Home> Gujarat
Advertisement
Prev
Next

World Yoga Day: એક સમયે સાપ વીંછી જોડે રમવા ટેવાયેલા આ બાળકો આજે ભણે છે યોગના પાઠ

જે ભારતની છબી એક સમયે સાપ-સપેરા, વાદી-મદારીના દેશની હતી એ જ ભારત આજે વિશ્વ ગુરુ બનવા ભણી સફળતા પ્રાપ્ત કરી રહ્યું છે

World Yoga Day: એક સમયે સાપ વીંછી જોડે રમવા ટેવાયેલા આ બાળકો આજે ભણે છે યોગના પાઠ

સાણંદ: અમદાવાદ (Ahmedabad) જિલ્લાના સાણંદ (Sanand) તાલુકાના વીંછીયા (Vinchhiya) ગામ નજીક ખુલ્લી જગામાં વસતા વાદી સમાજના બાળકો આજે યોગના પાઠ કરે છે. સ્થળ પર બનાવાયેલી વાદી પાઠશાળા (School) માં રોજ સવારે બાળકો શિક્ષણ શરુ થતા પહેલા યોગ-આસન કરીને સૌનું ધ્યાન આકર્ષિત કરે છે. આજે ૨૧ જૂને વિશ્વ યોગ દિવસ છે. યોગ એ સમગ્ર વિશ્વને ભારતની આગવી દેન છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ વિશ્વ આખાને યોગનું અને ભારતની શ્રેષ્ટતાનું મહત્વ સમજાવ્યું છે.

જે ભારતની છબી એક સમયે સાપ-સપેરા, વાદી-મદારીના દેશની હતી એ જ ભારત આજે વિશ્વ ગુરુ બનવા ભણી સફળતા પ્રાપ્ત કરી રહ્યું છે. વાદી મદારીના બાળકો પણ હવે તેમના આ પરા પૂર્વના વ્યવસાય થી મુક્ત થઈ યોગ દ્વારા એકાગ્રતા કેળવી શિક્ષણ માટે પ્રવૃત્ત બન્યા છે.
fallbacks
World Yoga Day: જમીન કે ગ્રાઉન્ડ પર નહી, પણ પાણીમાં યોગ કરે છે ૬૧ વર્ષિય યોગ સાધક

વાદી સમાજ એટલે સાપ–વીંછી (Vinchhiya) ના ખેલ કરીને પેટીયું રળતો સમાજ. પરંપરાગત એટલે કે પોતાના વડવાઓની પ્રવૃત્તિને આ સમાજે આગળ વધારી છે. પરંતુ કાળ ક્રમે બદલાતા સમયમાં હાથ ચાલાકી જ છે એવા જાદુના ખેલ તરીકે ઓળખાતી પ્રવ્રુત્તિ આજે દેખાતી બંધ થઈ છે. સાણંદના માનવ સેવા ટ્રસ્ટે શિક્ષણ વિભાગના સહયોગથી અહીં વાદી પાઠશાળા શરુ કરી છે.
fallbacks
CM ના નિવાસસ્થાનેથી કરાશે વિશ્વ યોગ દિવસની ઉજવણી, ફેસબુક પેજ થશે જીવંત પ્રસારણ

સાણંદના વીંછિયા (Vinchhiya) ખાતે ખુલ્લાં આકાશને ચાદર બનાવી જીવતા વિચરતી વિમુક્ત જાતિના ડંગામાં પ્રકૃતિના ખોળે રમનાર ચંચળ અને પલાંઠી વાળીને ઘડીકેય ન ઝપનાર આ વનબાળને લકુલેશ યોગા યુનિવર્સીટીની છાત્રા નિધી બારોટેએક સપ્તાહ યોગ શિક્ષણની તાલીમ આપી. 
fallbacks

યોગ (Yoga) સ્વાસ્થ્ય અને મન માટે ઉત્તમ છે એ બાબત તો નિર્વિધ્ન છે પણ આ બાળકોના ચંચળ સ્વભાવ અને મનને સ્થિર કરવામાં યોગ જરૂર મદદ કરશે. સમજુનાથ વાદી પાઠશાળાના આ બાળકો પલાંઠીવાળી એકચિત્તે ભણતા થાય એ માટેની એકાગ્રતા ઉપલબ્ધ કરતા યોગ કદાચ આ બાળકોની સૌથી મોટી ઉપલધિ કહી શકાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More