Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટમાં દિવાળી સમયે જ્યાં સૌથી વધારે ટોળા હતા ત્યાં જ સંક્રમણ જોવા મળ્યું

અચાનક કોરોના કેસોમાં વધારો થવા લાગ્યો છે, ત્યારે કોરોનાના કેસો જે વિસ્તારમાં વધારે છે ત્યાં દિવાળી સમયે ભીડ પણ મોટા પ્રમાણમાં થઇ હોવાનું સામે આવ્યું છે. ગુંદીવાડી વિસ્તારમાં સૌથી વધારે કેસ જોવા મળી રહ્યા છે. અહીં નાની શેરીઓમાં દિવાળી સમયે ખરીદી માટે મોટા પ્રમાણમાં ભીડ એકત્ર થઇ હતી. ગુંદાવાડીમાં સૌથી વધારે કેસ પોઝિટિવ આવ્યા હતા. દિવાળીના તહેવારને એક અઠવાડીયુ પુર્ણ થયું હોવા છતા ભીડ અને ટ્રાફિકનાં દ્રશ્યો જોવા મળ્યા હતા. 

રાજકોટમાં દિવાળી સમયે જ્યાં સૌથી વધારે ટોળા હતા ત્યાં જ સંક્રમણ જોવા મળ્યું

રાજકોટ: અચાનક કોરોના કેસોમાં વધારો થવા લાગ્યો છે, ત્યારે કોરોનાના કેસો જે વિસ્તારમાં વધારે છે ત્યાં દિવાળી સમયે ભીડ પણ મોટા પ્રમાણમાં થઇ હોવાનું સામે આવ્યું છે. ગુંદીવાડી વિસ્તારમાં સૌથી વધારે કેસ જોવા મળી રહ્યા છે. અહીં નાની શેરીઓમાં દિવાળી સમયે ખરીદી માટે મોટા પ્રમાણમાં ભીડ એકત્ર થઇ હતી. ગુંદાવાડીમાં સૌથી વધારે કેસ પોઝિટિવ આવ્યા હતા. દિવાળીના તહેવારને એક અઠવાડીયુ પુર્ણ થયું હોવા છતા ભીડ અને ટ્રાફિકનાં દ્રશ્યો જોવા મળ્યા હતા. 

વેપારીઓના અનુસાર મહિલાઓ ખરીદી દરમિયાન માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ ભુલી હતી. રાજકોટનાં વોર્ડ નંબર 7 અને ગુંદાવાડી અને કેવડાવાડી વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં 10 ટકા ઉછાળો આવ્યો છે. દિવાળીની ભીડના કારણે અહી સંક્રમણ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. રાજકોટમાં ખરીદી માટે જ્યાં વધારે ભીડ થઇ તે જ વિસ્તારોમાં સંક્રમણનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે. 

રાજકોટના અન્ય વોર્ડની તુલનાએ વોર્ડ નંબર 7 અને 14માં વધારે કેસ આ અઠવાડીયે નોંધાયા છે. વોર્ડ નંબર 7 અને 14માં સૌથી વધારે કેસ નોંધાયા છે. આ વોર્ડમાં ગુંદાવાડી, કેવડાવાડી, પેલેસ રોડ અને ધર્મેન્દ્ર રોડ સહિતનાં બજારો આવેલા છે. દિવાળી સમયે અહીં ખરીદી માટે મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડ્યા હતા. 

જો કે કોર્પોરેશન વોર્ડઅનુસાર કોરોના પોઝિટિવ કેસનું લિસ્ટ આપવા માટે તૈયાર નથી થતું. શું કામ વોર્ડઅનુસાર આંકડાઓ છુપાવે છે. આ ઉપરાંત તંત્ર દ્વારા વોર્ડ અનુસાર કેસની યાદી આપવા માટે તૈયાર નથી. રાજકોટના વોર્ડ નંબર 7 અને ગુંદાવાડીમાં પહોંચી ત્યારે જોવા મળ્યું કે, દિવસ હોય કે રાત ગુંદાવાડીમાં એટલી જ ભીડ અને ટ્રાફીક જામ જોવા મળે છે. જો કે રાજકોટવાસીઓ હજુ પણ કોરોનાને સીરિયસ નથી લેતા. વોર્ડ નંબર 7માં દિવસે આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. જેથી કોરોના સંક્રમણને અટકાવી શકાય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More