનો મુદ્દો સામે આવ્યો છે. સુરતના રાંદેરના ઉગત રોડ પર આ ઘટના બની હતી. ઉગત રોડ પર મહિલાની છેડતી મુદ્દે હોબાળો થયો હતો. મોપેડ પર જઈ રહેલી મહિલાની કારમાં સવાર ચાર લોકોએ છેડતી કરતા મામલો ગરમાયો હતો. જોકે, સ્થાનિક લોકોએ કારને ઝડપી પાડતા છેડતી કરનારાને પોલીસે પકડી પાડ્યા હતા.યુવકોની કારમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવતા લોકો ચોંકી ઉઠ્યા હતા. કારમાં સવાર ચાર પૈકીના ત્રણ લોકો ભાગી છુટ્યા હતા અને એકને લોકોને પકડીને મેથીપાક આપ્યો હતો. 

ગુજરાતના નવા પોલીસવડા માટે 13 નામની યાદી કેન્દ્રને મોકલાઈ

સુરતના રાંદેર રોડ પર યુવતીની છેડતીની ઘટના બની હતી. જેના બાદ સ્થાનિક લોકોએ યુવતીનો સાથ આપીને બદમાશોને પકડી પાડ્યા હતા. સ્થાનિકોએ કારમાં સવાર એક યુવકને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. કારમાંથી દારૂ મળી આવતા લોકોએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી. 

પીઆઇ સહિતના કાફલાએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. તો ભાગી છૂટેલા યુવકોમાં ઇમરાન અને સિબુ નામના શખ્સો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી હતી. તેમજ ભાગી છૂટેલા શખ્સોને પકડવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં મહિલા સલામતી પર સતત સવાલો ઉભા થઈ રહ્યાં છે. તાજેતરમાં જ અમદાવાદમાં એક મહિલા સાથે છેડતીની ઘટના બની હતી. જેમાં આરોપી પકડાયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More