Home> Gujarat
Advertisement
Prev
Next

તંત્રને હપ્તા સિવાય કોઇ બાબતમાં રસ નથી, હવે નાગરિકોએ જ જાગૃત થવું પડશે, આંખ ઉઘાડતો કિસ્સો

તાલુકાનાં જોળ ગામની સરકારી અનાજના ગોડાઉનમાંથી સરકારી ઘઉંનો જથ્થો ભરી સગેવગે કરવા નીકળેલી પીકઅપ વાનને ગ્રામજનોએ પીછો કરી કરમસદનાં રામદેવ મંદિર પાસેથી ઝડપી પાડી હતી. આ વાન પોલીસને હવાલે કરાતા ચકચાર મચી જવા પામી છે. મામલતદાર અને પુરવઠા મામલતદાર દ્વારા આ અંગે ગોડાઉનમાં તપાસ હાથ ધરવામાં આવતા અનાજનો જથ્થો સ્ટોક પત્રક કરતા વધુ મળી આવતા જથ્થો સિઝ કરવામાં આવ્યો હતો.

તંત્રને હપ્તા સિવાય કોઇ બાબતમાં રસ નથી, હવે નાગરિકોએ જ જાગૃત થવું પડશે, આંખ ઉઘાડતો કિસ્સો

આણંદ : તાલુકાનાં જોળ ગામની સરકારી અનાજના ગોડાઉનમાંથી સરકારી ઘઉંનો જથ્થો ભરી સગેવગે કરવા નીકળેલી પીકઅપ વાનને ગ્રામજનોએ પીછો કરી કરમસદનાં રામદેવ મંદિર પાસેથી ઝડપી પાડી હતી. આ વાન પોલીસને હવાલે કરાતા ચકચાર મચી જવા પામી છે. મામલતદાર અને પુરવઠા મામલતદાર દ્વારા આ અંગે ગોડાઉનમાં તપાસ હાથ ધરવામાં આવતા અનાજનો જથ્થો સ્ટોક પત્રક કરતા વધુ મળી આવતા જથ્થો સિઝ કરવામાં આવ્યો હતો.

ખેડૂતો માટે સૌથી માઠા સમાચાર: સંઘાણીએ કહ્યું આ તો માત્ર ટ્રેલર છે ખાતરના 1700 ચુકવવા તૈયાર રહો

જોળ ગામના સરકારી અનાજના ગોડાઉનમાંથી સરકારી ઘઉંનો જથ્થો સગેવગે કરવા જઈ રહેલી પીકઅપ વાનનો પીછો કરી ગ્રામજનોએ કરમસદ રામદેવપીર મંદિર પાસેથી ઝડપી પાડી હતી. વલ્લભવિદ્યાનગર પોલીસને હવાલે કરતા પુરવઠા નાયબ મામલતદાર અને મામલતદાર આર બી પરમાર ઘટના સ્થળે દોડી ગયા હતા. ગોડાઉનમાં સ્ટોક પત્રક અને સીસીટીવી કેમેરાની તપાસ કરતા સીસીટીવી કેમેરાનું ડીવીઆર બગડી ગયું હોવાનું જણાવ્યું હતું. જો કે પોલીસે છુપાવી દીધેલું મળી આવ્યું હતું. મામલતદારની ટીમે સ્ટોક પત્રકની ચકાસણી કરતા ઘઉંનો જથ્થો બે હજાર કિલો વધુ અને ચોખાનો 400 કિલો વધુ જથ્થો મળી આવ્યો હતો. જેથી તમામ જથ્થો સિઝ કરવામાં આવ્યો હતો. 

AHMEDABAD: દાહોદથી આવીને મોટેભાગે મંદિરોને જ ટાર્ગેટ કરતી ગેંગને ઝડપી લેવાઇ

આ ઘટના બાદ અનેક ગ્રામજનો ગોડાઉન ખાતે દોડી આવ્યા હતા અને તેઓને સસ્તા અનાજનો જથ્થો આપવામાં નહીં આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ સસ્તા અનાજની દુકાનનું લાયસન્સ કૉંગ્રેસના તાલુકા પંચાયત સભ્ય પુનમભાઈ પરમારની પુત્રવધુનાં નામનું હોવાનું તેમજ તેમનો અન્ય પુત્ર આ દુકાન ચલાવતો હોવાનું જાણવા મળ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More