Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ: એસ.પી રીંગરોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં સ્થળ પર જ ત્રણના મોત

અમદાવાદ એસ.પી રીંગરોડ પર આવેલા વિનોબાભાવે નગર પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. જેમાં ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક પર સવાર એક લેબર કોન્ટ્રક્ટર સુરેન્દ્ર સિંઘ અને બે બાળકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યાં હતા. ઘટનાની જાણ થતા પોલીસે ડમ્પર ચાલકને અસલાલી પાસેથી ઝડપી લીધો છે. 

અમદાવાદ: એસ.પી રીંગરોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં સ્થળ પર જ ત્રણના મોત

અતુલ તિવારી/અમદાવાદ: અમદાવાદ એસ.પી રીંગરોડ પર આવેલા વિનોબાભાવે નગર પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. જેમાં ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક પર સવાર એક લેબર કોન્ટ્રક્ટર સુરેન્દ્ર સિંઘ અને બે બાળકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યાં હતા. ઘટનાની જાણ થતા પોલીસે ડમ્પર ચાલકને અસલાલી પાસેથી ઝડપી લીધો છે. 

અમદાવાદમાં બનેલી હિટ એન્ડરનની ઘટનામાં એક વ્યક્તિ સહિત બે બાળકોના ઘટના સ્થળે મોત થયા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતકોના પીએમ કરવાની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. પોલીસે ડમ્પર ચાલકને પીછો કરીને અસલાલી પાસેથી ઝડપી લીધો છે.

ગુજરાતની રાજ્યસભાની બેઠકોના નામો કેન્દ્રીય પાર્લામેન્ટરીને મોકલાશે: નીતિન પટેલ

પોલીસ દ્વારા અકસ્માતમાં મોતનો ગુન્હો નોધીને આગળની ડમ્પર ચાલકને ઝડપી લીધો છે. પોલીસ દ્વારા મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે. અમદાવાદ દિવસેને દિવસે હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવી રહી છે. ડમ્પર ચાલકો બેફામ શહેરમાં આવી રહ્યા છે. અને અકસ્માતો સર્જીને લોકોના જીવ લઇને ફરરા થઇ જાય છે. પોલીસ તંત્ર દ્વારા આ પ્રકારના ડમ્પર ચાલકો વિરુદ્ધ કોઇ કડક કાર્યવાહી કરવી જોઇએ. 
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More