Home> Gujarat
Advertisement
Prev
Next

3 સંતાનોની માતા સગીરનાં પ્રેમમાં પડી, ત્યાર બાદ બંન્ને પ્રેમી પંખીયા થયા ફરાર અને...

અત્યાર સુધીમાં અંગત અદાવતમા અપહરણ થયાના અનેક કિસ્સાઓ સાંભળ્યા હશે. પણ મણિનગરમાં અજુગતો કિસ્સો સામે આવ્યો છે. જે ફિલ્મી સ્ટોરીથી કઈ કમ નથી. 24 વર્ષની ત્રણ બાળકોની માતા સગીર પ્રેમીને લઈને ભાગી ગઈ. જોકે ગણતરીના દિવસોમાં બને પ્રેમી પંખીડાને પકડી લેતા અનેક ખુલાસા થયા છે. 

3 સંતાનોની માતા સગીરનાં પ્રેમમાં પડી, ત્યાર બાદ બંન્ને પ્રેમી પંખીયા થયા ફરાર અને...

મૌલિક ધામેચા/અમદાવાદ : અત્યાર સુધીમાં અંગત અદાવતમા અપહરણ થયાના અનેક કિસ્સાઓ સાંભળ્યા હશે. પણ મણિનગરમાં અજુગતો કિસ્સો સામે આવ્યો છે. જે ફિલ્મી સ્ટોરીથી કઈ કમ નથી. 24 વર્ષની ત્રણ બાળકોની માતા સગીર પ્રેમીને લઈને ભાગી ગઈ. જોકે ગણતરીના દિવસોમાં બને પ્રેમી પંખીડાને પકડી લેતા અનેક ખુલાસા થયા છે. 

પોલીસ કસ્ટડીમાં દેખાતી આ મહિલાનું નામ સોનલ પાન પાટીલ છે. ખોખરા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય મહિલા ત્રણ સંતાનોની માતા છે. હાલ પોલીસે અપહરણના ગુનામાં તેની ધરપકડ કરી છે. સોનલ તાજેતરમાં થોડા દિવસ પહેલા તેના ઘરેથી નીકળી મણિનગર વિસ્તારમાં આવી અને થોડા સમય પહેલા તે સગીરના પ્રેમમાં પડી હતી. બાદમાં તે આ સગીરને લઈને ભાગી ગઈ. સગીર ગુમ થતા મણિનગર પોલીસસ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાયો હતો. 

બીજીતરફ ખોખરામાં પણ આ મહિલા ગુમ થઈ હોવાની ફરિયાદ થઈ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મહિલા બાળકને લઈ એસટી બસ મારફતે સંતરામપુર પહોંચ્યા. ઘરેથી 340 રૂપિયા લઈને નીકળેલા આ પ્રેમી પંખીડા પાસે વધુ રૂપિયા ન હોવાથી ત્યાં જઈ મોબાઈલ ફોન વેચી 540 રૂપિયા મેળવી ગુજરાન ચલાવ્યું. 

એક જ કિટલી પર દિવસમાં બે ત્રણ વાર ચા પીવા આવતા હોવાની બાતમી મળતા બનેની ભાળ મેળવી હતી. બંને ત્યાં કોઈ ઘરે કામ કરતા હોવાનું સામે આવ્યું. 13 દિવસ સંતરામપુરમાં રોકાતા મહિલા અને સગીર પ્રેમી વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયા હોવાનું સામે આવ્યું. નાની ઉંમરે લગ્ન કરી મહિલા તો પસ્તાઈ. બાદમાં અન્ય સગીર સાથે પ્રેમ કરવાનું પણ ભારે પડ્યું. તમામ બાબતોને લઈને પોલીસે મેડિકલ પુરાવા એકત્રિત કરવાનું શરૂ કરી આ ગુનાની તપાસ કરાશે. પણ હાલ તો આ છોટી સી લવ સ્ટોરીમાં સગીરાને ભગાડી જનાર મહિલા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More