Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાત યુનિવર્સિટી અને યુકેની યુનિવર્સિટીઓ વચ્ચે થયા MoU, વિદ્યાર્થીઓને થશે ફાયદો

યુનાઇટેડ કિંગ્ડમની બે યુનિવર્સિટીઓના ડેલીગેશને આજે ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. વિશ્વની ટોચની યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટી માટે વિદ્યાર્થીઓના હિતમાં મહત્વના એમઓયૂ કરવામાં આવ્યા છે. 

ગુજરાત યુનિવર્સિટી અને યુકેની યુનિવર્સિટીઓ વચ્ચે થયા MoU, વિદ્યાર્થીઓને થશે ફાયદો

અતુલ તિવારી, અમદાવાદઃ યુકે યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલરના ડેલીગેશને આજે અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. બ્રિટિશ હાઈ કમિશનર અને બ્રિટિશ કાઉન્સિલનાં નેતૃત્વમાં ગુજરાત યુનિવર્સિટી અને યુકે યુનિવર્સિટી વચ્ચે MoU કરાયા છે.  
વિશ્વ રેન્કિંગમાં ટોપ-10 યુનિવર્સિટીમાં સ્થાન ધરાવતી યુકેની બે યુનિવર્સિટીઓ સાથે ગુજરાત યુનિવર્સિટી દ્વારા MoU કરવામાં આવ્યા  છે. 

આ એમઓયૂ થયા
ઇનોવેશન, આંતરપ્રિન્યોરશીપ, ટેકનોલોજી, ઇન્ક્યુબેશન તેમજ સ્ટાર્ટ અપને લઈ એકસાથે કામ કરવામાં આવશે. 
MoU અંતર્ગત વિદ્યાર્થીઓ માટે જોઇન્ટ ડિગ્રી પ્રોગ્રામ અને ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામ શરૂ કરાશે. યુનિવર્સિટી ઓફ ગ્લાસગોવ અને યુનિવર્સિટી ઓફ બર્મિંગહામ સાથે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડ્યુઅલ ડિગ્રી અને જોઇન્ટ ડિગ્રી પ્રોગ્રામ શરૂ કરાશે. 

ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિ હિમાંશુ પંડ્યાએ કહ્યું કે, ભારતમાં રહીને નજીવા ખર્ચે વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાનો અભ્યાસ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ચાલુ શૈક્ષણિક વર્ષથી તમામ યુનિવર્સિટી સાથે ક્રેડિટ કોર્ષનું મેપિંગ કરી, અભ્યાસક્રમનું સંકલન કરીને વિદ્યાર્થીઓને ડ્યુઅલ ડિગ્રી અને જોઇન્ટ ડિગ્રીનો અભ્યાસ કરાવવામાં આવશે. 

આ પણ વાંચોઃ શું છે નરેશ પટેલનો પ્લાન? પાટીદાર નેતાની પત્રકાર પરિષદમાં વર્ચ્યુઅલી સામેલ થશે પ્રશાંત કિશોર

યુકેની યુનિવર્સિટી ગ્લાસગો અને વેસ્ટમિંસ્ટનમાં બે-બે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ગુજરાત યુનિર્સિટીમાંથી જશે, એ જ રીતે એ બંને યુનિવર્સિટીમાંથી બે-બે વિદ્યાર્થી ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવશે. ડ્યુઅલ ડિગ્રી અને જોઇન્ટ ડિગ્રી માટે મેરેટોરિયસ વિદ્યાર્થીની પસંદગી કરાશે, જે વિદ્યાર્થીની પસંદગી થશે તેનો તમામ ખર્ચ જે તે યુનિવર્સિટી ઉઠાવશે. વિનામૂલ્યે આ MoU અંતર્ગત વિદ્યાર્થીઓને તમામ સુવિધા પૂરી પાડવામાં આવશે. 

સપ્ટેમ્બર મહિનાની આસપાસ મેરેટોરિયસ વિદ્યાર્થીઓનું સ્ક્રિનિંગ કરાશે અને MoU અંતર્ગત જોઇન્ટ ડિગ્રી તેમજ ડ્યુઅલ ડિગ્રી માટે વિદ્યાર્થીઓને મોકલવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More