Home> Gujarat
Advertisement
Prev
Next

દિવાળીના વેકેશન માટે ગુજરાતનું આ સ્થળ બન્યું મોસ્ટ ફેવરિટ ટુરિસ્ટ પ્લેસ

દિવાળી વેકેશનમાં કચ્છ બન્યું મોસ્ટ ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન, દિવાળીના પર્વ સાથેજ કચ્છમાં દેશ-વિદેશનાં લાખો સહેલાણીઓ ઉમટી પડ્યાં છે.

દિવાળીના વેકેશન માટે ગુજરાતનું આ સ્થળ બન્યું મોસ્ટ ફેવરિટ ટુરિસ્ટ પ્લેસ

રાજેન્દ્ર ઠક્કર/ભૂજ: દિવાળી વેકેશનમાં કચ્છ બન્યું મોસ્ટ ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન, દિવાળીના પર્વ સાથેજ કચ્છમાં દેશ-વિદેશનાં લાખો સહેલાણીઓ ઉમટી પડ્યાં છે. સફેદ રણથી લઈ છેક લખપત સુધી સર્વત્ર પ્રવાસીઓની જ ભીડ દેખાય છે. જિલ્લાનું મુખ્ય મથક ભુજ જાણે કે કોઈ ફેમસ ટૂરીસ્ટ સ્પોટમાં ફેરવાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. ભુજમાં આવેલ પ્રાગમહેલ, મ્યુઝીયમ તેમજ સ્વામીનારાયણ મંદિર સહિતના સ્થળોપર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે.

દિપોત્સવના પર્વ સાથેજ કચ્છ ટૂરીસ્ટ ડેસ્ટીનેશનમાં ફેરવાઈ ગયું છે. કચ્છ પ્રવાસન સ્થળ તરીકે જાણીતું બન્યું છે. દરવર્ષે દેશ વિદેશ માંથી લાખો પ્રવાસીઓ કચ્છ પર્યટન સ્થળોની મુલાકાત લઇ રહ્યા છે. માંડવીનો બીચ હોય કે માતાના મઢ- નારાયણ સરોવર-કોટેશ્વર કે લખપત સર્વત્ર પ્રવાસીઓની ભીડ જોવા મળે છે. કચ્છમાં ફરવા આવતાં પ્રવાસીઓ મોટાભાગે ભુજમાં જ રોકાતાં હોઈ સવાર પડે ને ભુજનાં જોવાલાયક સ્થળો પર મુલાકાતીઓ ઉમટી પડે છે. ભુજનું નૂતન સ્વામીનારાયણ મંદિર હોય કે ભુજનું મ્યુઝિયમ કે પછી પ્રાગમહેલ સર્વત્ર બસપ્રવાસીઓ જ પ્રવાસીઓ નજરે પડી રહ્યા છે.

કચ્છનાં રાજાશાહી યુગની પ્રાચીન વિરાસતને સાચવી રહેલાં આયના મહેલ તેમજ પ્રાગપર મહેલ જોવા લાખો પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. કચ્છમાં આવતા પ્રવાસીઓ કચ્છના સફેદ રણ, માંડવી બીચ, વિજય વિલાસ મહેલ, નારાયણ સરોવર, કોટેશ્વર, માતાનોમઢ , તેમજભુજમાં આવેલા સ્વામીનારાયણ મંદિર, આયના મહેલ,પ્રાગપરમહેલ, મ્યુઝીયમ જેવા અનેક ઐતિહાસિક સ્થળો પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે.

fallbacks

આમ તો કચ્છ પહેલાંથી દેશ વિદેશનાં પ્રવાસીઓને આકર્ષતું આવ્યું છે. પરંતુ, રાજ્યના પ્રવાસન વિભાગના પ્રયાસો અને અમિતાભ બચ્ચનની ખુશ્બુ ગુજરાતની એડ ફિલ્મે પ્રવાસીઓમાં રીતસરનું આકર્ષણ સર્જ્યું છે. કચ્છ આવતા પ્રવાસીઓ પોતાની યાદગાર તસ્વીર તેમજ મોબાઈલ સેલ્ફી ખેચતા જોવા મળી રહ્યા છે. કચ્છની મુલાકાતે આવનાર મુલાકાતી મહાનાયક અમિતાબ બચ્ચન આ પંક્તિ કચ્છ નહી દેખા તો કુછ નહિ દેખા ગણગણાવી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More