Home> Gujarat
Advertisement
Prev
Next

વડનગરમાં બની રહ્યું છે દુનિયાનું સૌથી મોટું બીજા નંબરનું મ્યુઝિયમ, એકસાથે 400 વ્યક્તિ નિહાળી શકશે

વડનગરમાં આકાર લઈ રહેલા દુનિયાના સૌથી મોટા બીજા નંબરના મ્યુઝિયમની છે. આ એશિયાનું સૌપ્રથમ એક્સપિરિયન્સ મ્યુઝિયમ હશે. જેમાં આવીને પ્રવાસીઓ 2800 વર્ષ પહેલાં માનવી કેવું જીવન જીવતા હતા તેનો લાઈવ અનુભવ કરી શકશે. 

વડનગરમાં બની રહ્યું છે દુનિયાનું સૌથી મોટું બીજા નંબરનું મ્યુઝિયમ, એકસાથે 400 વ્યક્તિ નિહાળી શકશે

તેજસ દવે/મહેસાણા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું માદરે વતન વડનગર ઐતિહાસિક નગરી તરીકે આખી દુનિયામાં જાણીતું છે. ત્યારે હવે તેની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરાવા જઈ રહયું છે. વાત વડનગરમાં આકાર લઈ રહેલા દુનિયાના સૌથી મોટા બીજા નંબરના મ્યુઝિયમની છે. આ એશિયાનું સૌપ્રથમ એક્સપિરિયન્સ મ્યુઝિયમ હશે. જેમાં આવીને પ્રવાસીઓ 2800 વર્ષ પહેલાં માનવી કેવું જીવન જીવતા હતા તેનો લાઈવ અનુભવ કરી શકશે. 

સૌરાષ્ટ્રના 5 ક્રિકેટર્સનો ચંદીગઢ એરપોર્ટ પર મોટો કાંડ : કિટમાંથી મળ્યો દારૂ

આ મ્યુઝિયમની કામગીરી ટૂંક સમયમાં પૂરી કરવામાં આવશે. વડનગર શહેર સાત કાળનું સાક્ષી રહ્યું છે. એટલે આ મ્યુઝિયમમાં ખોદકામ દરિયાન મળી આવેલા પ્રાચીન અવશેષોને રાખવામાં આવશે. ખોદકામ દરમિયાન મળેલા સાત કાળના જુદા-જુદા પૌરાણિક અવશેષોને અલગ-અલગ ફ્લોર પર રાખવામાં આવશે.

Rules Changes: ફેબ્રુઆરીમાં બદલાઇ જશે આ 6 નિયમો, ફજેતી થાય તે પહેલાં જાણી લો

વડનગર સહિત દેશને 21 મીટર ઊંચા અને 326 પિલર પર ઉભા થનારા એશિયાના પ્રથમ આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમ ટૂંક સમયમાં તૈયાર થઈ જશે. અમરથોળ દરવાજા નજીક 13525 સ્કેવર ફૂટ એરિયામાં કરોડોના ખર્ચે બનનારા મ્યૂઝિયમમાં 250 ટન લોખંડ વપરાશે. અહીં કારીગરો રાતદિવસ કામગીરી કરી રહ્યા છે.

Sankashti Chaturthi 2024: જીવનના તમામ સંકટો દૂર કરતા વ્રતની પૂજા વિધિ અને મુહૂર્ત

2800 વર્ષના ઇતિહાસનો અનુભવ કરાવશે
વડનગરના 2800  વર્ષથી અત્યાર સુધીના ઇતિહાસની ઝાંખી આ મ્યુઝિયમ કરાવશે. આ નગરીમાં એક યા બીજાનો વસવાટ રહ્યો છે, ક્યારેય ધ્વંસ થયો નથી એટલે પ્રાચીનકાળથી અત્યાર સુધીની જીવનઝાંખીને આવરી લેવાશે. આ ઉપરાંત વડનગરમાંથી નીકળેલા પ્રાચીન અવશેષો અહીં સંગ્રહિત કરાશે. જ્યાં પર્યટકો નિહાળી શકશે.

શરીરના આ અંગોમાં પણ દેખાય છે હાઈ બેડ કોલેસ્ટ્રોલના લક્ષણ, દેખાય તો તુરંત કરાવો ટેસ્ટ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More