Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાત યુનિવર્સીટીની પરીક્ષામાં સતત ત્રીજા દિવસે પણ છબરડો, વિદ્યાર્થીમાં રોષ

ગુજરાત યુનિવર્સીટીના પેપરમાં છબરડાની તો છેલ્લા 3 દિવસથી આ સિલસિલો યથાવત છે.

ગુજરાત યુનિવર્સીટીની પરીક્ષામાં સતત ત્રીજા દિવસે પણ છબરડો, વિદ્યાર્થીમાં રોષ

 અતુલ તિવારી/અમદાવાદ: લોકરક્ષક દળની પરીક્ષાને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓનો રોષ થંભ્યો નથી. ત્યાં ગુજરાત યુનિવર્સીટી દ્વારા લેવાયેલી બી.એ.સેમ  1ની ફ્રેન્ચ વિષયની પરીક્ષાના ફરી એકવાર છબરડો બહાર આવ્યો છે. જેને લઈને NSUI કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો અને ફરી એકવાર ફ્રેન્ચ વિષયની પરીક્ષા યોજવા માટે ગુજરાત યુનિવર્સીટીના કુલપતિને આવેદન પત્ર આપ્યું હતું.

વાત કરીએ ગુજરાત યુનિવર્સીટીના પેપરમાં છબરડાની તો છેલ્લા 3 દિવસથી આ સિલસિલો યથાવત છે. આ વખતે છબરડાના ભોગ બન્યા છે બી.એ. સેમ 1ના વિદ્યાર્થીઓ કે જેઓ ફ્રેન્ચ ભાષાનું પેપર આપવા બપોરે 3.30 વાગ્યે પહોંચ્યા હતા. પરંતુ જ્યારે તેઓને પેપર હાથમાં આપવામાં આવ્યું ત્યારે પૂછવામાં આવેલા પ્રશ્નો જોતા જ વિદ્યાર્થીઓ અચંબામાં પડ્યા હતા, અને હોબાળો મચવા પામ્યો હતો.

વધુમાં વાંચો...LRDની પરીક્ષામાં અકસ્માતે મોત થયેલા ઉમેદવારના પરિવારને CMએ જાહેર કરી સહાય

કોલેજ દ્વારા ચકાસણી કરાયા બાદ કોર્ષને લાગતા સવાલો સાથેનું નવું પેપર વિદ્યાર્થીઓને ઝેરોક્ષ કોપીના રૂપમાં આપવામાં આવ્યું હતું. પરંતુ આ પેપર પણ વિદ્યાર્થીઓને આશરે 1.30 કલાક બાદ અપાતા પ્રશ્નોના જવાબ માટે વિદ્યાર્થીઓને માત્ર 1 કલાકનો જ સમય આપવામાં આવ્યો જેને લીધે વિદ્યાર્થીઓ પેપર પૂરું કરે તે પહેલાં જ જવાબવાહીઓ તેમની પાસેથી લાઇ લેવાઈ હતી. 

વધુ વાંચો...બનાસકાંઠા: એક જ દિવસમાં 4 જગ્યાએ કેનાલમાં પડ્યા ગાબડા, જીરાના પાકને મોટું નુકશાન

આ સંદર્ભમાં ગુજરાત યુનિ.ના કુલપતિએ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરીને જો NSUIએ માગ યોગ્ય હશે તો ફરી એકવાર પરીક્ષા યોજવાનું આશ્વાસન આપ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે ગત શનિવારે કે.કા.શાસ્ત્રી કોલેજમાં પેપર અડધો કલાક મોડું પહોંચ્યું હતું. અને ગત સોમવારે મનોવિજ્ઞાનની લેવાયેલી પરીક્ષામાં પણ કોર્ષ બહારનું પુછાતા પરીક્ષા ફરી લેવાની યુનિવર્સીટીની ફરજ પડી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More