Home> Gujarat
Advertisement
Prev
Next

કેનેડામાં ત્રણ કોલેજોને રાતોરાત તાળાં વાગ્યા, ગુજરાતના સેંકડો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં, 'WE NEED ANSWERS' લખેલા પોસ્ટર સાથે વિરોધ

પ્રાઇવેટ યુનિવર્સિટીનો દરજ્જો ધરાવતી કોલેજોએ નાદારી નોંધાવી છે. ગુજરાતના અનેક શહેરના વિદ્યાર્થીઓ આ ત્રણ કોલેજમાં અભ્યાસ કરતા હતા. તેની સામે કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓએ હાથમાં પોસ્ટર લઇને ન્યાયની માગી કરી રહ્યા છે. કેનેડામાં 'WE NEED ANSWERS' લખેલા પોસ્ટર સાથે વિદ્યાર્થીઓ રોડ પર ઉતરીને વિરોધ કર્યો છે.

કેનેડામાં ત્રણ કોલેજોને રાતોરાત તાળાં વાગ્યા, ગુજરાતના સેંકડો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં, 'WE NEED ANSWERS' લખેલા પોસ્ટર સાથે વિરોધ

ઝી ન્યૂઝ/અમદાવાદ: વિદેશ ભણવા જવા માગતા વિદ્યાર્થીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. કેનેડામાં ગુજરાતના સેંકડો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હોવાની માહિતી મળી છે. ખાસ કરીને ગુજરાતના જ 150 વિદ્યાર્થીઓ કેનેડામાં ભણતા હતા, એ કોલેજ બંધ થઇ ગઈ છે. આજ કોલેજમાં ભારતના 2500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. 

પ્રાઇવેટ યુનિવર્સિટીનો દરજ્જો ધરાવતી કોલેજોએ નાદારી નોંધાવી છે. ગુજરાતના અનેક શહેરના વિદ્યાર્થીઓ આ ત્રણ કોલેજમાં અભ્યાસ કરતા હતા. તેની સામે કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓએ હાથમાં પોસ્ટર લઇને ન્યાયની માગી કરી રહ્યા છે. કેનેડામાં 'WE NEED ANSWERS' લખેલા પોસ્ટર સાથે વિદ્યાર્થીઓ રોડ પર ઉતરીને વિરોધ કર્યો છે.

ગુજરાતીઓને પરદેશમાં ભણવા જવાનો અને પછી સેટ થવાનો બહુ શોખ છે. પરંતુ હવે આ શોખ ભારે પડી રહ્યો છે. હજુ તો થોડા દિવસો પહેલા જ કલોલનો એક પરિવાર ગેરકાયદેસર રીતે કેનેડા જતાં બરફમાં થીજીને મૃત્યુ પામ્યો હતો. ત્યાં વળી કેનેડા કયુબેક પ્રાંતમાંથી બીજી ફરિયાદ આવી છે. કયુબેક પ્રાંતમાં ગુજરાતના 150 સહિત ભારતના 2500 વિદ્યાર્થીઓ ભણતા હતા એવી 3 કોલેજો અચાનક બંધ થઈ ગઈ છે. લાખો રૂપિયા ખર્ચીને અને ખાસ્સી મહેનત કરીને કેનેડા ભણવા ગયેલા વિદ્યાર્થીઓ લટકી પડ્યા છે. આ કોલેજો આમ તો પ્રાઈવેટ યુનિવર્સિટીનો દરજ્જો ધરાવે છે. 

હવે આ કોલેજોએ કેનેડાની કોર્ટમાં નાદારી માટે અરજી કરીને પોતાની ભણતરની દુકાન બંધ કરી દીધી છે. આ કોલેજોમાં ગુજરાતના અનેક શહેરોના વિદ્યાર્થીઓએ એડમિશન લીધું હતું. એ વિદ્યાર્થીઓ અને અન્ય સ્થાનિક સ્ટુડન્ટ્સે પ્રદર્શન કરવું પડે એવી સ્થિતિ આવી પડી છે. વિદ્યાર્થીઓ કેનેડાના ઠંડાગાર વાતાવરણમાં બર્ફીલી ભૂમિ પર ઉભા રહીને હાથમાં પોસ્ટર લઈ પ્રદર્શન કરી રહ્યા છે.

કેનેડાના ક્યુબેક પ્રાંતના મોન્ટ્રિયલ શહેરમાં આવેલી આ કોલેજ-યુનિવર્સિટીઓએ પહેલા તો નવેમ્બર 2021માં શિયાળુ વેકેશનની જાહેરાત કરી હતી. આપણે ઉનાળું વેકેશન હોય એમ કેનેડામાં અત્યંત આકરી ઠંડી પડતી હોવાથી શિયાળુ વેકેશનની પણ પ્રથા છે. એ પછી જાન્યુઆરી 2022માં કોલેજે જાહેરાત કરી કે વિદ્યાર્થીઓ બાકીની ફી ચૂકવી આપે. એ ફીની રકમ 10થી લઈને 20 લાખ સુધીની થાય છે. એ પછી કોલેજ અચાનક બંધ કરી દેવાઈ છે. બંધ કરવા માટે પોતાની આર્થિક સ્થિતિ નબળી છે એવુ કારણ કોલેજોએ આપ્યું છે અને એ માટે નાદારીની અરજી પણ કરી છે.

આ ઘટના વિશે કેનેડામાં ગુજરાતીઓ વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે કે, એડમિશન લેતાં પહેલાં કોઇપણ કોલેજનો ઇતિહાસ તપાસવો હવે જરૂરી છે. ભારતીય એજન્ટો આ કોલેજો પાસે ત્યાં પૂરતા ડોકયુમેન્ટ ના હોવાથી સમસ્યા સર્જાઇ હોવાનું જાણવા મળ્યું છે. કેનેડામાં હાલમાં વડોદરાના 5 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

કેનેડાના કયુબેક પ્રાંતના મોન્ટ્રિયલની ત્રણ કોલેજ સીસીએસકયુ, કોલેજ ઓફ એલસ્ટાયર અને એમ કોલેજને તાળા વાગ્યા છે. વિદ્યાર્થીઓ કેનેડામાં ટોરન્ટો,આલ્બર્ટાના કેલગરી અને એડમોન્ટન, સાસ્કાચેવન, રેજીના જેવા શહેરોમાં વધુ જાય છે. બ્રિટિશ કોલંબિયા, વાનકુવરમાં પંજાબી વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More