Home> Gujarat
Advertisement
Prev
Next

આ વર્ષે ઉનાળામાં ACના વેચાણમાં અધધ ઘટાડો, શું મોંઘવારીએ લોકોને ગરમી સહન કરતા શીખવ્યું કે પછી...

કેલેન્ડમાં એક પછી એક મહિનાઓ વિતી રહ્યા છે, હવે મે મહીનો પણ શરુ થઇ ગયો છે. પરંતુ ગુજરાતમાં ક્યાય હજી કાળઝાળ ગરમીનો અનુભવ થઇ રહ્યો નથી. જેનું સૌથી મોટું કારણ છે આ વર્ષે વાતાવરણમાં સમયાંતરે આવી રહેલો સતત બદલાવ.

આ વર્ષે ઉનાળામાં ACના વેચાણમાં અધધ ઘટાડો, શું મોંઘવારીએ લોકોને ગરમી સહન કરતા શીખવ્યું કે પછી...

અર્પણ કાયદાવાલા/અમદાવાદ: હાલ ઇગ્લિંશ કેલેન્ડરના મે મહીના મુજબ તો ઉનાળો ચાલી રહ્યો છે. પરંતુ સમગ્ર ગુજરાતમાં જે પ્રકારનુ વાતાવરણ છે તેને જોતા કોઇપણ ન કહી શકે કે હાલ ઉનાળાની મોસમ ચાલી રહી છે. અને હાલ હવામાન વિભાગે વધુ 4 દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. જેની સૌથી મોટી અસર એસીના વેચાણ ઉપર પડી છે. મે મહીનો ચાલી રહ્યો હોવા છતા રાજ્યમાં ક્યાય કાળઝાળ ગરમી નથી અનુભવાઇ રહી, જેના કારણે હાલ એસીના વેચાણમાં 20થી 25 ટકાનો સીધો ઘટાડો નોંધાયો છે.

આવી રહ્યું છે વર્ષ 2023નું પહેલું વાવાઝોડું! આ રાજ્યોનું આવી બનશે, જાણો શું છે આગાહી

કેલેન્ડમાં એક પછી એક મહિનાઓ વિતી રહ્યા છે, હવે મે મહીનો પણ શરુ થઇ ગયો છે. પરંતુ ગુજરાતમાં ક્યાય હજી કાળઝાળ ગરમીનો અનુભવ થઇ રહ્યો નથી. જેનું સૌથી મોટું કારણ છે આ વર્ષે વાતાવરણમાં સમયાંતરે આવી રહેલો સતત બદલાવ. રાજ્યમાં જે રીતે સતત માવઠાનું વાતાવરણ છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતી હોવાથી ઉનાળા જેવી ગરમીનો અનુભવ જ નથી થઇ રહ્યો છે. જેની સૌથી મોટી અસર પડી એસીનાા વિક્રેતાઓને પડી રહી છે.

કોર્ટનું અવલોકન; નરોડા ગામમાં કોઈને જીવતા સળગાવાયા નથી, ફટાકડામા લાગેલી આગથી મોત થયા

જી હા, ભૂતકાળમાં મે મહીનામાં એટલી હદે ગરમી જોવા મળતી હતી કે એસીની દુકાનો અને શો-રૂમમાં ગ્રાહકોની મોટી ભીડ જોવા મળતી હતી. ફેબ્રુઆરીના અંતથી તો એસીના વિક્રેતાઓને ત્યાં ગ્રાહકો તરફથી વિવિધ સ્કીમ અને ડિસ્કાઉન્ટ માટે પુછપરછ શરૂ થઇ જતી હતી. પરંતુ આ વર્ષે મે મહીના સુધી વેચાણ તો દૂરની વાત છે, પુછપરછ પણ થઇ રહી નથી. જેનુ કારણ છે વાતાવરણમાં આવેલો બદલાવ. 

સાતમા આસમાને પહોંચી SVPI એરપોર્ટની સફળતાની ઉડાન, લાખો લોકોની પહેલી પસંદ બન્યું!

તાપમાનનો પારો ઉંચે ન જવાના કારણે એસીના વેચાણમાં આ સિઝનમાં 20થી 25 ટકાનો ઘટાડો નોંધાયો છે. હાલ વેપારીઓ પણ તાપમાન વધવાની રાહ જોઇ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ બાદ રાજ્યમાં તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી સુધી વધશે, જેના કારણે આકરી ગરમી અનુભવાશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More