Home> Gujarat
Advertisement
Prev
Next

સાવકી માતાએ માસુમ બાળકને કેનાલમાં ફેંકી દીધો, 9માં દિવસે મૃતદેહ મળ્યો

હળવદના માસુમ ધ્રુવને સાવકી માતાએ જ કેનાલમાં ધક્કો મારી નાખી દીધો. નવ દિવસ બાદ મૃતદેહ મળી આવ્યો હતો. હળવદ પંથકમાં હૃદય કંપાવી દે તેવી ઘટનાએ ચકચાર મચાવી છે. જેમાં નવ દિવસ પૂર્વે ગુમ થયેલા બાળકને તેવી જ સાવકી માતાએ કેનાલમાં નાખી દીધો હોવાની કબુલાત સાવકી માતા ભાવિશાએ આપતા પોલીસ ચોંકી ઉઠી હતી. હળવદના મોરબી ચોકડી નજીક આવેલા ક્રિષ્ણા પેકેજીંગની ઓરડીમાં જ રહેતા અને ડ્રાઇવીંગનો વ્યવસાય કરી સામાન્ય જીવન નિર્વાહ કરતા જયેશ જયંતિલાલ ખો઼ડીયાના પુત્ર ધ્રુવ ગત્ત 06-10-2020 ના રોજ વિશાલ પેકેજીંગમાં જ રહેલી ઓરડી નજીકથી ગુમ થઇ ગયો હતો. 

સાવકી માતાએ માસુમ બાળકને કેનાલમાં ફેંકી દીધો, 9માં દિવસે મૃતદેહ મળ્યો

મોરબી : હળવદના માસુમ ધ્રુવને સાવકી માતાએ જ કેનાલમાં ધક્કો મારી નાખી દીધો. નવ દિવસ બાદ મૃતદેહ મળી આવ્યો હતો. હળવદ પંથકમાં હૃદય કંપાવી દે તેવી ઘટનાએ ચકચાર મચાવી છે. જેમાં નવ દિવસ પૂર્વે ગુમ થયેલા બાળકને તેવી જ સાવકી માતાએ કેનાલમાં નાખી દીધો હોવાની કબુલાત સાવકી માતા ભાવિશાએ આપતા પોલીસ ચોંકી ઉઠી હતી. હળવદના મોરબી ચોકડી નજીક આવેલા ક્રિષ્ણા પેકેજીંગની ઓરડીમાં જ રહેતા અને ડ્રાઇવીંગનો વ્યવસાય કરી સામાન્ય જીવન નિર્વાહ કરતા જયેશ જયંતિલાલ ખો઼ડીયાના પુત્ર ધ્રુવ ગત્ત 06-10-2020 ના રોજ વિશાલ પેકેજીંગમાં જ રહેલી ઓરડી નજીકથી ગુમ થઇ ગયો હતો. 

શોખીન શિક્ષણાધિકારી: 10 લાખની લાંચમાં ઝડપાયા, હવે ઘરેથી મળી મોંઘીદાટ દારૂની બોટલો

જેમાં જયેશભાઇના બે પુત્રો ધ્રુવ અને શિવમ બંન્ને રમી રહ્યા હતા દરમિયાન પહેલી પત્નીનો પુત્ર ધ્રુવ ત્યાંથી અચાનક જ બપોરે સાડા અગિયાર વાગ્યાના અરસામાં ગુમ થયો હતો. જો કે બાદમાં પિતા જયેશભાઇએ અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં સાવકી માતા હોવાની વાત ફરિયાદમાં પિતાએ જણાવ્યા અનુસાર અને સાવકી માતા ભાવિશા જયેશભાઇ પ્રજાપતિ દ્વારા ઉપજાવેલી વાત પોલીસને શંકાસ્પદ લાગી હતી.  ત્યારે પોલીસે માતાને રડારમાં રાખી તપાસ આરંભી હતી અને એસપી એસ.આર ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઇ, એલસીબી પીઆિ વી.બી જાડેજા, હળવદ પી.આઇ સહિતની ટીમ છેલ્લા નવ દિવસથી તપાસ કરી રહી હતી.

શોખીન શિક્ષણાધિકારી: 10 લાખની લાંચમાં ઝડપાયા, હવે ઘરેથી મળી મોંઘીદાટ દારૂની બોટલો

આ દરમિયાન માતા ભાવિશા જયેશભાઇ પ્રજાપતિને પોલીસે આગવી રીતે પુછપરછ કરતા આખરે તેણે સમગ્ર હકીકત જણાવી હતી. તેણે જ પેકેજીંગના કારખાના નજીક પસાર થઇ રહેલી નર્મદા કેનાલમાં ધક્કો મારી દીધાની કબૂલાત આપતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જેમાં પોલીસ તરવૈયા અને ફાયર ફાઇટર સહિતની ચુનંદા ટીમ સાથે બાળક ધ્રુવની તપાસ આદરી હતી. જેમાં બે દિવસથી નર્મદા કેનાલ બંધ કરવા ગઇકાલે ફક્ત બાળકના કપડા મળી આવ્યા હતા. ત્યારે આજે આ હળવદમાં ગુમ થયેલા બાળકની 9 દિવસો બાદ ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More